બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષમાં એ ડોક્ટર દીકરીને બનાવી ગુનેગાર, થોડા પૈસાની લાલચે આ રીતે દીકરીનું...

માં એ ડોક્ટર દીકરીને બનાવી ગુનેગાર, થોડા પૈસાની લાલચે આ રીતે દીકરીનું ભવિષ્ય કર્યું બરબાદ.


હિનાની જગ્યાએ NEET ની પરીક્ષામાં બેસી બીએચયુની ટોપર વિદ્યાર્થીની, પછી આ રીતે થયો સોલ્વર ગેંગનો પર્દાફાશ.

મેડિકલ પ્રવેશ માટે NEET-UG માં વારાણસી પોલીસે એક સોલ્વર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ત્રિપુરાની રહેવાસી હિના વિશ્વાસની જગ્યાએ પરીક્ષા આપનાર સોલ્વર ગેંગની સભ્ય અને બીએચયુની ટોપર વિદ્યાર્થીની જુલીની રવિવારે સારનાથના સોનાતળાવ સ્થિત પરીક્ષા કેન્દ્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

બીએચયૂ (BHU) ની વિદ્યાર્થીની જુલી અને તેની માતા બબીતાને પૈસાની લાલચ આપી ગેંગ દ્વારા ફસાવવામાં આવી હતી. ગેંગનો આગેવાન પટનાનો પીકે અને માસ્ટર પ્લેયર મઉના મહમ્મદાબાદનો રહેવાસી ઓસામા શાહિદ, ખગરિયાનો રહેવાસી વિકાસ સિંહ, જુલીના પિતા મુન્ના અને ત્રિપુરાની રહેવાસી ઉમેદવાર હિના વિશ્વાસની શોધમાં કમિશનરેટ પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે.

માતા-પુત્રીની પૂછપરછ દરમિયાન પોલીસને માહિતી મળી કે ગેંગમાં બે ટીમો કામ કરે છે, પરંતુ કમાન પીકેના હાથમાં રહે છે. કેજીએમયુમાં અંતિમ વર્ષના વિદ્યાર્થી ઓસામા શાહિદનું કામ એ છે કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોની યાદી સોલ્વર ગેંગને પૂરી પાડવી. અત્યાર સુધી તેઓ ઘણા ઉમેદવારોને સેટ કરી ચુક્યા છે. જ્યારે એક ટીમ સમૃદ્ધ ઉમેદવારોની શોધ કરે છે, તો બીજી ટીમ કોચિંગ સેન્ટરમાંથી ફેલ થયેલા બાળકોની વિગતો કાઢે છે અને તેમનો સંપર્ક કરે છે.

માતા અને પુત્રી પોલીસ સ્ટેશનમાં ખુબ રડી : સોલ્વર ગેંગના આગેવાન પટનાના પીકે અને ગેંગમાં નવા છોકરાઓ જોડનાર મઉના મહમ્મદાબાદનો રહેવાસી ઓસામા શાહિદ છેલ્લા બે-ત્રણ વર્ષથી જોડાયેલો છે. બીએચયૂની વિદ્યાર્થીની જુલીને પટનામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ખગરિયાના રહેવાસી વિકાસ મહતો દ્વારા ગેંગમાં સામેલ કરવામાં આવી હતી.

થોડા રૂપિયાનો લોભ અને જલ્દી પ્રગતિની સીડી ચઢવા આતુર, ઓસામા અને વિકાસે વિદ્યાર્થીની જુલીના ભાઈ અભય દ્વારા માતા બબીતાનો સંપર્ક કર્યો અને તેમને રાતોરાત અમીર બનવાનું સપનું દેખાડ્યું. દીકરીની સુવર્ણ કારકિર્દીને દાવ પર લગાવીને તેમણે છેતરપિંડીની આ દલદલમાં પગ મૂક્યો. સારનાથ પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રી રડતી જોવા મળી. દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું જોઈ રહેલી માતાએ રડતાં રડતાં પોલીસકર્મીઓને કહ્યું કે, તેમને ખબર ન હતી કે તે આ મુશ્કેલીમાં ફસાશે.

સોલ્વર ગેંગના તાર ત્રિપુરા સુધી ફેલાયેલા છે : સોલ્વર ગેંગનું નેટવર્ક લખનઉ, બનારસ, પટના થઈને ત્રિપુરા સુધી ફેલાયેલું છે. ત્રિપુરાની રહેવાસી હિના વિશ્વાસની જગ્યાએ પરીક્ષા આપનાર બીએચયૂની વિદ્યાર્થીની માતાને સોલ્વર ગેંગે પૈસાની લાલચ આપીને ફસાવી હતી. પોલીસની બે ટીમ ગેંગના બે સભ્યોની શોધમાં દરોડા પાડી રહી છે, જે પરીક્ષા આપવા માટે માતા અને પુત્રીને લાવ્યા હતા.

બીએચયૂમાં બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ (BDS) ના બીજા વર્ષની વિદ્યાર્થીની જુલી ટોપર રહી ચુકી છે. આઈએમએસ ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સની 2019 બેચના વિદ્યાર્થીની જુલી કુમારીએ NEET પરીક્ષામાં 720 માંથી 522 માર્ક્સ મેળવ્યા છે.

જુલીના પિતા પટનામાં શાકભાજી વેચે છે : જુલી કુમારીના પિતા મુન્ના પટનામાં શાકભાજી વેચે છે. પોલીસની પૂછપરછ દરમિયાન પુત્રીએ જણાવ્યું કે, પિતાને ખ્યાલ નથી કે અમે ખોટા માર્ગ પર જઈ રહ્યા છીએ. વિકાસે પોતાની માતાને એવી એવી લોભામણી વાતો કરી બધાની આંખે પાટા બધાઈ ગયા. આ ગેંગે આર્થિક સ્થિતિ સારી ન હોવાનો લાભ લીધો હતો.

એક શંકાસ્પદ વ્યક્તિએ મઉ માંથી પકડ્યો : આરોપીઓની પૂછપરછના આધારે માનવામાં આવી રહ્યું છે કે હજી ઘણા લોકો પકડાશે. સોમવારે રાત્રે વારાણસી પોલીસે મઉના મહમ્મદાબાદ ગોહનાના શેખવાડા મોહલ્લામાંથી ઓસામાના સંપર્કમાં આવેલા યુવકને ઝડપી લીધો હતો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular