શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeઅજબ-ગજબમાત્ર એક વાળ કાપવાને કારણે માલામાલ થઇ હેયર ડ્રેસર, ગ્રાહકે ખુશ થઈને...

માત્ર એક વાળ કાપવાને કારણે માલામાલ થઇ હેયર ડ્રેસર, ગ્રાહકે ખુશ થઈને આપ્યા આટલા બધા ડોલર.

એક વાળ કપાવવા આવ્યો ગ્રાહક અને મહિલા હેયર ડ્રેસરને માલામાલ કરી ગયો, વાંચો વિચિત્ર કિસ્સા વિષે.

હેયર કટિંગ માટે તમે જાત જાતના પાર્લર અને સલુનના ચક્કર લગાવ્યા હશે. હેયર કટ કે હેયર કલર માટે તમે હજારો રૂપિયા ચૂકવ્યા પણ હશે, પણ શું તમે ક્યારેય એક વાળ કાપવાના બદલે સલુન વાળાને હજારો રૂપિયા આપ્યા છે? તમારો જવાબ ના જ હશે. તમે કહેશો કે આવું કોણ કરે છે ભાઈ. તો જણાવી દઈએ કે, એક એવો કિસ્સો પણ જોવા મળ્યો છે જેમાં ગ્રાહકે પોતાનો માત્ર એક વાળ કાપવા માટે વાણંદને હજારો રૂપિયા આપ્યા હોય.

જો તમને કોઈ એવું પૂછે કે, તમે પોતાના માથાનો માત્ર એક વાળ કપાવવા માટે વાણંદ પાસે ગયા છો? શું તમે તમારા માત્ર એક વાળ કપાવવાના બદલામાં વાણંદને પૈસા આપ્યા છે? કદાચ નહિ. પણ એક દિલદાર વ્યક્તિએ એવું કર્યું છે. અને તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોરદાર શેર થઇ રહ્યો છે. (અંતમાં વિડીયો મુકવામાં આવ્યો છે.)

તે વિડીયોમાં જોઈ શકાય છે કે, સલુનમાં એક વ્યક્તિ પોતાનો એક વાળ કપાવવા માટે જાય છે. તે ગ્રાહકે આ બનાવના એક દિવસ પહેલા જ તે સલુનમાં પોતાના વાળ કપાવ્યા હતા. પણ જયારે ફરી વખત તે ત્યાં ગયા તો મહિલા હેયર ડ્રેસરે તેમને કહ્યું, હું છેલ્લા 20 વર્ષથી હેયર કટિંગ કરી રહી છું, ક્યારેક ક્યારેક એવા એકાદ વાળ રહી જાય છે. તેના માટે હું તમારી પાસે કોઈ ચાર્જ નહિ લઉં.

ટીપમાં આપું છું 500 ડોલર : એક વાળ કપાવ્યા પછી વ્યક્તિ જિદ્દ કરીને હેયરડ્રેસરને પૈસા લેવા માટે કહે છે. પણ તે વારંવાર ના પાડે છે. ત્યાર પછી તે ગ્રાહક તેને ટીપ આપવાની રજૂઆત કરે છે. જેની ઉપર હેયરડ્રેસર માની જાય છે. પહેલા તે વ્યક્તિ ટીપમાં 100 ડોલર આપે છે અને પછી છેલ્લે 500 ડોલર સુધી આપે છે. તેની ઉપર હેયરડ્રેસર ઘણી ઈમોશનલ થઇ જાય છે અને રડવા લાગે છે.

મહિલા હેયરડ્રેસરે કહ્યું કે હું ઘણા દિવસોથી મારું ભાડું આપી શકતી ન હતી, હવે તે પૈસાથી હું ભાડું ચૂકવી દઈશ. આ વિડીયોને રેડીટ ઉપર શેર કરવામાં આવ્યો છે, જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

જુઓ વિડીયો :

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular