શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeવિશેષમાથા પર 174 કરોડનો હીરો લઈને ફરતો હતો રેપર, પછી ભીડ વચ્ચે...

માથા પર 174 કરોડનો હીરો લઈને ફરતો હતો રેપર, પછી ભીડ વચ્ચે ફેન કરી ગયો આ કાંડ.


ફેમસ રેપરને નવાબી શોખ ભારે પડ્યા, થોડી જ મિનિટોમાં લાગ્યો એટલા કરોડોનો ચૂનો કે આપણી પેઢીઓની પેઢીઓ જલસા કરી શકે.

દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો રહે છે તેમને વિવિધ પ્રકારના શોખ હોય છે. પોતાના શોખ પુરા કરવા માટે તે કાંઈ પણ કરી શકે છે. એવો જ એક વ્યક્તિ છે અમેરિકન રેપર લિલ ઉઝી વર્ટ (Rapper Lil Uzi Vert). જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે, આ તે જ વ્યક્તિ છે જેણે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના માથા પર ગુલાબી રંગનો અમૂલ્ય હીરો લગાવ્યો હતો.

આ રેપરે કરોડો રૂપિયાનો હીરો પોતાના કપાળની વચ્ચે જ લગાવ્યો હતો. પણ હવે તે હીરાને લઈને લિલ ઉઝી વર્ટએ એક ચકિત કરી દેનારો ખુલાસો કર્યો છે, જેને જાણીને બધા આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અમેરિકન રેપર લિલ ઉઝી વર્ટએ એવો દાવો કર્યો છે કે, થોડા સમય પહેલા જ તે એક આઉટલેટ સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે તેમનો રોલિંગ લાઉડમાં એક શો હતો અને આ દરમિયાન તે ફેન્સની ભીડ વચ્ચે જતાં રહ્યા.

પરંતુ ત્યારે અચાનકથી કોઈ ફેને તેમના માથા પર લાગેલા હીરા પર હાથ સાફ કરી લીધો, એટલે કે ચોરી લીધો. જોકે તેમણે જણાવ્યું કે, તેમ છતાં હમણાં તેમની પાસે બીજા ઘણા હીરા છે. તમને જણાવી દઈએ કે ચોરવામાં આવેલા હીરાની કિંમત 24 મિલિયન ડોલર હતી, જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 174 કરોડની આસપાસ થાય છે.

હકીકતમાં રેપર લિલ ઉઝી વર્ટને તે સમયે બિલકુલ પણ અંદાજો નહોતો કે તેમનો હીરો કોઈએ ખેંચી લીધો છે. પરંતુ જયારે થોડા સમય પછી તેમને લાગ્યું કે તેમનો હીરો ગાયબ છે, તો તે ત્યાં ફરીથી ગયા પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.

તેમણે ઘણા દિવસો સુધી આ વાતનો ઉલ્લેખ કર્યો નહિ, કારણ કે તેમને લાગ્યું કે થઇ શકે છે કે હમણાં કોઈ વ્યક્તિ તેમના પર વિશ્વાસ ન કરે. પરંતુ હવે તેમણે આ ઘટના વિષે જણાવ્યું. લિલ ઉઝી વર્ટએ જણાવ્યું કે, તે વર્ષ 2017 થી તે હીરાની કિંમત ચૂકવી રહ્યા હતા, જેથી તેમના શોખ પુરા થઇ શકે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular