સોમવાર, જુલાઇ 4, 2022
Homeવિશેષમોટા પડદા ઉપર જોવા મળશે રામના રાવણની લીલા, મુખ્ય પાત્રમાં જોવા મળશે...

મોટા પડદા ઉપર જોવા મળશે રામના રાવણની લીલા, મુખ્ય પાત્રમાં જોવા મળશે આ મોટા અભિનેતા.


ગુજરાતી હીરો બોલીવુડમાં ચમક્યો, હવે આ હિરોઈન સાથે દેખાડશે પોતાની એક્ટિંગનો જાદુ.

ભારતીય ફિલ્મ મેકર્સ સતત દર્શકોને કાંઈક ને કાંઈક નવું આપવાનો પ્રયત્ન કરતા રહે છે. એવામાં વેબ સીરીઝ સ્કેમ 1992 દ્વારા દેશઆખામાં ખુબ લોકપ્રિય થઇ ચુકેલા કલાકાર પ્રતિક ગાંધી એક વખત ફરીથી પડદા ઉપર પાછા આવવા માટે તૈયાર છે. ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલા ટૂંક સમયમાં જ થીએટરમાં રીલીઝ થવા જઈ રહી છે.

આ કલાકાર ભજવશે મુખ્ય પાત્ર : ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં અભિનેત્રી એંદ્રિતા રે અભિનેતા પ્રતિક ગાંધીની આપોઝીટ કામ કરતી જોવા મળશે. પ્રતિક અને એંદ્રીતા ઉપરાંત અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, ફ્લોરા સૈની, અંકુર ભાટિયા, રાજેન્દ્ર ગુપ્તા જેવા કુશળ કલાકાર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર પોતે પ્રતિકે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યું છે.

પ્રતિક દેખાડશે મુખવટા ઉપર મુખવટો : પોસ્ટરમાં મુખ્ય કલાકાર રોમાન્ટિક અંદજમાં દેખાઈ રહ્યા છે અને તેમના બેકગ્રાઉન્ડમાં રામલીલા મંચના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. પોસ્ટર ઉપર ફિલ્મની પંચલાઈન પણ લખવામાં આવી છે. મેકર્સે લખ્યું છે – રામમાં કેમ તેં રાવણને જોયો. આ પોસ્ટરને શેર કરતા પ્રતિક ગાંધીએ લખ્યું – “મુખૌટે પે મુખૌટા.. રામ કે રાવણ કી લીલા”

ક્યારે રીલીઝ થશે આ ફિલ્મ? જ્યાં સુધી આ ફિલ્મના રીલીઝનો પ્રશ્ન છે તો તે ગાંધી જયંતીના ખાસ અવસર ઉપર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મની રીલીઝ તારીખ 1 ઓક્ટોબર 2021 રાખવામાં આવી છે. એટલે ગાંધી જયંતીના બરોબર એક દિવસ પહેલા દર્શક આ ફિલ્મને સિનેમાઘરોમાં જઈને મોટા પડદા ઉપર જોઈ શકશે. દર્શકોએ આ ફિલ્મના પોસ્ટર ઉપર ઘણો સારો રિસ્પોન્સ આપ્યો છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular