સોમવાર, જૂન 5, 2023
Homeવિશેષલોકોને આવી રહ્યા છે ખાતામાં સરકારી યોજનાના લાખો રૂપિયા જમા થવાના મેસેજ,...

લોકોને આવી રહ્યા છે ખાતામાં સરકારી યોજનાના લાખો રૂપિયા જમા થવાના મેસેજ, પછી થાય છે આવું કામ.


સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં નાખવામાં આવ્યા છે 2,67,000 રૂપિયા, જો આવા મેસેજ આવે તો ચેતી જજો નહીં તો….

દેશમાં સાયબર છેતરપીંડીના કિસ્સા ધીમે ધીમે વધતા જાય છે. તમામ પ્રકારની વ્યવસ્થા છતાં પણ આ ગેંગ સાથે જોડાયેલા લોકો દરરોજ છેતરપીંડી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. ભોળા લોકો તેમની વાતોમાં આવીને પોતાની બચાવેલી મૂડી થોડી જ સેકંડમાં ગુમાવી દે છે.

ખાસ કરીને સાયબર છેતરપીંડી સાથે જોડાયેલા લોકો એટલા હોંશિયાર છે કે તે લોકોને સરકારી યોજનાના નામ ઉપર ચૂનો લગાવી રહ્યા છે. કેમ કે સરકારી યોજના ઉપર લોકોને વિશ્વાસ છે, અને તેનો ફાયદો સાયબર ઠગ ઉઠાવે છે.

તાજી ઘટના એક ફ્રોડ મેસેજની છે, જે લોકોને મોકલવામાં આવી રહ્યો છે. કદાચ તમારા મોબાઈલમાં પણ આ મેસેજ આવ્યો હશે. મેસેજમાં govt yojana હેઠળ તમારા ખાતામાં સીધા લાખો રૂપિયા નાખવાનું વર્ણન કરવામાં આવે છે.

જે રીતે તમારા ખાતામાં પગાર આવી જાય છે, બસ એ રીતે જ આ મેસેજમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. મેસેજ માં લખેલું હોય છે, ‘Your A/c ***7865 credited for Rs 2,67,000 on 05-09-2021 Under Govt Yojana’. તેની સાથે એક લીંક આપવામાં આવે છે, જેની ઉપર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

સરકારી ફેક્ટ ચેક એજન્સી PIBFactCheck એ લોકોને ચેતવ્યા છે કે આ મેસેજ એકદમ બોગસ છે. લોકો આ મેસેજની વાતમાં ન આવે. આ છેતરપીંડીનું એક નવું રૂપ છે.

પીઆઈબી ફેક્ટ ચેકનું કહેવું છે કે સરકારની આવી કોઈ યોજના નથી, અને સરકાર કોઈને આ રીતે ક્યારે પણ મેસેજ નથી મોકલતી. બની શકે છે કે આ મેસેજ દ્વારા તમે છેતરપીંડીનો ભોગ બની શકો છો, એટલા માટે આવા મેસેજ આવવા ઉપર સાવચેત રહો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular