જો તમારા ઘરમાં લોખંડની કડાઈ કે પેન છે, તો તેને કાટથી દૂર રાખવા માટે આ ટીપ્સ જરૂર ફોલો કરો.
લોખંડની કડાઈ કે પેનમાં ખાવાનું બનાવવું કેટલું ફાયદાકારક છે તે તો આપણે બધા જાણીએ જ છીએ. મોટાભાગના લોકો આજકાલ લોખંડના વાસણનો ઉપયોગ કરવા વિષે વાત કરી રહ્યા છે. અને રુજુતા દેવેકર જેવી સેલેબ ન્યુટ્રિશનિસ્ટે પણ જણાવ્યું કે, કેવી રીતે લોખંડની કડાઈમાં ખાવાનું બનાવવાનું વધુ સારું સાબિત થઇ શકે છે.
પણ એક વાત જે વિચારવા જેવી છે તે એ છે કે, આપણે જે લોખંડની કડાઈ કે પેનનો ઉપયોગ કરીએ છીએ તેમાં કાટ વધુ લાગી જાય છે. આ સમસ્યાને કારણે ઘણા લોકો લોખંડના વાસણોનો ઉપયોગ કરવાથી દુર રહે છે અને પ્રયત્ન કરે છે કે તે સ્ટીલ, એલ્યુમિનિયમ કે નોન સ્ટીક કોટિંગના વાસણનો ઉપયોગ કરે. પણ આપણે એવી કેટલીક ટીપ્સનો ઉપયોગ પણ કરી શકીએ છીએ જેની મદદથી લોખડના વાસણમાં કાટ ન લાગે.
(1) લોખંડના વાસણને પાણીમાં પલાળીને ન રાખો : જો તમે કાસ્ટ આયરનની કડાઈ લીધી છે તો તેને પાણીમાં પલાળીને ન રાખો. કાસ્ટ આયરનમાં કાટ નથી લાગતો અને એટલા માટે તેને સારી માનવામાં આવે છે. પણ જો લોખંડની કડાઈને તમે વધુ સમય સુધી પાણીમાં પલાળીને રાખશો તો તેનું કોટિંગ નીકળવા લાગશે અને પછી તમારી કડાઈમાં કાટ લાગી જશે.
(2) જો કાસ્ટ આયરન નથી તો ધોયા પછી કરો આ કામ : કાસ્ટ આયરન મોંઘુ આવે છે અને એટલા માટે લોકો નોર્મલ લોખંડની કડાઈ લેવાનું પસંદ કરે છે. એવા વાસણ ધોયા પછી તમે તેને કુદરતી રીતે આપમેળે સુકાવા ન દો, પણ તેને કોઈ ટીશુ કે કપડાથી લુછી લો. તમે તેને ધોયા પછી ગરમ કરીને વધારાનું પાણી સુકવી પણ શકો છો. આ રીત તમારા વાસણને કાટ લાગવાથી બચાવશે.
(3) તેલનું પાતળું પડ કરશે કામ : તમારી કડાઈને સુકવી દીધા પછી તેને સ્ટોર કરતા પહેલા વેજીટેબલ તેલ કે સરસીયાના તેલનું પાતળું પડ તેના પર લગાવી દો. આ રીત તમારી કડાઈને ટેમ્પરરી સીઝનીંગ આપશે જેનાથી કાટ નહિ લાગે. ખુબ પાતળું પડ પણ એ કામ કરી આપશે.
(4) લોખંડના વાસણમાં ન રાખો એસીડીક ફૂડસ : લોખંડ એસીડીક ફૂડસ સાથે રીએક્ટ કરે છે અને તેથી તે ખરાબ થઇ શકે છે. ટમેટાની ગ્રેવી વાળું ખાવાનું, વિનેગર, દૂધની વસ્તુ વગેરે લોખંડના વાસણથી દુર જ રાખો. પણ જો તમારી પાસે લોખંડના વાસણ છે જેને ઉત્તમ રીતે સીઝન કરેલા છે તો મુશ્કેલી ન થવી જોઈએ, પણ નોર્મલ લોખંડના વાસણમાં તે પકવવાની ભૂલ ન કરશો.
(5) વારંવાર ઉપયોગ કરો : લોખંડના વાસણને કાટથી બચાવવાની એક એ રીત પણ છે કે તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે. જો તમે લોખંડની કડાઈને ઘણા દિવસો માટે પડી રહેવા દેશો તો તેમાં ઘણી સરળતાથી કાટ લાગી જશે જે સારું નથી. તમારે તમારી લોખંડની કડાઈનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં આયરનનું પ્રમાણ પણ યોગ્ય જળવાઈ રહેશે.
આ બધી ટીપ્સ તમારા માટે ઘણી લાભદાયક સાબિત થઇ શકે છે. બસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે લોખંડની કડાઈનું મેન્ટેનન્સ તમારી નોન સ્ટીક કડાઈથી વધુ કરવું પડશે. તેમાં ખાવાનું બનાવવાના ફાયદા પણ વધુ છે અને તે આરોગ્ય માટે સારું સાબિત થશે.
આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.