શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeવિશેષલોન લેવા માટે હવે નહિ ખાવા પડે બેંકના ધક્કા, તમને તમારા ઘરે...

લોન લેવા માટે હવે નહિ ખાવા પડે બેંકના ધક્કા, તમને તમારા ઘરે બેઠા મળશે આ સુવિધા.


સરકાર એક વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે, જેના અંતર્ગત લોકોએ લોન માટે બેંકના ચક્કર નહિ લગાવવા પડે.

કામ ધંધા કે બિઝનેસ માટે લોન લેવી હવે સરળ બની જશે. હવે તે દિવસો નહિ રહે જયારે લોન માટે બેંકના ધક્કા ખાવા પડતા હતા. સરકાર આવનારા દિવસોમાં આ સુવિધા ઘરે બેઠા આપવાની છે. તેના વિષે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ જાહેરાત કરી છે. બેંકના વહીવટ કર્તાઓ સાથેની બેઠકમાં નાણામંત્રીએ આ પગલાની ચર્ચા કરી. હવે ઓક્ટોબર મહિનાથી ઘરે બેઠા લોનની સુવિધા શરુ કરવામાં આવી રહી છે.

દેશમાં બિઝનેસ વધુ ઝડપથી ચાલે અને આર્થીક રીતે સદ્ધર બને, તેના માટે સરકાર ઘણા પગલા ભરી રહી છે. તેમાં આ લોન ઓફીસ પણ સામેલ છે. કેન્દ્રીય મંત્રીએ બેંકોને લોન વધારો કરવાની અપીલ કરી જેથી લોન લઈને લોકો પોતાના કામ ધંધાને ગતિ આપી શકે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, બેંક ઓક્ટોબર મહિનાથી દેશના અલગ અલગ જીલ્લામાં વિશેષ અભિયાન શરુ કરશે અને લોન મેળાનું આયોજન કરવામાં આવશે. આ મેળામાં જઈને લોકો પોતાની જરૂરિયાત મુજબની લોનની સુવિધા મેળવી શકશે.

કો-રો-ના મહામારીમાં એવું જોવા મળી રહ્યું છે કે, લોકો લોન ઓછી લઇ રહ્યા છે. તેનું પરિણામ કામમાં મંદી અને અર્થવ્યવસ્થામાં મંદી તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકાર અને બેંકો તરફથી લોનમાં વૃદ્ધી લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેનું પરિણામ લોન મેળા પણ છે જે ઓક્ટોબરથી દેશના અલગ અલગ ભાગમાં આયોજિત થશે.

આવા મેળા વર્ષ 2019 માં પણ યોજવામાં આવ્યા હતા અને આવા કાર્યક્રમ દેશના 400 જીલ્લામાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યા હતા. આ આયોજન ઓક્ટોબર 2019 થી માર્ચ 2021 સુધી ચાલ્યું અને તેમાં લોકોને 4.94 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી.

આ ત્રણ રાજ્યો ઉપર વધુ ધ્યાન : આ રીતે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ લોન મેળા આયોજીને લોકોને લોન આપવામાં આવશે. સરકાર તેના માટે વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે. તેની હેઠળ બેંક અને ખાનગી નાણાકીય સંસ્થાઓ લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની લોન આપશે.

સરકારે ત્રણ રાજ્યો ઉપર વધુ કર્યો કર્યો છે જ્યાં લોન વૃદ્ધી ઉપર ભાર આપવામાં આવ્યો છે. આ ત્રણ રાજ્યોમાં ઝારખંડ, બંગાળ અને ઓડીશાના નામ છે. આ રાજ્યોમાં જોવામાં આવી રહ્યું છે કે, લોકો કરંટ અને સેવિંગ એકાઉન્ટમાં વધુ પૈસા જમા કરી રહ્યા છે. પણ બિઝનેસ વગેરેના કામ ત્યારે ગતિમાં આવશે જયારે પૈસા જમા કરવાને બદલે બજારમાં લગાવવામાં આવશે. તેના માટે લોન ઓફર ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તહેવારની સીઝનમાં માંગ વધારવાની તૈયારી : ઓગસ્ટ મહિનાથી તહેવારની સીઝન શરુ થાય છે જે ઓક્ટોબર-નવેમ્બરમાં ગતિ પકડશે અને ડીસેમ્બર સુધી ચાલશે. તેને ધ્યાનમાં રાખીને સરકાર લોન મેળા ઓફર ઉપરાંત બીજા પણ ઘણા પગલા ભરી રહી છે. હાલમાં ગૃહ મંત્રાલયે આદેશ કર્યો હતો કે, તે રાજ્યોના કેન્દ્રીય કર્મચારીઓને પગાર એડવાંસમાં આપવામાં આવે જ્યાં તહેવાર શરુ થઇ રહ્યા છે. તેમાં કેરલ, મહારાષ્ટ્ર, યુપી, બંગાળ જેવા રાજ્ય શામેલ છે.

કેરળમાં ઓણમ તો મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી, યુપીમાં વિજયાદશમી તો બંગાળમાં દુર્ગા પૂજા ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ તહેવારોની સીઝન લગભગ શરુ થઇ ગઈ છે. આગળ જતા બિહારમાં છઠ પૂજાની ધામધૂમ રહેશે. તે જોતા કેન્દ્રીય કર્મચારીઓના હાથમાં પૈસા હશે તો ખરીદી વધશે અને તેનાથી બજારમાં ગતિ આવશે અને તેની મોટી અસર અર્થવ્યવસ્થા ઉપર જોવા મળશે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular