બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષવહુએ પતિ સામે કરી પોતાની સાસુની ધોલાઈ, દીકરાએ વિડીયો બનાવીને પોલીસને દેખાડ્યો.

વહુએ પતિ સામે કરી પોતાની સાસુની ધોલાઈ, દીકરાએ વિડીયો બનાવીને પોલીસને દેખાડ્યો.


સાસુની ધોલાઈ કરતી વહુનો વિડીયો જોઈને હૈયું કંપી જશે, પોલીસ પણ વિડીયો જોઈને ચકિત થઈ ગઈ.

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર થઇ રહ્યો છે. જે જોઈને દરેકને દયા આવી રહી છે. જો તમે તે વિડીયો જોયો હશે તો તમને પણ ખબર હશે કે, ખરેખર અમે દયા આવવાની વાત કેમ કરી રહ્યા છીએ. આવો જેમણે આ વિડીયો હજુ સુધી નથી જોયો તેમને જણાવી દઈએ કે આ વિડીયો હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. તે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ઘરમાં વહુ પોતાની બીમાર વૃદ્ધ સાસુ પર હાથ ઉપાડી રહી છે.

આ સમગ્ર ઘટના દિલ્હીની પાસેના ગુરુગ્રામની છે. વિડીયોમાં વહુ ઘરેલું ઝગડાને લઈને પોતાની વૃદ્ધ સાસુ પર હાથ ઉપાડી રહી છે. આ વિડીયો તે વૃદ્ધ મહિલાના દીકરા અને હાથ ઉપાડી રહેલી વહુના પતિએ પોતે પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો છે.

વિડીયો બનાવીને પતિએ રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે. તેમાં યુવકે પોતાની પત્ની ઉપર તેમની માં સાથે મા રઝૂડક રવા અને જી વથીમા રીનાખવાની વાત કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ ઘટનામાં શનિવારના રોજ બંને પક્ષોની ફરિયાદ લઇ લીધી છે.

આ સમગ્ર ઘટના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનના રતન વિહારમાં રહેતા આયુષ મિત્તલે જણાવ્યું કે, તેમની પત્ની કવિતા તેમની માં સાથે ઘરેલું ઝગડાને લઈને મા રઝૂડકરે છે. તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા પણ કોઈ વાતને લઈને ઘરેલું ઝગડામાં તેમની પત્નીએ તેમની માં અંશુ મિત્તલ પર હાથ ઉપાડીને જી વથીમા રીનાખવાની વાત કરી હતી. વૃદ્ધ મહિલા અંશુ જિંદલે પોલીસને જણાવ્યું કે, તે મકાનના ઉપરના માળ ઉપર રહે છે, જયારે વહુ-દીકરો બાળકો સહીત પહેલા માળ ઉપર રહે છે.

ગઢપણ અને બીમારીને કારણે હવે તેમનાથી કામ નથી થતું. એટલા માટે દીકરાને ઘરના કામ માટે નોકર રાખવા માટે કહ્યું હતું. તે વાત ઉપર વહુ કવિતા નારાજ થઇ ગઈ અને મા રઝૂડકરવા લાગી. વહુ દ્વારા મા રઝૂડની આ ઘટનામાં વૃદ્ધાનું કહેવું છે કે, મા રઝૂડમાં તેના ચહેરા અને શરીર ઉપર ઈજા પણ થઇ છે. ઘણી જગ્યાએ સોજા છે. અને તેમને પહેલાથી જ શુગર, બીપી વગેરે બીમારીઓ છે.

વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મહિલા પોતાના પતિને કહી રહી છે કે તમે મને મા રીકેમ, હવે હું તે નેમા રીશ. પતિ જણાવે છે કે અપમાન કરવું યોગ્ય નથી, પણ મહિલા નથી માનતી અને ત્યાર પછી તે તેની સાસુને થપ્પડ મારવા લાગે છે. તે દરમિયાન ઘરમાં રહેલા બાળકોના રડવાનો અવાજ સંભળાય છે.

પોલીસે કેસ નોંધ્યો : છેવટે તે વહુએ પણ તેની સાથે થયેલી મા રઝૂડની બાબતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને તે કેસમાં પોલીસ સ્ટેશન રાજેન્દ્ર પાર્ક પોલીસ ઇન્ચાર્જે જણાવ્યું કે, કેસમાં વિડીયો અને મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તેના આધાર ઉપર કેસ નોંધવામાં આવી રહ્યો છે અને ત્યાર પછી જ આરોપીઓ ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular