દુકાનદાર કરી રહ્યો હતો વૃદ્ધ મહિલા સાથે ખરાબ વર્તન, તો સેનાના જવાને આ રીતે ભણાવ્યો તેને પાઠ.
આપણા દેશના જવાન દરેક જગ્યાએ પોતાની ફરજ બજાવે છે, પછી ભલે તેઓ દેશની સરહદ પર હોય કે દેશની અંદર. અને હાલમાં એવા જ એક જવાબનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી દરેક વ્યક્તિ દેશના જવાનને સલામ કરી રહ્યા છે.
હકીકતમાં આ વિડીયોમાં એક વૃદ્ધ મહિલા દુકાનની સામે સુઈ રહી હોય છે. તે સમયે ત્યાં દુકાનદાર આવે છે અને મહિલા સાથે ખરાબ વર્તન કરીને ગુસ્સે થઈ તેમને ખીજાવા લાગે છે.
તે વ્યક્તિ પોતાની દુકાનની સામે સુઈ રહેલી વૃદ્ધ મહિલાને ત્યાંથી હટાવવા માટે તેમને ધક્કો મારવા લાગે છે. એટલું જ નહિ તે વૃદ્ધ મહિલા પર પાણી પણ નાખે છે. તે વૃદ્ધ મહિલા તે દુકાનદારની માફી માંગે છે અને તેને પગે લાગે છે, પણ તે દુકાનદાર શાંત થતો નથી.
ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલો એક જવાન આ જોઈને ગુસ્સે થઈ જાય છે. જવાન સાથે એક મહિલા હોય છે જે તેમનું બેગ પકડે છે અને જવાન વૃદ્ધ મહિલાની મદદ માટે દુકાનદારની સામો થાય છે અને મહિલાનું રક્ષણ કરે છે.
સેનાનો જવાન તે વૃદ્ધ મહિલાને દુકાનની સામેથી ઉભા કરે છે. તે દરમિયાન દુકાનદાર હેકડી દેખાડે છે ત્યારે જવાન ગુસ્સે થઈને તેમનો કોલર પકડે છે અને તેમને ખિજાઈ પાછળ ધકેલે છે.
પછી તે જવાન વૃદ્ધ મહિલાને થોડા પૈસા આપીને ત્યાંથી જવા માટે કહે છે. તે મહિલા જવાનને પગે પડે છે. આ જોઈને જવાન તેમને એવું કરવાની ના પાડે છે, અને હાથ જોડે છે. જવાનને આમ કરતા જોઈ આસપાસના લોકો પણ ઉભા રહી જાય છે. જવાન વૃદ્ધ મહિલાને થોડા પૈસા આપીને ત્યાંથી જતો રહે છે.
આ જવાનની માણસાઈ જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેને સલામ આપી રહ્યા છે. આઈએએસ અવનીશ શરને આ વિડીયોને ટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું, હું આ અજાણ્યા જવાનને સલામી આપું છું.
આ વિડીયોને અત્યાર સુધી 84 હજારથી વધારે લોકો જોઈ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. લોકો તે જવાનની સાથે ભારતીય સેનાને પણ સલામી આપી રહ્યા છે.
I salute this ‘Unknown Jawan’❤️
Humanity.🙏🙏 pic.twitter.com/QrsMNEICFN— Awanish Sharan (@AwanishSharan) August 19, 2021
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.