જેઠાલાલનો ‘ટપ્પુ’ અસલ જીવનમાં 9 વર્ષ મોટી ‘બબીતા જી’ ને કરી રહ્યો છે ડેટ, લોકો બોલ્યા “બાપ નંબરી બેટા દસ નંબરી.”
ટીવી પર આવતો શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોને હસાવી રહ્યો છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ ઉંમરના લોકોને ગોકુલ ધામ સોસાયટીના દરેક પાત્ર પોતાની શૈલીમાં મનોરંજન આપી રહ્યા છે. જોકે આ શો અને તેના સ્ટાર્સ દરરોજ સમાચારોમાં રહે છે. પરંતુ ચાહકો શો સિવાય અભિનેતાઓના વાસ્તવિક જીવન વિશે પણ જાણવા માંગે છે. આ શો માં બબીતા જી તરીકે કામ કરતી એક્ટ્રેસની રિયલ લવ લાઈફ વિશે એક વાત સામે આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.
તારક મેહતા શો માં બબીતા પ્રખ્યાત પાત્ર છે. શો માં જેઠાલાલ હંમેશા બબીતા જી પર ફિદા થતા જોવા મળે છે. પરંતુ અસલ જીવનમાં બબીતા જી એટલે કે મુનમુન દત્તાનું અફેર શો માં જેઠાલાલના પુત્ર ટપ્પુ બનતા અભિનેતા રાજ અનડકટ સાથે ચાલી રહ્યું છે.
ઈ ટાઈમ્સના એક સમાચાર અનુસાર, મુનમુન દત્તા અને રાજ અનડકટ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેનું અફેર લાંબા સમયથી ચાલી રહ્યું છે. શો સાથે જોડાયેલા દરેક વ્યક્તિ બંને વચ્ચેના સંબંધો વિશે જાણે છે. રાજ અનડકટ અને મુનમુનની ઉંમરમાં લગભગ 9 વર્ષનો તફાવત છે.
રાજ અનડકટ 24 વર્ષનો છે, જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. રિપોર્ટ અનુસાર, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમના દરેક સભ્યને ખબર છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ બાબત સાથે સંકળાયેલ એક સૂત્ર કહે છે કે, ‘મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારના સભ્યો પણ તેમના વિશે બધું જ જાણે છે.’
શો ની ટીમ બંનેના સંબંધોને સન્માનની દૃષ્ટિએ જુએ છે. કોઈ પણ સભ્ય બંનેની મજાક ઉડાવતું નથી. બંને છુપાઈને એકબીજા સાથે સમય પસાર કરતા નથી. બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેમ છતાં આ બાબત લોકો સમક્ષ ઉજાગર થઈ ન હતી.
મુનમુન તાજેતરમાં જ બે મહિનાના વેકેશન બાદ શો માં પાછી આવી છે. જોકે બંનેએ હજુ સુધી તેમની લવ લાઈફ વિશે કોઈ માહિતી આપી નથી. તેમના સંબંધોના સમાચારે વેગ પકડ્યા પછી બંનેએ હજી સુધી તેની પુષ્ટિ કરી નથી.
તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ અભિનેતા અરમાન કોહલીને ડેટ કર્યો છે, જે બિગ બોસમાં જોવા મળ્યો હતો. બંનેના સંબંધ 2008 માં હતા. અરમાનને ગુસ્સાની સમસ્યા હતી, જેના કારણે તેમના સંબંધો ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ ગયા.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.