તમે પણ 5 સ્ટાર હોટલમાં હોંશે હોંશે ખાવા જાવ છો તો આ સમાચાર વાંચી લેજો, અહીંથી મળ્યો સડેલો, બીમાર કરતો સામાન.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના આદેશ પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ રેડિસન બ્લૂ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાંથી બગડેલી (વાસી) ખાદ્ય સામગ્રી અને એક્સપાયરી ડેટ વાળા સામાન મળી આવ્યા. પછી તે સામાનનો નાશ કરાવવામાં આવ્યો. આ દરમિયાન સડેલી ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી.
ખાદ્ય સુરક્ષાનું પાલન થાય છે કે નહિ તે ચકાસવા માટે વૈજ્ઞાનિક વૈદેહી કાલજુનકર, મુકેશ ગીતે, FSSAI વેસ્ટ ઝોન મુંબઈના ટેકનિકલ અધિકારી, મધ્યપ્રદેશના અધિકારી શીલા ગૌલી, નિયુક્ત અધિકારી અને સેન્ટ્રલ લાઈસન્સિંગ ઓથોરિટીના અધિકારીઓ મંગળવારે રેડિસન બ્લુ હોટેલ પર પહોંચ્યા હતા.
ચા, માઉથ ફ્રેશનર, પીનટ બટર, વિનેગરની ઉપયોગ કરવાની તારીખ સમાપ્ત થઈ ગઈ હતી. તેમજ સ્ટોરેજ કન્ટેનરમાં રાખવામાં આવેલા કાચા બટાકા અને આદુ સડેલા હતા. અથાણાંના ઘડા ઢાંકણ વગર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટ વાળા થર્ડ પાર્ટી ઓડિટિંગ, રેકોર્ડ, માન્ય વેન્ડર લિસ્ટ, ગ્રાહક ફરિયાદ નિવારણ વગેરેનો રેકોર્ડ પણ બતાવી શક્યા નહિ.
FSSAI ના આદેશ મુજબ, હોટલ અને રેસ્ટોરન્ટ મંજૂરી અને વર્ગીકરણ સમિતિ (HRACC) દ્વારા રેટ કરાયેલ તમામ 5 સ્ટાર હોટલોને FSSAI સેન્ટ્રલ લાયસન્સની જરૂર હોય છે.
દરોડા પાડવા માટે આવેલા અધિકારીએ કહ્યું કે, જો આ કાચા માલનો ખોરાક તૈયાર કરવામાં ઉપયોગ કરવામાં આવે, તો તે ગ્રાહકો માટે અસુરક્ષિત હોત અને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરી શકતો હતો. તેથી, સ્થિતિની ગંભીરતાનું વિશ્લેષણ કરવા પર એક્સપાયરી ડેટ પાર કરી રહેલા ઉત્પાદનોનો નાશ કરવામાં આવ્યો.
તે સિવાય એવું પણ જાણવા મળ્યું કે સ્ટોરેજ કન્ટેનરમાં રાખવામાં આવેલા કાચા બટાકા અને આદુ સડેલા હતા. અને સારા અને સડેલા બટાકા અને આદુને અલગ કરવામાં આવ્યા ન હતા. છાલ ઉતાર્યા વગરના બાફેલા બટાકા રસોડાના વિસ્તારમાં સડેલા મળી આવ્યા હતા. અથાણાંના વાસણો ઢાંકણ વગર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તેમજ હોટલ મેનેજમેન્ટે આ બાબતમાં કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.