1 સપ્ટેમ્બરના રોજ આવશે 2 બીજી કંપનીઓના IPO, આટલા કરોડ રૂપિયા એકઠા કરશે.
પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO – initial public offering) એટલે કે આઈપીઓ બજારની રોનક ચાલુ છે. બે બીજી કંપનીઓ વિજયા ડાયગ્નોસ્ટીક સેંટર અને અમી ઓર્ગેનિકસના આઈપીઓ બુધવાર એટલે 1 સપ્ટેમ્બરના રોજ ખુલી રહ્યા છે.
આ આઈપીઓથી 2,465 કરોડ રૂપિયા એકઠા કરવાની આશા છે. તે પહેલા દેવયાની ઇન્ટરનેશનલ, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન અને કારટ્રેડ ટેક સહીત આઠ કંપનીઓએ ગયા મહીને 18,243 કરોડ રૂપિયા એકઠા કરવા માટે શેરનું વેચાણ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 20 કંપનીઓએ આઈપીઓ દ્વારા 45,000 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.
ગયા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 30 કંપનીઓએ આઈપીઓ દ્વારા 31,277 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બજાર વિશ્લેષકોને આશા છે કે આખા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આઈપીઓ માટે વાતાવરણ જળવાઈ રહેશે. આરોગ્ય શ્રંખલા વિજયા ડાયગ્નોસ્ટીક સેંટર અને વિશેષ રસાયણ બનાવવા વાળી અમી ઓર્ગેનિકસના આઈપીઓ 1 સપ્ટેમ્બરના રોજ અરજી માટે ખુલશે અને 3 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.
વિજયા ડાયગ્નોસ્ટીકના આઈપીઓ સંપૂર્ણ રીતે ઓએફએસ (ઓફર ફોર સેલ) હેઠળ રહેશે. તેમાં સંચાલક એસ સુરેન્દ્રનાથ રેડ્ડી, રોકાણકાર કારાકોરમ લીમીટેડ અને કેદારા કેપિટલ અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-કેદારા કેપિટલ એઆઈએફ દ્વારા 3,56,88,064 ઈક્વીટી શેરોનું વેચાણ રજુ કરવામાં આવશે. ઓએફએસ હેઠળ પ્રસ્તાવ અંતર્ગત સંચાલક રેડ્ડી 50.98 લાખ ઈક્વીટી શેર, કારાકોરમ 2.95 કરોડ ઈક્વીટી શેર અને કેદારા કેપિટલ 11.02 લાખ શેર વેચશે. આઈપીઓના સંચાલક અને હાલના શેરધારકોની ભાગીદારી 35 ટકા ઓછી થશે.
વિજયા ડાયગ્નોસ્ટીકે આઈપીઓ માટે કિંમત મર્યાદા 522-531 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કિંમતની મર્યાદાના ઉપરી સ્તર ઉપર 1,895 કરોડ રૂપિયા એકઠા કરશે. અને અમી ઓર્ગેનિકસના આઈપીઓ હેઠળ 200 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે અને શેરધારક 60,59,600 ઈક્વીટી શેરોનું વેચાણ બહાર પાડશે.
અમી ઓર્ગેનિકસે આઈપીઓ-પૂર્વ નિયોજન દ્વારા 100 કરોડ રૂપિયા એકઠા કર્યા પછી નવા શેરોના નિર્ગમને 300 કરોડ રૂપિયાથી ઘટાડીને 200 કરોડ રૂપિયા કરી દીધા છે. કંપનીએ કિંમતની મર્યાદા 603-610 રૂપિયા પ્રતિ શેર રાખી છે. કિંમત મર્યાદાના ઉપરના સ્તર ઉપર 569.63 કરોડ રૂપિયા એકઠા કરવાની આશા છે. નવા શેરોના વેચાણથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કંપની દેવું ચુકવવા અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે.
આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.