બીજી લહેર પછી બાંધકામની વસ્તુઓના ભાવમાં ઉછાળો થયો, ઘર બનાવવું થયું પહેલા કરતા મોંઘુ, વાંચો કામના સમાચાર.
કો-રો-ના સંક્રમણની બીજી લહેર પછી લોકો માટે પોતાનું નાનું એવું ઘર ઉભું કરવું પણ આર્થિક મુશ્કેલીઓથી ભરેલું બની ગયું છે. મકાન બાંધકામની વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મિસ્ત્રી મજૂરોના ખર્ચ વધવાની સાથે જ રેતી, કપચી, સિમેન્ટ, સળિયા અને બીજી વસ્તુના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. હિમાચલમાં સિમેન્ટના કારખાના છે પણ અહિયાં સિમેન્ટના ભાવ દિલ્હી અને બીજા રાજ્યોથી વધુ છે. મોંઘવારીના આ સમયમાં હવે મકાન બનાવવું ઘણું મોંઘુ બની ગયું છે. ગરીબ લોકો માટે વન રૂમ સેટ બનાવવું પણ અઘરું બની ગયું છે.
કો-રો-ના કાળમાં બધા બાંધકામ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બીજી લહેર ઓછી થયા પછી લોકોએ મકાન બનાવવાના અને બીજા બાંધકામ કાર્ય હવે શરુ કરી દીધા છે. એક સાથે કામ ખુલવાથી કાચા માલની બ્લેક માર્કેટિંગ શરુ થઇ ગઈ છે. માંગ મુજબ માલ ન મળવાથી અચાનક દરેક વસ્તુના ભાવ વધી ગયા છે.
સૌથી વધુ સળિયાના ભાવ વધ્યા છે. સળિયા પહેલા ચાલીસ રૂપિયે પ્રતિ કિલોના હિસાબે મળી રહ્યા હતા. પણ હવે 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે અને સિમેન્ટ પહેલા 330 રૂપિયે પ્રતિ થેલી હતી તે હવે વધીને 390 રૂપિયે પ્રતિ થેલી થઇ ગઈ છે.
મકાન બાંધકામ કરવા વાળા કોન્ટ્રાક્ટર રમેશ કુમારના જણાવ્યા મુજબ, મિસ્ત્રી પહેલા 500 રૂપિયા લેતા હતા, પણ હવે 700 રૂપિયામાં પણ નથી મળી રહ્યા. રેતીના ભાવ પણ ઊંચા આવી ગયા છે. ગેરકાયદે ખનન થવાને લઈને રેતીના બજારના ભાવ તેમની ઈચ્છા મુજબ વસુલવામાં આવી રહ્યા છે. જે ભાવમાં જે ગ્રાહક મળી રહ્યા છે તેને તે ભાવ આપવામાં આવી રહ્યો છે. ઉદ્યોગ વિભાગ નાલાગઢના સભ્ય સચિવ વિનીત કુમારે જણાવ્યું કે, સળિયા અને સિમેન્ટના ભાવ કંપની માંગ અને ઉત્પાદનના આધારે વધુ ઓછા થાય છે. વિભાગનું તેની ઉપર કોઈ નિયંત્રણ નથી.
મકાન બાંધકામની સામગ્રીમાં રૂપિયામાં :
બાંધકામ સામગ્રી – પહેલા – હવે
રેતી પ્રતિ ટ્રોલી – 2380 – 2940
કપચી પ્રતિ ટ્રોલી – 2520 – 3080
સળિયા પ્રતિ કિલો – 40 – 60
સિમેન્ટ પ્રતિ થેલી – 340 – 390
ઈંટ પ્રતિ ટ્રોલી – 4500 – 5600
મજુર પ્રતિ દિવસ – 500 – 700
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.