ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષસાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરે હાલમાં જે કાર ખરીદી તેની કિંમત અને ફીચર્સ...

સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરે હાલમાં જે કાર ખરીદી તેની કિંમત અને ફીચર્સ જાણીને ચકિત થઈ જશો.


લેમ્બોર્ગિનીએ જે કાર ભારતમાં પહેલી વખત લોન્ચ કરી તેને જુનિયર NTR એ તરત ખરીદી લીધી, જાણો તેના ફીચર્સ અને કિંમત.

વાત ભલે બોલીવુડ સેલેબ્સની હોય કે પછી સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારોની, દરેક કલાકારો પોતાની પર્સનાલિટી અને પોતાની એક્ટિંગ સ્કિલ્સ સિવાય પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નંદામુરી તારક રામા રાવ એટલે જુનિયર એનટીઆર (Jr NTR) પણ લાઈમલાઈટમાં છે, અને તેની પાછળનું કારણ તેમના ગેરેજમાં હાલમાં જ શામેલ થયેલી એક લક્ઝરી કાર છે.

જી હા, સુપરસ્ટાર જુનિયર એનટીઆરે હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે, જે ભારતની પહેલી ‘લેમ્બોર્ગિની ઉરસ ગ્રેફાઇટ કેપ્સુલ’ કાર છે (Lamborghini Urus Graphite capsule). નિરો નૉક્ટિસ મૈટે અને અરાસિંયો આર્ગોસના કલરમાં આ કાર એનટીઆરે બેંગલુરુના એક શોરૂમમાંથી ખરીદી, જેણે લક્ઝરીયસ કારની બાબતમાં દરેક સુપરસ્ટારને લગભગ પાછળ છોડી દીધા છે.

લેમ્બોર્ગિની ઉરસ ગ્રેફાઇટ કેપ્સુલ કારના ફીચર વિષે વાત કરીએ તો, આ કાર ફક્ત 3.6 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને 12.8 સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. આ સુંદરકારની મહત્તમ સ્પીડ 305 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્પીડ સિવાય તેમાં 3 ટીએફટી સ્ક્રીન્સ અને 6 ડ્રાઇવિંગ મોડ્સ છે.

આ કારના એન્જીનમાં કુલ 8 સિલિન્ડર છે. તેનું ડિસ્પ્લેસમેન્ટ 3,996 cm³ (243.85 cu in) છે. તેનો બોર એક્સ સ્ટ્રોક 86 x 86 mm (3.39 X 3.39 in) છે. તેનો મેક્સિમમ પાવર 650 CV (478 kW) @ 6,000 rpm છે. તેનો મેક્સિમમ ટૉર્ક 850 Nm (626,93 lb.-ft.) @ 2,250-4,500 rpm છે. અને મેક્સિમમ એન્જીન સ્પીડ 6,800 rpm છે.

કારની બ્રેકીંગ સિસ્ટમની વાત કરીએ તો, આગળના ભાગમાં એલ્યુમિનિયમ 10 પિસ્ટન બ્રેક કેલિપર્સ છે. અને પાછળ સિંગલ પિસ્ટન કેલિપર્સ છે. આ કારની આગળની બ્રેક કાર્બન-સીરામીકની છે, જેનો વ્યાસ 440 mm (17.32 in) અને જાડાઈ 40 mm (1.57 in) છે. તેમજ પાછળની બ્રેક પણ કાર્બન-સીરામીકની છે જેનો વ્યાસ 370 mm (14.57 in) અને જાડાઈ 30 mm (1.18 in) છે. કારનું ઇન્ટિરિયર એકદમ લક્ઝરી છે જેમાં ડ્યુઅલ ટોન કલર મળે છે.

રિપોર્ટ્સ અનુસાર, લેમ્બોર્ગિની ઉરસ ગ્રેફાઇટ કેપ્સુલ કાર એ લેમ્બોર્ગિની ઉરસ અને લેમ્બોર્ગિની ઉરસ પીક કારનું પ્રીમિયમ વર્ઝન છે જેને કંપનીએ પહેલી વાર ભારતમાં લોન્ચ કર્યું છે. ઉરસ અને ઉરસ પીકની કિંમત લગભગ 3.15 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, લેમ્બોર્ગિની ઉરસ ગ્રેફાઇટ કેપ્સુલની કિંમત લગભગ 4 થી 4.5 કરોડ રૂપિયા છે.

જુનિયર એનટીઆરના વર્કફ્રંટની વાત કરીએ તો તે જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ‘આરઆરઆર’ (RRR) માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની ઓપોઝીટ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ દેખાશે, જે આ ફિલ્મ દ્વારા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

એનટીઆરના અંગત જીવન વિષે વાત કરીએ તો, તેમણે બિઝનેસમેન શ્રીનાથ રાવની દીકરી લક્ષ્મી સાથે વર્ષ 2011 માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. આ કપલને બે વ્હાલા દીકરા છે જેમના નામ અભય રામ અને ભાર્ગવ રામ છે. બંને જણા પોતાના જીવનનો ખુબ આનંદ માણી રહ્યા છે.

જોકે એ વાતમાં કોઈ શંકા નથી કે જુનિયર એનટીઆરને કારોનો ઘણો શોખ છે, ત્યારે જ તો આ કાર લોન્ચ થતા જ તેમણે તેને ખરીદીને પોતાના ગેરેજની શોભા વધારી દીધી છે.

આ સ્ટોરી પોતાના મિત્રો અને સંબંધીઓ જે સાઉથની ફિલ્મો અને લક્ઝરી કારના દીવાના છે તેમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? તે કમેન્ટ કરીને જરૂર જણાવજો.

આ માહિતી બોલીવુડ શાદીશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
લેમ્બોર્ગિની કાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular