ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષસુરક્ષિત રોકાણ ઉપર મેળવવું છે FD કરતા વધારે વ્યાજ તો આ સ્કીમમાં...

સુરક્ષિત રોકાણ ઉપર મેળવવું છે FD કરતા વધારે વ્યાજ તો આ સ્કીમમાં કરો રોકાણ.


આ સ્કીમમાં રોકાણ કરવા પર મળે છે બેંક કરતા વધારે વ્યાજ, બાળકોના નામ ઉપર પણ ખોલી શકશો એકાઉન્ટ.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ હાલમાં ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર 5.4% વ્યાજ આપી રહી છે. જો તમે તમારા રોકાણ ઉપર તેનાથી વધુ રીટર્ન મેળવવા માગો છો, તો પોસ્ટ ઓફીસની નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ (NSC) સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આજે અમે તમને આ સ્કીમ વિષે જણાવવાના છીએ.

મળી રહે છે 6.8% વ્યાજ : એનએસસી સ્કીમમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે એનએસસીમાં કેટલી પણ રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની વધુમાં વધુ મર્યાદા નથી. એનએસસીમાં 5 વર્ષનો લોક ઇન પીરીયડ રહે છે.

ટેક્સમાં છૂટનો મળે છે લાભ : એનએસસી સ્કીમમાં રોકાણ કરવા ઉપર તમને ઇન્કમટેક્ષ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સમાં છૂટનો લાભ મળે છે. એક નાણાકીય વર્ષમાં એનએસસીમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર ટેક્સમાં છૂટ માટે ક્લેમ કરી શકો છો.

બાળકોના નામે પણ ખુલે છે ખાતું : એક 18 વર્ષની ઉંમરના વ્યક્તિ પોતે કે માઈનર તરફથી એનએસસીમાં રોકાણ કરી શકે છે. 3 વયસ્કોના નામ ઉપર સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે. આ સ્કીમમાં બાળકોના નામ ઉપર પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

જો બાળક 10 વર્ષથી નાની ઉંમરનું છે તો તેના નામ ઉપર માતા પિતા તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરમાં બાળક પોતાનું એકાઉન્ટ પોતે સંચાલિત કરી શકે છે, અને વયસ્ક થયા પછી તેને ખાતાની સંપૂર્ણ જવાબદારી મળી જાય છે.

આ એકાઉન્ટ બીજા વ્યક્તિના નામે ટ્રાંસફર પણ કરી શકાય છે : એનએસસીને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામ ઉપર ટ્રાંસફર કરી શકાય છે. તેના માટે જુના એનએસસી હોલ્ડરનું નામ દુર કરી નવા એનએસસી એકાઉન્ટ હોલ્ડરનું નામ એનએસસી એકાઉન્ટમાં જોડી શકાય છે.

5 વર્ષ પહેલા નહિ કરી શકો એકાઉન્ટ બંધ : અમે તમને આગળ જણાવી ચુક્યા છીએ તેમ આ એકાઉન્ટમાં 5 વર્ષનું લોક ઇન રહે છે. એટલે 5 વર્ષ પછી જ તમને તમારા પૈસા મળશે. રોકાણકર્તા દુનિયામાંથી વિદાય લે તો નોમીની સમય પહેલા ખાતું બંધ કરાવીને પૈસા ઉપાડી શકે છે. તે ઉપરાંત કોર્ટના આદેશ ઉપર પણ એકાઉન્ટ વચ્ચેથી બંધ કરી શકાય છે.

કેવી રીતે કરી શકો છો રોકાણ? જો તમે આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો કોઈ પણ પોસ્ટ ઓફીસમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો. દેશભરમાં ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફીસની સંખ્યા 1.5 લાખથી વધુ છે. તમે ક્યાય પણ આ એકાઉન્ટ ખોલાવી શકો છો.

દેશની મોટી બેંક 5 વર્ષની એફડી ઉપર કેટલું આપી રહી છે વ્યાજ?

બેંક – વ્યાજદર (%)

એસબીઆઈ – 5.40

પંજાબ નેશનલ બેંક – 5.25

બેંક ઓફ ઇન્ડિયા – 5.30

આઈસીઆઈસીઆઈ – 5.35

એચડી એફસી – 5.30

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular