એક વર્ષ પછી સુશાંતના ફેસબુક એકાઉન્ટમાં થઇ હલન ચલન, લોકોએ કહ્યું મહાનાયક ક્યારે પણ…
સુશાંત સિંહ રાજપૂતનું દુનિયામાંથી વિદાય લેવાનું રહસ્ય આજ સુધી ઉકેલાયેલુ નથી. 14 જુન 2020 ના રોજ તેમના ફેન્સ તે સમયે દંગ રહી ગયા હતા જયારે સુશાંતનું શ બ તેમના મુંબઈના બાંદ્રામાં આવેલા ફ્લેટમાં પંખા ઉપર લટકતું મળ્યું હતું. કોઈને વિશ્વાસ ન આવ્યો કે સુશાંત જેવા એક બુધ્ધીશાળી અને ઉત્તમ અભિનેતા આવું પગલું પણ ભરી શકે છે. પોલીસને સુશાંતના રૂમમાંથી કોઈ પણ સુસાઈટ નોટ મળી ન હતી. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી હતી કે સુશાંતે જીવન ટૂંકાવ્યું છે. પણ તેમના કુટુંબ અને કેટલાક ફેન્સ તેનેહ ત્યા ગણાવી રહ્યા હતા.
સુશાંતના કેસમાં ઘણા લાંબા સમય સુધી તપાસ થઇ, પણ આજ સુધી તેને લઈને કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી. સુશાંતે દુનિયા માંથી વિદાય લીધાને એક વર્ષથી ઉપર થઇ ગયું છે. અને ફેન્સ આજે પણ તેમને ખુબ યાદ કરે છે. સુશાંત સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા એક્ટીવ રહેતા હતા. તે એક એવા કલાકાર હતા જે પોતાના ફેન્સ કે કોમન મેનને પણ ફોલો કરતા હતા. એટલું જ નહિ સોશિયલ મીડિયા ઉપર તે પોતાના ફેન્સના પ્રશ્નોના જવાબ આપવામાં પણ ઘણા એક્ટીવ રહેતા હતા. તે બાબત તેમને બીજા કલાકારોથી અલગ બનાવતી હતી.
સુશાંતના ગયા પછી તેમનું સોશિયલ એકાઉન્ટ સુનુ પડી ગયું હતું. તેમાં કોઈ હલન ચલન જોવા મળી રહી ન હતી. પણ હાલમાં જ સુશાંતના ગયાના એક વર્ષ પછી અચાનક જ તેમના ફેસબુક એકાઉન્ટમાં હલન ચલન થઇ છે. પહેલા તેમના ફેસબુક પ્રોફાઈલની ડીટેલ અપડેટ કરવામાં આવી અને પછી સુશાંતનું ડીપી એટલે ફેસબુક પ્રોફાઈલ ફોટો અચાનકથી ચેંજ થઇ ગયો છે. તેમના પ્રોફાઈલમાં આ અપડેટ જોઈને ફેન્સ ચકિત થઇ ગયા. ઘણા તો ઈમોશનલ પણ થયા. તેઓ સોશિયલ મીડિયા ઉપર સુશાંતને પોત પોતાની રીતે જ શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા.
ઉદાહરણ જોઈએ તો એક વ્યક્તિએ લખ્યું, કદાચ આજે તમે જીવતા હોત તો… અન્ય એક યુઝર લખે છે કે, કદાચ તમે ખરેખર જીવતા હોત તો પોતાની ડીપી પોતે અપડેટ કરતા હોત. ત્યાર પછી સુશાંતના એક પ્રશંસકે લખ્યું કે, એક સેકંડ માટે મને લાગ્યું કે તે પાછા આવી ગયા. એક ફેને ભાવુક થઈને લખ્યું અમે તમને હજુ પણ મિસ કરીએ છીએ સુશ. પ્લીઝ પાછા આવી જાવ. એક યુઝરે કમેન્ટ કરી કે લેજેંડ (મહાનાયક) હંમેશા જીવિત રહે છે.
સુશાંત સિંહની આ ફેસબુક પ્રોફાઈલ પોતે અભિનેતાએ અપડેટ નથી કરી. પણ તેમની સોશિયલ મીડિયા ટીમે અપડેટ કરી છે. આ ડીપી ચેંજથી ઘટનાએ ફરીથી સુશાંતની યાદ અપાવી દીધી. ફેન્સને લાગ્યું કે તે પાછા તો નથી આવી ગયા ને! સુશાંતને ફેન્સનો જે રીતે પ્રેમ મળી રહ્યો છે તે શબ્દોમાં વર્ણન નથી કરી શકાતો.
ફેન્સ હજુ પણ સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આ કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી છે પણ કોઈ ચોક્કસ પરિણામ સામે નથી આવી રહ્યા. શરુઆતમાં આ તપાસને લઈને ઘણી ચર્ચાઓ પણ થતી હતી. પણ હવે એવું લાગી રહ્યું છે કે, કામગીરી ઠંડી પડી ગઈ છે અને સુશાંતના દુનિયા છોડીને જવાની ગુંચવણ વણઉકેલાયેલી જ રહી ગઈ છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.