બુધવાર, જૂન 7, 2023
Homeવિશેષસ્ટેટ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું – અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરી રહી છે, જાણો...

સ્ટેટ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું – અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરી રહી છે, જાણો આ વખતે તેનો ગ્રોથ કેટલો રહેશે?


સુધરી રહી છે અર્થવ્યવસ્થાની સ્થિતિ, એપ્રિલ-જુનમાં ગ્રોથ ડબલ ડિજિટમાં રહેવાનું SBI નું અનુમાન.

દેશની સૌથી મોટી બેંક State Bank of India (SBI) એ પોતાના રીસર્ચ રીપોર્ટ ‘SBI Ecowrap’ માં દેશની અર્થવ્યવસ્થા ગ્રોથ એપ્રિલ-જુન 2021 માં ડબલ ડિજિટમાં રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. તે આરબીઆઈના પ્રોજેક્શનથી ઘણું ઓછું છે. પણ રીપોર્ટમાં દેશની સાથે સાથે દુનિયામાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર.

દેશની અર્થવ્યવસ્થાનો ગ્રોથ : એસબીઆઈએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે, દેશનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુન ત્રિમાસિકમાં 18.5% રહી શકે છે. તે આ સમયગાળા માટે આરબીઆઈના અર્થવ્યવસ્થા ગ્રોથની આશાએ ઓછો છે. આરબીઆઈનું અનુમાન આ સમયગાળા માટે 21.4% ના ગ્રોથનું છે.

GVA વધશે 15% : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુનના ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં કેટલું વેલ્યુ એડીશન થશે, તેનું પણ અનુમાન એસબીઆઈએ પોતાના આ રીપોર્ટમાં દર્શાવ્યું છે. તે હિસાબે આ સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થામાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 15% રહેશે.

કંપનીઓનો ગ્રોથ પણ સારો : એસબીઆઈના રીપોર્ટ મુજબ કોર્પોરેટ રીકવરી પણ સારી જોવા મળી રહી છે. જો કંપનીઓના પરિણામ જોઈએ તો 2021-22 ના પહેલા ત્રિમાસિકમાં Corporate GVA માં ગ્રોથ થયો છે. દેશની 4,069 કંપનીઓનો કોર્પોરેટ જીવીએ આ સમયગાળામાં 28.4% વધ્યો છે. તે 2020-21 ના ત્રિમાસિકના ગ્રોથથી ઓછો છે.

દુનિયાની તમામ અર્થવ્યવસ્થાનો ગોર્થ ડબલ ડિજિટ : એસબીઆઈના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુનિયાના લગભગ તમામ દેશોનો અર્થવ્યવસ્થા ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે. 17 મુખ્ય અર્થવ્યવસ્થાનો એવરેજ રીયલ જીડીપી ગ્રોથ જાન્યુઆરી-માર્ચમાં 0.1% ઘટાડો થયો હતો જે એપ્રિલ-જુનમાં 12.2% રહ્યો છે.

લોકડાઉન ખુલતા જ વધશે ગતિ : રીપોર્ટમાં એસબીઆઈએ એક બીજી વાત ઉપર ધ્યાન અપાવ્યું છે કે, દુનિયાભરમાં ઓછી મોબીલીટીથી ઓછો જીડીપી ગ્રોથ અને વધુ મોબીલીટીથી વધુ જીડીપી ગ્રોથ જોવા મળ્યો છે. તેનો સીધો અર્થ છે કે લોકડાઉનમાં જેમ જેમ રાહત મળશે, લોકોનું આવવા જવાનું વધશે, તેમ તેમ અર્થવ્યવસ્થાની ગતિ પણ વધશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular