ગુરુવાર, જૂન 1, 2023
Homeવિશેષહનીમૂન માટે કે ફરવા માટે માલદિવ્સ જવાવાળા માટે આવ્યા સારા સમાચાર, પ્લેન...

હનીમૂન માટે કે ફરવા માટે માલદિવ્સ જવાવાળા માટે આવ્યા સારા સમાચાર, પ્લેન બુકીંગની રાહ નહિ જોવી પડે.


ભારતથી માલદીવ્સની રોમાંચક સફર, ટૂંક સમયમાં ફેરી રાઈડથી હનીમૂન ડેસ્ટીનેશન પહોંચશે કપલ.

હનીમૂન પર જવાવાળા ભારતીયો માટે માલદિવ્સ હંમેશાથી ફેવરીટ ફોરેન ડેસ્ટીનેશન રહ્યું છે. માલદિવ્સ જવા માટે પહેલા લોકોએ મુંબઈ, દિલ્હી કે અન્ય શહેરોથી ફ્લાઈટ લેવી પડતી હતી. પણ હવે તેમની સફર વધુ રોમાંચક થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ તમે વિમાન મુસાફરી સિવાય સમુદ્રી રસ્તેથી પણ માલદિવ્સ પહોંચી શકશો.

ભારતથી માલદિવ્સ સુધી ટૂંક સમયમાં જ ફેરી રાઈડ શરુ થવા જઈ રહી છે, જેની જોરદાર સફરનો આનંદ વહેલી તકે જ ભારતીય નાગરિકો ઉઠાવી શકશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદિવ્સના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે તેને લઈને એક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

કોચ્ચીથી માલેની સફર : ભારતથી માલદીવની ફેરી રાઈડ ઉપર લગભગ નવ વર્ષ પહેલા વાતચીત શરુ થઇ હતી, પણ બંને દેશોને જોડવાનો આ વિચાર હવે વહેલી તકે જ સાકાર થતો જોવા મળી શકે છે.

સમુદ્ર રસ્તે કોચ્ચી અને માલદીવના પાટનગર માલે વચ્ચેનું અંતર લગભગ 700 કી.મી. છે. આ અંતર કાપવામાં બોટને લગભગ 24 કલાકનો સમય લાગશે, પણ તેની દરેક પળ તમારા માટે યાદગાર સાબિત થશે.

ભારતના પશ્ચિમી ભાગથી પૂર્વી ભાગમાં જવા માટે ટ્રેનથી તમને જેટલો સમય લાગે છે, આ ફેરી રાઈડ દ્વારા તમે તેનાથી પણ ઓછા સમયમાં કોચ્ચીથી માલે પહોંચશો. કોચ્ચીથી કુલ્હુધુફૂશી એટોલ (પ્રસ્તાવિક ફેરી રાઈડનો એક પડાવ) સુધીનું અંતર લગભગ 500 કી.મી. છે, જે ઘણું સુંદર પણ છે.

કુલ્હુધુફૂશી એટોલથી માલેનું અંતર લગભગ 200 કી.મી. છે. આ 200 કી.મી.નું અંતર ઓછું થવાથી માલદીવ આઈલેન્ડમાં ઈંટરનલ કનેક્ટિવિટી પણ સારી રહેશે. બંને દેશોની સરકારોના અધિકારીઓએ તેની ઉપર ઝડપથી કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ફેરી રાઈડ ક્યારે શરુ થવા જઈ રહી છે તેને લઈને હજુ કોઈ જાણકારી મળી નથી. આ ફેરી રાઈડની ટીકીટ કોસ્ટને લઈને હાલમાં કોઈ જાણકારી નથી. લોકો આતુરતા પૂર્વક આ ફેરી રાઈડ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે.

હનીમૂન ઉપર જવા વાળા માટે તો આ પ્રવાસ ઘણો યાદગાર રહી શકે છે. ભારતના તમામ શહેરોથી માલદિવ્સની વિમાનની મુસાફરીનો ખર્ચ લગભગ 9,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધી આવે છે. ફ્લાઈટની ટીકીટની કિંમત વિમાન પ્રવાસમાં લાગતા સમય ઉપર આધારિત છે. તમે થોડા મહિના પહેલા તેની ટીકીટ બુક કરો તો તે સસ્તી પણ હોઈ શકે છે.

ક્યારે જાવ માલદિવ્સ? માલદિવ્સ ફરવાનો ઉત્તમ સમય નવેમ્બરથી એપ્રિલ વચ્ચે હોય છે. અહિયાં ગરમ તાપમાનમાં આઈલેન્ડનો પ્રવાસ તમને શાંતિ આપશે. જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે અહિયાં તાપમાન થોડું ઓછું રહે છે અને હળવા વરસાદથી હવામાન વધુ ખુશનુમા બની જાય છે.

મે થી સપ્ટેમ્બર વચ્ચે વધુ વરસાદ હોય છે અને વોટર એક્ટીવિટીજ બંધ રહે છે, એટલા માટે આ સમય વચ્ચે માલદિવ્સ જવાનો કોઈ ફાયદો નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular