જેઠાલાલની વહુ હવે દેખાય છે આવી અને કરે છે આ કામ, તેની સાથે ટપ્પુના લગ્ન કરાવવા માટે બાપુજીએ કરી હતી જીદ્દ.
સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને 13 વર્ષ થઇ ગયા છે. આટલા વર્ષો થવા છતાં ઘણા કલાકાર હજુ પણ શો સાથે જોડાયેલા છે, તો ઘણા કલાકાર એવા પણ છે જેમણે આ શો માંથી વિદાય લઇ લીધી છે. પણ આ કોમેડી શો માં ઘણા કલાકારોએ એવું કામ કર્યું જે એક કે બે એપિસોડમાં જ જોવા મળ્યા પણ દર્શકોએ તેમના પાત્ર ઘણા પસંદ આવ્યા. તે પાત્રો માંથી એક છે નાના ટપ્પુની પત્ની ટીના.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જુના એપિસોડમાં જોવા મળેલી ટીના નામની એક બાળકીના ટપ્પુ સાથે લગ્ન થાય છે એવું દેખાડવામાં આવ્યું હતું. તે માત્ર થોડા જ એપિસોડ માટે જ શો માં દેખાઈ હતી. પણ શું તમે જાણો છો કે કોણ છે તે ટીના?
કોણ છે ટપ્પુની ટીના? તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે નાની ઉંમરમાં જ ટપ્પુના ટીના નામની છોકરી સાથે લગ્ન થઇ જાય છે. જે જેઠાલાલ અને ગડા પરિવાર માટે મુશ્કેલી ઉભી કરી દે છે. ખૂબ જ નાની ઉંમરમાં ટીનાએ પોતાના સુંદર અભિનયથી દરેકના દિલ જીતી લીધા હતા. એક એકલી બાળકીએ જેઠાલાલના નાકમાં દમ લાવી દીધો હતો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે, શું છે ટીનાનું સાચું નામ અને હાલના દિવસોમાં તે શું કરે છે?
નુપુર ભટ્ટ છે ટીનાનું સાચું નામ : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નાના ટપ્પુની પત્નીના પાત્રમાં આવી ચુકેલી ટીનાનું સાચું નામ નુપુર ભટ્ટ છે. નુપુર હવે 20 વર્ષની થઇ ગઈ છે. 1999 માં જન્મેલી નુપુર ભટ્ટ સોશિયલ મીડિયા ઉપર ઘણી સક્રિય છે અને તે અવાર નવાર પોતાના સુંદર ફોટાથી ફેન્સના દિલ જીતતી રહી છે. નુપુર મનોરંજન જગતથી દુર પોતાનું એક મિમ પેજ ચલાવે છે.
સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે સુંદર ફોટા : ટીના ઉર્ફે નુપુર સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને તે અવાર નવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર તેના 7 હજારની આસપાસ ફોલોવર્સ છે. અસલ જીવનમાં નુપુર ઘણી સ્ટાઇલીશ છે. અને સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા જોયા પછી એ સ્પષ્ટ થાય છે કે તેને ફરવાનું ઘણું પસંદ છે.
13 વર્ષથી કરી રહી છે દર્શકોનું મનોરંજન : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દેશમાં સૌથી વધારે સમયથી પ્રસારિત થવાવાળી સીરીયલ છે. 28 જુલાઈ 2008 થી તેનું પ્રસારણ શરુ થયું છે અને તે અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધી 5 દિવસ આવે છે. જેને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. શો માં ઘણા કલાકાર આવ્યા અને ગયા, પણ દર્શકોનો પ્રેમ તેના પ્રત્યે ક્યારે પણ ઓછો ન થયો. આ શો ના દરેક પાત્ર ઘર ઘરમાં લોકપ્રિય છે. શો માં દિલીપ જોશી, જેઠાલાલ મુખ્ય ભૂમિકામાં છે.
દિશા વાકાણીએ શો માંથી બ્રેક લીધો હતો પણ હજુ સુધી તે પાછા આવ્યા નથી અને મેકર્સે તે સ્પષ્ટ કર્યું છે કે હવે દિશા શો માં પાછી નહિ આવે. તે ઉપરાંત શો માં ચંપકલાલ, ટપ્પુ, બબીતાજી અને પોપટલાલને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.
આ કોલમ ઉપર આધારિત શો : આ શો પત્રકાર અને નાટ્યકાર તારક મેહતાની કોલમ ‘દુનિયાને ઉંધા ચશ્મા’ ઉપર આધારિત છે. તારક મેહતા આ કોલમ ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા માટે લખતા હતા. સ્ટોરીની પુષ્ઠભૂમિમાં મુંબઈના ગોરેગાંવમાં આવેલી ગોકુલધામ સોસાયટી છે, જ્યાં બિઝનેસમેન જેઠાલાલ પોતાની પત્ની દયાબેન, દીકરા ટપ્પુ અને તેના પિતા ચંપકલાલ સાથે રહે છે. આ શો ટીઆરપી લીસ્ટમાં હંમેશા પોતાનું સ્થાન જાળવી રાખે છે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.