ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષહવે બીજાની ટિકિટ ઉપર કરો ટ્રેનમાં પ્રવાસ, જાણો ટિકિટ ટ્રાંસફરનો સરળ નિયમ...

હવે બીજાની ટિકિટ ઉપર કરો ટ્રેનમાં પ્રવાસ, જાણો ટિકિટ ટ્રાંસફરનો સરળ નિયમ અને રીત.


ટ્રેનમાં તમે બીજાની ટિકિટ ટ્રાન્સફર કરાવીને પોતે મુસાફરી કરી શકશો, જાણો રેલવેના નવા નિયમ અને તેની પ્રોસેસ વિષે.

ભારતીય રેલવેના પ્રવાસીઓ માટે એક મોટા રાહતના સમાચાર છે. હવે તમે કોઈ બીજાની કન્ફર્મ ટિકિટ ઉપર પણ પ્રવાસ કરી શકો છો. રેલવેના આ પગલાથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓને લાભ થશે. અત્યાર સુધી કોઈ બીજાની ટિકિટ ઉપર ટ્રેનમાં મુસાફરી કરવો ગુનો ગણાતો હતો.

હકીકતમાં, હંમેશા એવા પ્રકારના કેસ સામે આવે છે કે જેમાં ટિકિટ જેના નામ ઉપર હોય તે કોઈ કારણસર પ્રવાસ નથી કરી શકતા, તો તેના કુટુંબના બીજા સભ્ય તે ટિકિટ પર પ્રવાસ કરવા માંગે છે પણ તે એવું કરી શકતા. તેથી તેમની પાસે ટિકિટ કેન્સલ કરાવવાનો જ એક માત્ર વિકલ્પ રહેતો હતો.

ખાસ કરીને લગ્ન કે પછી કોઈ કૌટુંબિક કાર્યક્રમમાં સામેલ થવા માટે લેવામાં આવેલી ટ્રેનની ટિકિટ ઉપર કુટુંબના કોઈ બીજા સભ્ય પ્રવાસ ન કરી શકવાને કારણે લોકોને તકલીફ થતી હતી. કારણ કે ટિકિટ જે વ્યક્તિના નામ ઉપર હોય તે ટિકિટ ઉપર બીજા વ્યક્તિ પ્રવાસ કરી શકતા ન હતા. આથી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડતી હતી.

રેલવે મુસાફરોને કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા ઉપર આર્થિક રીતે નુકશાન થતું હતું, સાથે જ ફરી વખત કુટુંબના બીજા સભ્યને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકતી ન હતી. પણ હવે આ સમસ્યા માંથી પ્રવાસીઓને રાહત મળવાની છે. કારણ કે હવે રેલવેએ નિયમોમાં ફેરફાર કરી દીધા છે. હવે કન્ફર્મ ટિકિટ ઉપર કુટુંબના કોઈ બીજા સભ્ય પ્રવાસ કરી શકે છે. જે લોકો કન્ફર્મ ટિકિટ ઉપર પ્રવાસ નથી કરવા માંગતા તે પોતાના કુટુંબમાં કોઈના નામ ઉપર ટિકિટ ટ્રાંસફર કરી શકે છે.

ટિકિટ ટ્રાંસફર કરાવવા માટે એક એપ્લીકેશન સ્ટેશન માસ્તરને આપવાની રહેશે. આ પ્રક્રિયા પૂરી કર્યા પછી જ કન્ફર્મ ટિકિટ ઉપર કુટુંબના બીજા સભ્ય પ્રવાસ કરી શકે છે. રેલવે પ્રવાસી પોતાની કન્ફર્મ ટિકિટ માત્ર પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પતિ અને પત્નીના નામ ઉપર જ ટ્રાંસફર કરી શકે છે.

ટ્રેન ખુલવાના 48 કલાક પહેલા સુધી આ સુવિધાનો લાભ લઇ શકાય છે. જેના નામ ઉપર ટિકિટ છે, તેમણે વ્યક્તિગત રીતે રેલવે સ્ટેશન જઈને ટિકિટ ટ્રાંસફર કરવાની રહેશે. તેની સાથે જ ઓનલાઈન રીતે પણ આ પ્રક્રિયાને પૂરી કરી શકાય છે.

જોકે નવા નિયમ મુજબ તમે તમારી કન્ફર્મ ટિકિટ કોઈ મિત્રના નામ ઉપર ટ્રાંસફર નથી કરાવી શકતા. રેલવે વિભાગનું કહેવું છે કે, મિત્ર કે કોઈ બીજાના નામ ઉપર ટિકિટ ટ્રાંસફરની સુવિધાનો ખોટો ઉપયોગ થઇ શકે છે, એટલા માટે તેને મંજુરી નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular