શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeવિશેષ1 સપ્ટેમ્બરથી પીએફ, એલપીજી, જીએસટી વગેરે સાથે જોડાયેલા ઘણા નિયમ બદલાઈ રહ્યા...

1 સપ્ટેમ્બરથી પીએફ, એલપીજી, જીએસટી વગેરે સાથે જોડાયેલા ઘણા નિયમ બદલાઈ રહ્યા છે, જાણી લો કામની વાત.


તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે 1 સપ્ટેમ્બરથી બદલાઈ રહેલા આ નિયમો, જાણી લો નહિ તો મુશ્કેલી વધી જશે.

દર મહિનાની શરુઆતમાં ઘણા નિયમ બદલાઈ જાય છે. જેની અસર અમારી અને તમારી દિનચર્યા ઉપર પણ પડે છે. આવતા મહીને એટલે 1 સપ્ટેમ્બરથી પણ આધાર-પીએફ, જીએસટી, એલપીજી, ચેક ક્લીયરેંસ સહીત ઘણા નિયમ બદલાઈ રહ્યા છે. જેની અસર અમારા અને તમારા રોજીંદા જીવનની સાથે ખિસ્સા ઉપર પણ પડશે. આવો જાણીએ કે તે ક્યા ફેરફાર છે જે 1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યા છે.

આધાર કાર્ડ-પીએફ લીંક : અરજદાર પ્રોવીડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ સેક્શન 142, કોડ ઓફ સોશિયલ સિક્યોરિટીના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેના કારણે હવે આધાર કાર્ડ અને પીએફ એકાઉન્ટને લીંક કરવું ફરજીયાત બની ગયું છે. જો તમે પીએફ એકાઉન્ટથી આધાર કાર્ડને લીંક નથી કરતા તો 1 સપ્ટેમ્બરથી તમારે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

એલપીજી પ્રાઈઝ : એલપીજીની કિંમતોમાં કંપનીઓ 1 સપ્ટેમ્બરથી ફેરફાર કરી શકે છે. જુલાઈ મહિનામાં એલપીજી સીલીન્ડરની કિંમતોમાં 25.50 રૂપિયા અને ઓગસ્ટમાં 25 રૂપિયા વધારો થયો હતો. આ વર્ષે અત્યાર સુધી એલપીજીની કિંમતો 165 રૂપિયા વધારવામાં આવી ચુકી છે.

જીએસટી આર-1 : માલ અને સેવા કર (જીએસટી) માટે ઉદ્યોગોની સુવિધાઓનું પ્રબંધન કરવા વાળા જીએસટીએનએ કરદાતાઓ માટે જાહેર કરેલ એક સ્પષ્ટતામાં જણાવ્યું છે કે, કેન્દ્રીય જીએસટી નિયમો હેઠળ નિયમ-59 (6), 1 સપ્ટેમ્બર 2021 થી અમલમાં આવી જશે. આ નિયમ જીએસટીઆર-1 દાખલ કરવામાં પ્રતિબંધની જોગવાઈ કરે છે.

નિયમ અનુસાર, જો કોઈ રજીસ્ટર વેપારીએ છેલ્લા બે મહિના દરમિયાન ફોર્મ જીએસટીઆર-3બીમાં રીટર્ન નથી ભર્યું, તો તે રજીસ્ટર વ્યક્તિને માલ કે સેવાવો કે બંનેની આપવામાં આવેલી આપૂર્તિનું વિવરણ ફોર્મ જીએસટીઆર-1 માં દાખલ કરવાની મંજુરી નહિ મળે. એવા વેપારી જે ત્રિમાસિક રીટર્ન દાખલ કરે છે જો તેમણે છેલ્લા ટેક્સ ભરવાના સમયગાળા દરમિયાન ફોર્મ જીએસટીઆર-3બી માં રીટર્ન નથી ભર્યું તો તેના માટે પણ જીએસટીઆર-1 દાખલ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

એક્સીસ બેંક ચેક ક્લીયરેંસ : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020 માં ચેક ક્લીયરેંસને લઈને ન્યુ પોઝીટીવ પે સીસ્ટમ નોટીફાઈ કર્યું હતું. તે 1 જાન્યુઆરી 2021 થી લાગુ થઇ ગયું છે. ઘણી બેંકોએ પહેલા જ આ સીસ્ટમને લાગુ કરી દીધી હતી. પણ એક્સીસ બેંક 1 સપ્ટેમ્બર 2021 થી તેને લાગુ કરી રહી છે. બેંક તરફથી પોતાના ગ્રાહકોને એસએમએસ દ્વારા તેની જાણકારી આપવામાં આવી રહી છે.

શું છે પોઝીટીવ પે સીસ્ટમ? પોઝીટીવ પે સીસ્ટમ એક સ્વસંચાલિત ટુલ છે જે ચેક દ્વારા છેતરપીંડી કરવા ઉપર અંકુશ લગાવશે. તેના હેઠળ જે વ્યક્તિ ચેક આપશે, તેણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને પેમેન્ટની રકમ વિષે ફરી વખત જાણકારી આપવાની રહેશે.

ચેક આપવા વાળા વ્યક્તિ આ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ કે એટીએમ જેવા ઇલેક્ટ્રોનીક માધ્યમથી આપી શકે છે. ત્યાર પછી ચેક પેમેન્ટના પહેલા તે જાણકારીને ક્રોસ ચેક કરવામાં આવશે. જો તેમાં કોઈ ગોટાળા જોવા મળશે તો ચેકથી ચુકવણી નહિ કરવામાં આવે અને સંબંધિત બેંક શાખાને તેની જાણકારી આપવામાં આવશે.

એસબીઆઈ આધાર પેન લીંક : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને જણાવ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડને તમારા પાનકાર્ડ સાથે લીંક કરી લો. જો તમે એસબીઆઈના ગ્રાહક છો અને આ પ્રક્રિયા પૂરી નથી કરતા તો તમારે ઘણા પ્રકારની નાણાકીય લેવડ દેવડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular