વિશ્વાસ કરવો અઘરો છે પણ એક બાળક 10 વર્ષથી ફક્ત દહીં અને બ્રેડ જ ખાઈ રહ્યો છે, જાણો ચકિત કરી દેતો કિસ્સો.
આ દુનિયામાં ઘણી બીમારીઓ છે, જે ઘણી ખતરનાક પણ છે અને વિચિત્ર પણ. એવી જ એક વિચિત્ર એવી બીમારીથી 12 વર્ષનો છોકરો ઝઝુમી રહ્યો છે, જેના કારણે જ તે સામાન્ય બાળકોની જેમ દરેક વસ્તુ નથી ખાતો. બ્રેડ અને દહીં સિવાય જો કોઈ ત્રીજી વસ્તુ તેની સામે લાવવામાં આવે, તો તે બાળક રડવા લાગે છે. તેના માતા પિતા દ્વારા બીજી વસ્તુઓ ખવરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ તે સફળ ન થઇ શક્યા.
યુનાઇટેડ કિંગડમની નોરફોક સીટીના રહેવાસી માતા પિતા પોતાના 12 વર્ષના દીકરા એશ્ટન ફીશરની ડાયટને લઈને ઘણા દુઃખી છે. વધતી ઉંમર સાથે તે સામાન્ય બાળકોની જેમ જ દરેક વસ્તુ નથી ખાતો, જેથી તેનો યોગ્ય રીતે વિકાસ નથી થઇ શક્યો. તે છેલ્લા 10 વર્ષથી માત્ર બ્રેડ અને દહીં જ ખાય છે. તેના વિષે જયારે એશ્ટનના માતા પિતાએ ડોક્ટર સાથે વાત કરી, તો તેમને ચકિત કરી દે તેવી બીમારી વિષે જાણવા મળ્યું.
ડોકટરે જણાવ્યું કે છોકરાને ફૂડ ફોબિયા છે, જેના કારણે જ તેને ખાવામાં કાંઈ બીજું પસંદ નથી આવતું. બાળકની માં કારાએ જણાવ્યું કે, ગઈ જુલાઈમાં જયારે એશ્ટનને ઇટીંગ ડીસઓર્ડર સ્પેશ્યાલીસ્ટને બતાવવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે એશ્ટનને ખાવાથી જ ડર લાગે છે.
વેબસાઈટ મેટ્રો મુજબ, ઇટીંગ ડીસઓર્ડર સ્પેશ્યાલીસ્ટે જણાવ્યું કે એશ્ટનને Avoidant Restrictive Food Intake Disorder (ARFID) છે, જેના કારણે જ એશ્ટન કાંઈ પણ ખાવાથી ડરે છે અને માત્ર દહીં અને બ્રેડ જ તેને પસંદ આવે છે.
એશ્ટનની માં કારાએ જણાવ્યું કે, અમે તેના વિષે ઘણા ચિંતિત છીએ કેમ કે તેને એવા કોઈ પોષક તત્વ નથી મળી રહ્યા જેની તેને જરૂર છે. તે કાંઈ બીજું નથી ખાઈ શકતો, કેમ કે તે ભયાનક ડર સામે ઝઝૂમી રહ્યો છે.
એટલું જ નહિ 12 વર્ષના એશ્ટનની માં એ જણાવ્યું કે, ક્રીસમસ ઉપર ડીનર પાર્ટી દરમિયાન તે સ્વાદિષ્ટ વાનગી પણ ઘરમાં નથી બનાવતી, કેમ કે એશ્ટનને વાનગીની સુગંધ પણ પસંદ નથી.
એશ્ટનની માં એ જણાવ્યું કે, બાળપણ સુધી બધું સારું ચાલતું હતું, પણ જયારે તે મોટા ક્લાસમાં પહોંચ્યો અને તેના સાથીઓએ જોયુ કે તે સામાન્ય બાળકોની જેમ વસ્તુ નથી ખાતો, તો તે બધા માટે એશ્ટન ઘણો જ વિચિત્ર બની ગયો.
હવે એશ્ટનને કાઉંસલિંગ અને બીજી રીતે કાંઈક અલગ ખાવા માટે તૈયાર કરી રહ્યા છે. કારાએ જણાવ્યું કે, તેમાં આત્મવિશ્વાસ જાગી રહ્યો છે, તે બીજી વસ્તુ ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.