સપ્ટેમ્બરમાં કુલ 12 દિવસ રહેશે રજાઓ, તહેવારોના હિસાબે જ છે આ રજાઓનું લીસ્ટ.
આજકાલ આમ તો બેંક સાથે જોડાયેલા મોટાભાગના કામ ઓનલાઈન થઇ જાય છે, તેમ છતાં પણ કેટલાક કામ એવા હોય છે જેના માટે બેંકની શાખામાં જવું જ પડે છે. સપ્ટેમ્બર મહિનામાં બેંક કુલ 12 દિવસ બંધ રહેવાની છે. તેથી તમે જાણી લો કે બેંકોની રજા કયા કયા દિવસે છે.
આ રહેશે 6 વીકલી ઓફ : આરબીઆઈના નિયમો મુજબ બેંકોમાં હવે દર બીજા અને ચોથા શનિવારે રજા રહે છે. અને રવિવારે તો રજા જ હોય છે. એટલા માટે હવે બેંક કર્મચારીઓને 6 દિવસ વીકલી ઓફ મળે છે. આ વખતે સપ્ટેમ્બરમાં 5, 11, 12, 19, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ વીકલી ઓફ આવી રહ્યા છે. તેમાં 11 અને 25 તારીખે શનિવાર અને બીજા દિવસોમાં રવિવાર છે.
સપ્ટેમ્બરમાં આવશે આ તહેવાર પણ : આરબીઆઈના નિયમોના હિસાબે કેટલાક તહેવાર માટે ફરજીયાત બેંક હોલીડે હોય છે. જયારે કેટલાક રાજ્યોમાં અલગ અલગ તહેવારો ઉપર Negotiable Instrument Acts હેઠળ બેંકોની રજાઓ હોય છે. આ મહિનામાં આ પ્રકારના તહેવારોમાં શ્રીમંત શંકરદેવની તિથી, કર્મ પૂજા, ઇન્દ્રયાત્રા અને નારાયણ ગુરુ સમાધી દિવસ સામેલ છે.
આ છે રાજ્યોના હિસાબે રજાઓનું લીસ્ટ : તહેવારોની રજાઓમાં સૌથી પહેલો બેંક હોલીડે 8 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી માટે રહેશે. આ દિવસે શ્રીમંત શંકરદેવની તિથી છે. ત્યાર પછી 9 સપ્ટેમ્બરના રોજ હરીતાલિકા ત્રીજ છે, જેના લીધે ગંગકોટમાં બેંક બંધ રહેશે.
અને દેશના મોટાભાગના રાજ્યોમાં ગણેશ ચતુર્થી ઘણી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આથી બેંકોમાં 10 સપ્ટેમ્બરના રોજ તેની રજા રહેશે. કેટલીક જગ્યાએ આ રજા ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે 11 સપ્ટેમ્બરના રોજ પણ હોઈ શકે છે, જેમ કે પણજીમાં.
ત્યાર પછી 17 સપ્ટેમ્બરના રોજ રાચીમાં કરમા પૂજાને લીધે બેંક હોલીડે રહેશે. અને 20 સપ્ટેમ્બરના રોજ ગંગકોટમાં ઇન્દ્ર યાત્રાની રજા રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ કોચ્ચી અને તિરુવનંતપૂરમમાં શ્રી નારાયણ ગુરુ સમાધી દિવસને કારણે બેંક હોલીડે રહેશે.
(રાજ્યોના હિસાબે બેંકની રજાઓ નક્કી થાય છે, તેની જરૂરી નથી કે તમામ રાજ્યોમાં શનિ – રવિ સિવાયની રજાઓ એક જ દિવસે હોય.)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.