ભારતના આ મહાઠગે લોકોના કરોડો રૂપિયા પચાવ્યા, તેના ઘરમાં એવી મોંઘી ગાડીઓ મળી કે ફિલ્મ સ્ટાર પણ શરમાય.
200 કરોડ રૂપિયાની લુ ટ કરવા વાળા મહાઠગ સુકેશ ચંદ્રશેખરના ઘણા ઠેકાણા ઉપર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા. ઇડી દ્વારા મારીપા પોલના ચેન્નઈમાં સમુદ્રની બરોબર સામે આવેલા આલીશાન બંગલા ઉપર દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી 16 હાઈએંડ લકઝરી કારો, 82.50 લાખ રૂપિયા રોકડા અને 2 કી.ગ્રા. સોનાના ઘરેણા જપ્ત કર્યા.
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં ECIR નોંઘી હતી. ઠગરાજ સુકેશ ચંદ્રશેખરે જેલમાં બેસીને ઘણા મોટા વેપારીઓને તેમની વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં રાહત અપાવવાની વાત કરીને બધા પાસેથી અત્યાર સુધી 200 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. સુકેશે બધાને ફોન કરી પોતાને એક મોટો સરકારી અધિકારી ગણાવ્યો હતો.
તપાસ દરમિયાન જેલમાં પુરાયેલા સુકેશ પાસેથી 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા, જેને ફોરેંસીક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા. પાછળથી તપાસની વિગત દિલ્હી પોલીસની આર્થિક ગુન્હા શાખાને સ્થાનાંતરિત કરી દેવામાં આવી.
તે કેસમાં દિલ્હી પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 4 જેલ અધિકારી અને બીજા આરબીએલ બેંકના અધિકારી સામેલ છે.
ઈડી દ્વારા એક દરોડો આરબીએલ બેંકની વાઈસ પ્રેસિડેન્ટ કોમલ પોદ્દારના ઘરે પણ પાડવામાં આવ્યો, જ્યાંથી સાડા 82 લાખ રૂપિયા કેશ અને 2 કિલો સોનું મળ્યું છે. કેસનો ખુલાસો થયા પછી દિલ્હી પોલીસે કોમલ પોદ્દારની ધરપકડ કરી અને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા હતા.
સુકેશ અને લીનાના દરિયા કાંઠે આવેલા આલીશાન બંગલામાં બીએમ ડબ્લ્યુ, મર્સીડીઝ, બેંટલે અને રેંજ રોવર જેવી કરોડો રૂપિયાની ગાડીઓ ઉભી છે. જેમાં રોલ્સ રોયલ ઘોસ્ટ, બેંટલે બેંટેલા, ફેરારી 458 ઇટાલિયા, લેમ્બોર્ગિની, એસકેલાદે અને મર્સીડીઝ એએમજી 63 પણ શામેલ છે.
બંગલામાં કરોડો રૂપિયાના ઈંટીરીયર, માર્બલ, હોમ થીએટર અને તમામ આધુનિક સુખ સુવિધાઓ છે. બંગલાના કબાટો માંથી કરોડો રૂપિયાની કિંમતના ચશ્મા, બુટ, બેગ અને કપડા મળ્યા છે.
બુટ અને બેગ મોંઘી બ્રાંડના છે જેમાં ફરાગમો, ચેનલ, ડીઓર, લુઈસ વુઈટટોં અને હરમેસ શામેલ છે. બંગલામાં ફ્લોર ઉપર વર્સાચે જેવી મોંઘી બ્રાંડના કાર્પેટ અને ઇટાલીયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.