ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષ21 વર્ષથી સતત સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનોને રાખડી બાંધતી આવી...

21 વર્ષથી સતત સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનોને રાખડી બાંધતી આવી રહી છે આ બહેન.


દેશના જવાનોની એક એવી બહેન જે સતત 21 વર્ષથી સરહદ પર જઈને તેમને રાખડી બાંધે છે, અહીંથી મળી તેમને પ્રેરણા.

ભાઈ બહેનના પવિત્ર સંબંધોનું પ્રતિક છે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈઓના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમરની કામના કરે છે. અને ભાઈ આજીવન બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે.

મિત્રો આપણા દેશની ઘણી બહેનો એવી પણ છે, જે દર વર્ષે સરહદ ઉપર જઈને ભારતીય જવાનોને રાખડી બાંધે છે, કેમ કે તેને ખબર છે કે દેશની સેવામાં લાગેલા આપણા જવાન આ ખાસ દિવસે પોતાની સગી બહેનોને કેટલા યાદ કરતા હશે. તેઓ દેશની સેવા કરવા માટે પોતાની બધી ઈચ્છાઓ ભૂલી જાય છે. તો આવો આજે તમને પરિચય કરાવીએ દેશની એક એવી બહેનનો જે 21 વર્ષથી સતત સરહદ ઉપર જઈને વીર જવાનોને રાખડી બાંધી રહી છે.

જવાનોની આ ખાસ બહેનનું નામ ગૌરી બાલાપુરે છે, જે 21 વર્ષથી સતત સરહદ ઉપર જઈને દેશની સેવામાં લાગેલા જવાનોને રાખડી બાંધે છે. ગૌરી બાલાપુરે મધ્ય પ્રદેશના બૈતુલ જીલ્લાની રહેવાસી છે. અને હવે તેમનો સંબંધ એટલો મજબુત બની ગયો છે કે જયારે રજાઓ ગાળવા માટે જવાન પોતાના ઘરે જાય છે, તો પોતાની બહેન ગૌરીને મળવા પણ આવે છે.

કેવી રીતે મળી પ્રેરણા? આ પ્રશ્ન તમારા મગજમાં પણ આવી શકે છે કે ખરેખર ગૌરીને સરહદ ઉપર જઈને જવાનોને રાખડી બાંધવાની પ્રેરણા કેવી રીતે મળી? તેની પાછળ પણ એક ઘટના જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, જયારે દેશ કારગીલ યુ ધના ડર સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે તે દરમિયાન ટાઈગર હિલ ઉપર કબજો કરવામાં 600 જવાનો શહીદ થઇ ગયા હતા. બસ આ ઘટના પછી ગૌરીએ નક્કી કરી લીધું કે, તે દરવર્ષે સરહદ ઉપર જઈને જવાનોને રાખડી બાંધી આવશે.

બૈતુલ સાંસ્કૃતિક સમિતિ : કહેવામાં આવે છે કે ગૌરી બાલાપુરેએ બૈતુલ જીલ્લાની 10 બહેનો સાથે મળીને બૈતુલ સાંસ્કૃતિક સમિતિની રચના કરી અને સાથે જ એ પ્રતિજ્ઞા લીધી કે તે દર વર્ષે સરહદ ઉપર જઈને રક્ષાબંધનનું પર્વ જવાનો સાથે ઉજવશે. ગૌરી ચારે દિશાઓની સરહદો ઉપર ફરજ બજાવતા ઘણા જવાનોને રાખડી બાંધી ચુકી છે.

જોડાઈ ચુક્યા છે સંબંધ : જે જે સરહદ ઉપર ઉભા રહેલા જવાનોને ગૌરી રાખડી બાંધી ચુકી છે, તેમની સાથે ગૌરીનો એક સંબંધ બની ગયો છે. ગૌરીના સૌનિક ભાઈ તેમની રજાઓ દરમિયાન ગૌરીને મળવા આવે છે. ગૌરીને ભેંટ અને પત્ર મોકલે છે. સાથે જ લગ્ન કે કોઇ બીજા પ્રંસગમાં પણ સામેલ થવા માટે ગૌરીને આમંત્રણ પણ મોકલે છે. ગૌરીના સૈનિક ભાઈઓમાં મોટા અધિકારીથી લઈને સામાન્ય જવાન સુધીના તમામ લોકો શામેલ છે.

કો-રો-ના સંક્રમણને કારણે જ ન જઈ શકી : વર્ષ 2020 માં કો-રો-ના સંક્રમણને કારણે જ ગૌરી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સરહદ ઉપર ન જઈ શકી, પણ તેમણે સૌનિક ભાઈઓને રાખડી પોસ્ટ દ્વારા મોકલી. ગૌરી બૈતુલના રાષ્ટ્ર રક્ષા મિશન સમિતિની અધ્યક્ષ છે અને તેની સાથે બીજા પણ ઘણા સભ્ય જોડાઈ ચુક્યા છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular