સોમવાર, મે 29, 2023
Homeવિશેષ300 બાળકો માટે તારણહાર બની આ મહિલા, તેમણે જે કામ કર્યું છે...

300 બાળકો માટે તારણહાર બની આ મહિલા, તેમણે જે કામ કર્યું છે તે જાણીને તેમના પર ગર્વ થશે.


યુપીની બહાદુર મહિલા જેણે 300 બાળકોને કરાવ્યા આઝાદ, યોગી આદિત્યનાથની હાજરીમાં થઇ સન્માનિત.

ફિરોઝાબાદની એક મહિલા પોલીસે એવું કાર્ય કર્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગવર્નર આનંદી બેન પટેલ અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તેમને સન્માનિત કર્યા. 21 ઓગસ્ટે લખનઉના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં મિશન શક્તિ અંતર્ગત ફિરોઝાબાદની મહિલા પોલીસને પ્રશંસા આપીને સન્માનિત કરવામાં આવ્યા.

ફિરોઝાબાદની એન્ટી ટ્રેફિકિંગ યુનિટમાં કામ કરતી 30 વર્ષીય મહિલા પોલીસ રિંકી સિંહે બાળ શ્રમિકો (બાળ મજૂરો) ના ઉત્થાન અને તેમનું બાળપણ બચાવવા માટે અભિયાન ચલાવી રાખ્યું છે. રિંકી સિંહ પોતાની ટીમ સાથે તે બાળ શ્રમિકોને આઝાદ કરાવે છે જે ઢાબા પર, હોટેલમાં, રેસ્ટોરેન્ટમાં, કંદોઈની દુકાન પર, ગેરેજમાં મજૂરી કરે છે.

એવા બાળ શ્રમિકોને રિંકી સિંહ અને તેમની ટીમ શોધે છે અને તેમને બાળ શ્રમથી મુક્ત કરાવે છે. મહિલા પોલીસ રિંકી સિંહે પોતાના કામથી દરેકને પ્રભાવિત કર્યા છે. તેમના પ્રયત્નોને કારણે એન્ટી હ્યુમન ટ્રેફિકિંગમાં ફિરોઝાબાદે ઉત્તમ કામ કર્યું છે. બાળ ભિક્ષુકોના રેસ્ક્યુમાં પણ ફિરોઝાબાદે ઉત્તમ કામ કર્યું છે.

30 વર્ષીય મહિલા પોલીસ દ્વારા કરવામાં આવેલા કામોની ઉત્તર પ્રદેશ સરકારે ઘણી પ્રશંસા કરી છે, અને 21 ઓગસ્ટના રોજ લખનઉમાં એક ભવ્ય કાર્યક્રમમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમને એક પ્રશંસા પત્ર, એક મોબાઈલ ફોન આપીને સન્માનિત કરવામાં આવ્યા.

રિંકી સિંહે જણાવ્યું કે, બાળ શ્રમિકોને મુક્ત કરાવીને તેમને સરકારી સ્કૂલોમાં મુકવામાં આવે છે, જ્યાં તેમને મફતમાં ભણાવવામાં આવે છે. બાળ શ્રમિકોના પરિવારને પણ સરકાર દ્વારા દર મહિને ભથ્થું પણ આપવામાં આવે છે, જેથી તે બાળ શ્રમિકો ભણતા પણ રહે અને સાથે જ તેમના પરિવારને થોડી આર્થિક મદદ પણ મળે.

રિંકી સિંહે વર્ષ 2020 માં ચાઈલ્ડ લેબર અભિયાન અંતર્ગત જ 153 બાળ શ્રમિકોને મુક્ત કરાવીને તેમને ગૂંગણામણ ભરેલા જીવનમાંથી છુટકારો અપાવીને નવું જીવન આપ્યું છે. એટલું જ નહિ રિંકી સિંહે વર્ષ 2020 માં 90 એવા બાળ ભિક્ષુકોને પણ મુક્ત કરાવ્યા છે, જે કોઈને કોઈ કારણે ચાર રસ્તા, ગલીઓમાં અથવા મંદિર પાસે ભીખ માંગે છે.

વર્ષ 2021 માં અત્યાર સુધી રિંકી સિંહે પોતાની ટીમ સાથે 57 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. રિંકી સિંહે જણાવ્યું કે, તે બાળ શ્રમિકોને છોડાવ્યા પછી તેમને સીડબલ્યુસી એટલે બાળ કલ્યાણ સમિતિની સામે રજુ કરવાના હોય છે, ત્યારબાદ સમિતિ નિર્ણય લે છે કે તે બાળકોને ક્યાં મોકલવા છે.

રિંકી સિંહની ટીમમાં બે મહિલાઓ અને 5 પુરુષો છે. બધા એક ગાડીમાં નીકળે છે અને હોટલ, ઢાબા, ચાર રસ્તા, ગેરેજમાં બાળ શ્રમિકોને શોધે છે. ફિરોઝાબાદના એસએસપી અશોક કુમાર શુક્લાએ કહ્યું કે, જે લોકો એવું સમજે છે કે પોલીસ વિભાગમાં મહિલાઓ પુરુષો જેવું કામ નથી કરી શકતી, તેમણે એ પણ જાણી લેવું જોઈએ કે હાલમાં રમાયેલી ઓલમ્પિકમાં મહિલાઓએ જ સૌથી વધારે મેડલ જીત્યા છે, એટલા માટે ફોર્સમાં કોઈ પણ રીતે મહિલાને પુરુષો કરતા ઓછી આંકવી જોઈએ નહિ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular