રવિવાર, એપ્રિલ 2, 2023
Homeવિશેષ4 વર્ષ પછી અવકાશમાં કરી શકશો 6 કલાકનો પ્રવાસ, માત્ર 79 હજાર...

4 વર્ષ પછી અવકાશમાં કરી શકશો 6 કલાકનો પ્રવાસ, માત્ર 79 હજાર રૂપિયામાં બુક કરાવો તમારી સીટ.


આ કંપની સૌથી ઓછા ખર્ચે કરાવશે અવકાશનો પ્રવાસ, પૃથ્વીની બહારથી પૃથ્વીને તેમજ અવકાશના દ્રશ્યો જોઈ શકશો.

જો તમે અવકાશના પ્રવાસ ઉપર જવા માંગો છો તો તમારે કરોડો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. એક કેનેડિયન કંપની છે જે લોકોને વર્ષ 2025 માં અવકાશના પ્રવાસ ઉપર લઇ જશે. જેનું ભાડું તમારી ગણતરીથી ઘણું ઓછું છે. તમે માત્ર 1360 કેનેડિયન ડોલર્સ (આશરે 79 હજાર રૂપિયા) માં અવકાશનો 6 કલાકનો પ્રવાસ કરી શકો છો. આ કંપનીની સાઈટ ઉપર જઈને તમારી સીટ બુક કરાવી શકો છો.

જે કંપની લોકોને અવકાશના પ્રવાસ ઉપર લઇ જશે તેનું નામ છે સ્પેસ પર્સપેક્ટીવ (Space Perspective). તેની ઓફર સાંભળવામાં તો અશક્ય જેવી લાગે છે કે આ આટલા સસ્તા ભાવે કોઈ અવકાશનો પ્રવાસ કેવી રીતે કરાવી શકે છે? જેફ બેઝોસની કંપની બ્લુ ઓરીજીન અને રિચર્ડ બ્રેનસનની કંપની વર્જીન ગેલીક્ટીક કરોડો રૂપિયામાં અવકાશનો પ્રવાસ કરાવી રહી છે. સ્પેસ પર્સપેક્ટીવની સ્પેસશીપમાં વધુ લોકોના બેસવાની ક્ષમતા છે, એટલા માટે તેમણે સીટ બુક કરવાની કિંમત ઓછી રાખી છે.

સ્પેસ પર્સપેક્ટીવે પોતાની સ્પેસશીપ નેપ્ચ્યુન (Spaceship Neptune) માં પ્રવાસ કરવા માટે 1360 કેનેડિયન ડોલર્સ એટલે આશરે 79 હજાર રૂપિયા પ્રતિ સીટ કિંમત રાખી છે. આ સ્પેસશીપ તમને ધરતી ઉપરથી ઘણે ઉપર લઇ જશે. કંપનીએ એ નથી જણાવ્યું કે, વધુમાં વધુ ઉંચાઈ કેટલી રહેશે? પછી ત્યાંથી તેમનું યાન એટલે સ્પેસશીપ નેપચ્યુન તમને સુરક્ષિત જમીન ઉપર લઇ આવશે. આ પ્રવાસ લગભગ 6 કલાકનો રહેશે. ફાયદો એ થશે કે તમારા નામ આગળ એસ્ટ્રોનોટ લાગી જશે.

સ્પેસ પર્સપેક્ટીવ કંપની હાલ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઓપરેટ થઇ રહી છે. તેની પહેલી સફળ પરીક્ષણ ઉડાન જુનમાં થઇ ચુકી છે. તેના માટે કંપનીએ એક મોટો ફુગ્ગો બનાવ્યો હતો જેની મદદથી તેમનું સ્પેશશીપ નેપચ્યુન અવકાશ સુધી ગયું હતું. આ ફુગ્ગો તે વખતે લગભગ 1 લાખ ફૂટ એટલે પૃથ્વીથી 3 કી.મી.થી થોડે વધુ ઉંચાઈ સુધી ગયો હતો.

હાલ આ કંપનીના સ્પેસ ક્રાફ્ટ નેપચ્યુનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. બધા સફળ પરીક્ષણો પછી તેનું લોન્ચિંગ કદાચ 2024 માં થશે. તેમના સ્પેસશીપ નેપચ્યુનમાં 360 ડીગ્રી વ્યુ જોવાની વ્યવસ્થા હશે. રીક્લાઈનર આરામદાયક ખુરશીઓ હશે. વાઈ ફાઈ અને રીફ્રેશમેંટ બાર હશે. કેપ્સુલના મેન ડેક નીચે વોશરૂમ પણ હશે. તે ઉપરાંત એંટી ગ્લેયર બારીઓ હશે, જેના દ્વારા લોકો અવકાશમાંથી ધરતી પર જોઈ શકશે કે પછી અવકાશના દ્રશ્યો જોઈ શકશે.

સ્પેસશીપ નેપચ્યુનમાં એક વખતમાં 20 લોકો અવકાશના પ્રવાસ ઉપર જઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ કંપની લોકોને પહેલી વખત અવકાશનો લકઝરી પ્રવાસ કરાવશે. શરૂઆતમાં પ્રવાસ ઉપર માત્ર 8 લોકોને મોકલવામાં આવશે. સીટના બુકિંગ માટે તમારે 79 હજાર રૂપિયા આપવાના રહેશે પણ પછી તમારે સીટ કન્ફર્મ કરીને, પ્રવાસ કરવા અને સ્પેસ લકઝરીની મજા લેવા માટે 1.57 લાખ કેનેડિયન ડોલર્સ એટલે લગભગ 91 લાખ રૂપિયા બીજા આપવા પડશે. તે તો આમ પણ બીજી તે કંપનીઓથી ઓછા છે જે અવકાશના પ્રવાસ માટે તેનાથી કેટલાય ગણા વધુ પૈસા લઇ રહી છે.

કંપનીના સંસ્થાપક જેન પોઈંનટર અને ટેબર મેક્કુલમે જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો અવકાશના પ્રવાસની મજા લે. સુરક્ષિત જાવ અને યાદગાર પળોને જીવીને સુરક્ષિત પાછા આવી જાવ. જેને જણાવ્યું કે, તેમની કંપનીમાં નાસા સહીત દુનિયાની ઘણી સ્પેસ એજન્સીઓને છોડીને આવેલા વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં તેમને નાસાની પણ મદદ મળી રહી છે. આ 6 કલાકના પ્રવાસમાં બે કલાક જવાના, બે કલાક આવવાના અને બે કલાક અવકાશમાં પસાર કરવાની તક મળશે. એટલે દરેક પ્રવાસી પોતાના સપનાને પુરા થતા આરામથી જોઈ શકે છે.

સ્પેસશીપ નેપચ્યુનને અવકાશમાં લઇ જનારો ફુગ્ગો એક ફૂટબોલ સ્ટેડીયમ જેવડો છે. તે એટલો શક્તિશાળી છે કે આરામથી તમને ધરતી અને અવકાશની શરુઆતની સરહદ સુધી લઇ જઈને તમને દુનિયાના સૌથી ઉત્તમ દ્રશ્યનો આનંદ અપાવી શકે છે. તમે ત્યાંથી ધરતીને ગોળાકાર આકારમાં જોઈ શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular