પોતાના દીકરાના મિત્ર સાથે મહિલાને થયો પ્રેમ, બધું ભૂલીને કરી લીધા લગ્ન, હવે આવું જીવન જીવે છે.
લાઈફ પાર્ટનર્સની ઉંમરમાં અંતરની ઘણી સ્ટોરીઓ સાંભળી હશે પણ આ સ્ટોરી તમને ચકિત કરી દેશે. 7 બાળકોની માં મર્લિન બટીગીએગે પોતે પણ કલ્પના નહિ કરી હોય કે પોતાના દીકરાના જે મિત્રને તે વિડીયો ગેમ રમવાની ના પાડવાનું વિચારી રહી હતી, તે તેનો લાઈફ પાર્ટનર બની જશે. પોતાના દીકરાના મિત્ર વિલિયમ સ્મિથના પ્રેમમાં પડેલી મર્લિને ન માત્ર પોતાનાથી અડધી ઉંમરના આ પાર્ટનર સાથે લગ્ન કર્યા, પણ તેના માટે તેમણે આખી દુનિયાના મેણાં પણ સાંભળ્યા. આ દંપતીના લગ્નને હવે 12 વર્ષ પુરા થઇ ગયા છે.
35 વર્ષની હતી મર્લિન :
તે સમયે મર્લિન 35 વર્ષની હતી અને પોતાના બાળકો સાથે વેસ્ટ સસેક્સની કોલોનીમાં રહેતી હતી. ત્યારે દીકરાના 16 વર્ષના મિત્ર વિલિયમે તેમને ઘરના કામ કરવામાં મદદ કરવાની ઓફર કરી હતી. મર્લિન મસલ પેઈનની બીમારીથી પરેશાન હતી. ત્યારે મર્લિન અને વિલિયમ એક બીજા તરફ આકર્ષિત થયા હતા.
આઘાતમાં સરી ગયા હતા બંને કુટુંબ : મર્લિન જણાવે છે કે, આ નિર્ણયથી બંને જણાના કુટુંબને આઘાત લાગ્યો હતો. મર્લિનનું કુટુંબ તેમના મિત્રતાના સંબંધને સમજી ગયું હતું, કેમ કે વિલિયમ તેમની ઘણી મદદ કરી રહ્યો હતો. ક્લીનીંગ બિઝનેસ ચલાવવા વાળી મર્લિન જણાવે છે કે, હું વિલિયમના જીવન માંથી જવા માંગતી ન હતી અને ન તો ફરીથી બાળકો ઇચ્છતી હતી. પણ મેં ક્યારે પણ વિલિયમને ફેમીલી બનાવવાથી નથી રોક્યો. જો તે ઈચ્છે તો એમ કરી શકે છે.
તે મારી ડ્રીમ વુમન છે : ધંધાથી ફિલ્મ પ્રોડ્યુસર વિલિયમ જણાવે છે, મને ખબર હતી કે અમારી વચ્ચે કાંઈક વિશેષ છે. તે મારી ડ્રીમ વુમન હતી અને હજુ પણ છે.
આ નવા સંબંધ પછી દંપતી વહેલી તકે સાથે પણ રહેવા લાગ્યા હતા. આ સંબંધને કારણે મર્લિનના એક બાળકે તેમની સાથે સંબંધ તોડી દીધો અને વિલિયમની ફેમીલીએ પણ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પણ દંપતીનું કહેવું છે કે અમે તેમ છતાં પણ ખુશ છીએ.
લગ્નના 12 વર્ષ થઇ ગયા : ફેબ્રુઆરી 2009 માં આ દંપતીએ લગ્ન કરી લીધા હતા, તે હનીમુન ઉપર પણ ગયા હતા. તેમના લગ્નના હવે 12 વર્ષ થઇ ગયા છે, અને તેમને સાથે રહેવાના 15 વર્ષ થઇ ગયા છે. આટલા વર્ષો પછી પણ વિલિયમ અને મર્લિને લોકોની ટી કા સહન કરવી પડે છે. મર્લિન જણાવે છે, લોકો અમને ધારી ધારીને જુવે છે પણ અમને અમારા સંબંધ ઉપર ગર્વ છે.
હવે પોતાની ઉપર ફિલ્મ બનાવવાની તૈયારી : હવે આ દંપતી પોતાના જેવી અપરંપરાગત લવ સ્ટોરી ઉપર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. તેના માટે તે પૈસા એકઠા કરી રહ્યા છે. મર્લિન જણાવે છે કે, મને લાગે છે કે લોકોની ધારણાઓને બદલવાની જરૂર છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ બીજા વ્યક્તિ મને વિલિયમથી વધુ પ્રેમ કરશે. મને તેની ઉપર વિશ્વાસ છે, તેની ઉપર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છીએ.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.