છોકરીએ ડેટ પર કરી એવી હરકતો કે છોકરો પોતાના ભાગનું ડીનરનું બિલ આપીને જતો રહ્યો, જાણો એવું તે શું કર્યું છોકરીએ?
એક વ્યક્તિ પોતાની મહિલા મિત્રને હોટલ લઇ ગયો. હોટલમાં તેમણે જમવાનો ઓર્ડર કર્યો અને સાથે બેસીને ભોજન કર્યું. પણ અહિયાં કાંઈક એવું બન્યું કે વ્યક્તિ અને મહિલા મિત્ર વચ્ચે અણબનાવ થઇ ગયો. ત્યાર પછી વ્યક્તિ નારાજ થઇ ગયો અને પોતાનું બીલ આપીને મહિલા દોસ્તને ત્યાં હોટલમાં છોડીને જતો રહ્યો. આવો વિસ્તારથી જાણીએ કે શું થયું હતું?
ખાસ કરીને બ્રિટનના એક વ્યક્તિએ છોકરી સાથે ડેટિંગના પોતાના કડવા અનુભવોને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા. તેણે ખુલાસો કર્યો કે તેની મહિલા મિત્ર એટલી અપ્રિય હતી કે તે તેને ફરીથી જોવા માંગતો નથી.
વ્યક્તિએ એ પણ જણાવ્યું કે તે પોતાની ડેટથી એટલો દુઃખી હતો કે તેણે નિર્ણય લીધો કે તે તેના (છોકરી) ડીનરના બિલની ચુકવણી નહિ કરે. વ્યક્તિએ પોતાના ભાગનું પેમેંટ કર્યું અને હોટલમાંથી જતો રહ્યો. એમ કરવાથી મહિલા નારાજ થઇ ગઈ.
વ્યક્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હાલમાં જ હું આ છોકરી સાથે બીજી ડેટ ઉપર ગયો હતો. અમે એક વખત મળ્યા અને પહેલી ડેટ ઉપર ડ્રીંક ખરીદ્યું પણ ડેટ એટલી સારી ન રહી. છેલ્લે મારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દેવું પડ્યું.
વ્યક્તિએ જણાવ્યું કે, અમારી ડેટ ઘણી ખરાબ હતી. તે (છોકરી) 20 મિનીટ મોડી આવી હતી, તે મારાથી રિસાઈ જતી હતી (જે નવી વાત ન હતી), વેટર્સ સાથે તેનું વર્તન અસભ્ય હતું, તેણીએ હોટલથી લઈને ડીનર સુધી, મારા પહેરવેશ અને વર્તન સુધી દરેક બાબતો વિષે ફરિયાદ કરી.
જયારે બીલ આવ્યું તો મેં નિર્ણય લીધો કે કદાચ મારે તેને ફરી વખત ન મળવું જોઈએ, એટલા માટે જયારે વેઇટર આવ્યો અને બીલ વિષે પૂછ્યું, તો મેં બીલના ભાગ કરવાનું કહ્યું, તેથી છોકરીએ કહ્યું કે – તારામાં મહિલા મિત્ર સાથે વાત કરવાની સભ્યતા નથી. કોઈ છોકરીને કેવી રીતે સ્પેશ્યલ ફિલ કરાવવામાં આવે છે તે તું નથી જાણતો.
છોકરીએ જણાવ્યું કે, હું મારું પર્સ લઈને આવી નથી. એટલા માટે તેણે તે વ્યક્તિને બીલ આપવા કહ્યું, પણ તે વ્યક્તિએ બીલનું પેમેંટ ન કર્યું. તેણે બંનેના અલગ અલગ બીલ મંગાવ્યા. એટલું જ નહિ બીલ આપ્યા પછી વ્યક્તિ હોટલમાંથી જતો રહ્યો.
હાલ બંનેએ એક બીજાને સોશિયલ સાઈટ ઉપર બ્લોક કરી દીધા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.