રવિવાર, જૂન 4, 2023
Homeઅજબ-ગજબશું ગોલ્ડ મેડલ ખરેખર સોના માંથી બનેલા હોય છે? છેવટે શું છે...

શું ગોલ્ડ મેડલ ખરેખર સોના માંથી બનેલા હોય છે? છેવટે શું છે ઓલમ્પિક મેડલની સાચી કિંમત?

ઓલમ્પિકમાં આપવામાં આવતા ગોલ્ડ મેડલ ખરેખર સોનાના હોય છે? જાણો તેની સાથે જોડાયેલી રોચક વાતો.

આ વર્ષે ટોક્યો ઓલમ્પિક્સમાં દરેક એથલીટે આ સોનેરી અવસરનો લાભ લેવા પ્રયત્ન કર્યો કે જેથી ઈતિહાસના પાનાં ઉપર તેમનું નામ નોંધાઈ જાય અને દેશના નામે ગર્વ જ નહિ પણ મેડલ્સ પણ નોંધાય.

આ કિંમતી મેડલ્સ મેળવવા માટે એથલીટસે પોતાની સંપૂર્ણ મહેનત લગાવી દીધી. તેમને મળેલા મેડલ સાહસ, અનુશાસન અને અસંખ્ય ત્યાગની નિશાની છે, જેને તેઓ ગર્વથી પોતાના ગળામાં પહેરી તેને શોભાવે છે. પણ આ મેડલ્સની સાચી કિંમત ખરેખર શું હશે? આવો તમને તેના વિષે જણાવીએ.

એ તો તમને ખબર જ હશે કે ત્રણ પ્રકારના મેડલ વિજેતાના ગળાને શોભાવે છે. ગોલ્ડ મેડલ (સ્વર્ણ પદક), સિલ્વર મેડલ (રજત પદક) અને બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક). ઓલમ્પિક ચેમ્પિયનને પહેલી વખત ગોલ્ડ મેડલ અમેરિકાના સેન્ટ લુઇસમાં આયોજિત 1904 ની ઓલમ્પિક રમતો દરમિયાન આપવામાં આવ્યા હતા. તે પહેલા સોનાને ઘણું મોંઘુ માનવામાં આવતું હતું એટલા માટે વિજેતાને સિલ્વર મેડલ અને ઉપવિજેતાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવતા હતા, જયારે ત્રીજા સ્થાન માટે કોઈ મેડલ ન હતા.

એટલું જ નહિ, 1912 સુધી ઓલમ્પિક મેડલ્સના ગોલ્ડ મેડલ શુદ્ધ સોના માંથી બનતા હતા. પણ પહેલા વિશ્વ યુ ધપછી દેશોએ ગોલ્ડ મેડલને ચાંદી માંથી બનાવવાનું શરુ કરી દીધું અને તેની ઉપર સોનાનું પડ ચડાવવા લાગ્યા.

આ વર્ષે ટોક્યો ઓલમ્પિકમાં વિજેતાઓને મળેલા મેડલ ઘણા પ્રકારની ધાતુઓ માંથી બન્યા છે. ટોક્યો ઓલમ્પિક્સ મેડલને Junichi Kawanishi એ ડિઝાઇન કર્યા છે.

ગોલ્ડ મેડલ : આ મેડલ 556 ગ્રામનું હોય છે. તેની ઉપર શુદ્ધ ચાંદી ઉપર 6 ગ્રામથી વધુ સોનું ચડે છે. બીબીસીના એક રીપોર્ટ મુજબ, આ વર્ષે ઓલમ્પિક રમતોમાં જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે તેની કિંમત 55,000 રૂપિયા છે.

સિલ્વર મેડલ : ઉપ વિજેતાને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવે છે. તે 550 ગ્રામનું હોય છે અને શુદ્ધ ચાંદી માંથી બનેલુ હોય છે. આ વર્ષે ઓલમ્પિક રમતોમાં આપવામાં આવેલા આ મેડલની કિંમત લગભગ 31,000 રૂપિયા છે

બ્રોન્ઝ મેડલ : બીજા ઉપ વિજેતાને બ્રોન્ઝ મેડલ મળે છે, તે 450 ગ્રામનું હોય છે. તે 95 % તાંબુ અને 5 % ઝીંક મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેની કિંમત લગભગ 515 રૂપિયાની હોય છે.

એવું ઘણું ઓછું બન્યું છે પણ ઘણી વખત આર્થિક તંગી કે ચેરીટી માટે કેટલાક ઓલમ્પિક વિજેતાઓને પોતાના મેડલ વેચ્યા છે. હરાજીમાં તે મેડલ્સની કિંમત 1,33,45,954 (1.33 કરોડ) રૂપિયા સુધી ગઈ છે.

આમ તો કહેવા માટે આ મેડલ્સની કિંમત છે, પણ તે મેડલ્સ જે સિદ્ધીનું પ્રતિનિધિત્વ કરે છે તેને આ દુનિયાની કોઈ પણ સંખ્યામાં નથી માપી શકાતી.

આ માહિતી સ્કૉપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular