શનિવાર, જૂન 3, 2023
Homeઅજબ-ગજબરોજિંદા જીવનમાં તમે ATM, PAN, PDF, SIM વગેરે વાપરો છો, પણ તમને...

રોજિંદા જીવનમાં તમે ATM, PAN, PDF, SIM વગેરે વાપરો છો, પણ તમને તેનું ફૂલ ફોર્મ ખબર છે?

SIM થી લઈને PDF સુધી, શું તમને ખબર છે તેના ફૂલ ફોર્મ શું છે? અહીં ચકાસો તમારું સામાન્ય જ્ઞાન પાવરફુલ છે કે નથી?

રોજીંદા જીવનમાં આપણે એટલા વ્યસ્ત બની જઈએ છીએ કે રોજ ઉપયોગમાં લેવામાં આવી રહેલી વસ્તુ વિષે હંમેશા ભૂલી જઈએ છીએ. મોબાઈલ ફોન યુઝર્સ સીમ કાર્ડનો ઉપયોગ કરે છે, પણ તેના ફૂલફોર્મ વિષે પૂછવામાં આવે તો મોટાભાગના લોકોને તેના વિષે ખબર નહિ હોય. તે રીતે જો પાનકાર્ડ વિષે પૂછવામાં આવે કે ખરેખર પાનકાર્ડનો અર્થ શું થાય છે? તો ભાગ્યે જ તેના વિષે કોઈ જાણતા હશે. આવો અમે તમને એવી જ પાંચ વસ્તુના ફૂલફોર્મ વિષે જણાવીએ.

સીમકાર્ડનું ફૂલફોર્મ : મોબાઈલ ફોન લીધા પછી નંબર માટે સીમ કાર્ડ ખરીદવું પડે છે, ત્યાર પછી યુઝર કોઈ બીજા નંબરનો સંપર્ક કરી શકે છે. તેનું ફૂલફોર્મ સબ્સક્રાઈબર આઈટેંટીટી મોડ્યુલ (Subscriber Identity Module) થાય છે.

PDF નું ફૂલફોર્મ : ઓનલાઈન ડોક્યુમેન્ટ હંમેશા પીડીએફ ફોર્મેટમાં જ હોય છે. ઓફીશીયલ કામોમાં પીડીએફ ફાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ફૂલફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (Portable Document Format) થાય છે.

PAN નું ફૂલફોર્મ : પાનકાર્ડને દેશમાં એક આઈડેંટીટી તરીકે યુઝ કરવામાં આવે છે તેનું ફૂલફોર્મ પર્મનેન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number) થાય છે.

IFSC નું ફૂલફોર્મ : બેંકિંગ સીસ્ટમમાં આઇએફએસસીનો યુઝ કરવામાં આવે છે. જયારે પણ પૈસા ટ્રાંસફર કરવાના હોય છે તો IFSC કોડની જરૂર પડે છે. અલગ અલગ બેંક શાખાઓના અલગ અલગ IFSC કોડ હોય છે. એટલા માટે ઓનલાઈન પૈસા ટ્રાંસફર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ફૂલફોર્મ ઇન્ડીયન ફાઇનૅન્શિયલ સીસ્ટમ કોડ (Indian Financial System Code) થાય છે.

એટીએમનું ફૂલફોર્મ : પૈસા ઉપાડવા માટે આપણે એટીએમ મશીન ઉપર જઈએ છીએ, પણ એટીએમનો અર્થ શું થાય છે તે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. એટીએમનું ફૂલફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન (Automated Teller machine) થાય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular