ભારતને ચંદ્ર પરની રિસર્ચમાં મોટી સફળતા મળી, ચંદ્રયાન-2 ના આ બચેલા ભાગે મોકલ્યા ઘણા કામના ડેટા.
ચંદ્રયાન મિશનમાં ભારતને મોટી સફળતા મળી છે. હવે આપણા વૈજ્ઞાનિકો નિશ્ચિતપણે એ કહેવાની સ્થિતિમાં છે કે ચંદ્ર પર પાણીની હાજરી છે. કારણ કે ચંદ્રયાનના ઓર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્ટેક્ટોમીટર (આઈઆઈઆરએસ) તરફથી મોકલવામાં આવેલા આંકડાઓ અને ચિત્રોના વિશ્લેષણમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોક્સિલ (વોટર મોલીક્યુલ્સ અથવા પાણીના અણુ) અને એચટુઓ (પાણી) ના પ્રમાણ મળ્યા છે. આ અધ્યયન ચંદ્રના રહસ્ય તપાસવામાં જોડાયેલા વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે મોટી આશા બનતા દેખાઈ રહ્યાં છે.
વર્ષ 2019 માં લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન મિશનમાં ભલે યાનનું લેંડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરતા સમયે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, પણ ઓર્બિટર અત્યારે પણ ચંદ્રની ઉપર ફરી રહ્યું છે. ઓર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્ટેક્ટોમીટરમાંથી જે આંકડા મળી રહ્યા છે, તેનું વિશ્લેષણ દેહરાદૂનમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (આઇઆઇઆરએસ) સહીત દેશના અલગ અલગ વિજ્ઞાનિક કરી રહ્યા છે.
આઇઆઇઆરએસના ડિરેક્ટર પ્રકાશ ચૌહાણ અનુસાર, ચંદ્ર પર પાણીના સંકેત 29 ડિગ્રી નોર્થથી લઈને 62 ડિગ્રી નોર્થની વચ્ચે મળ્યા છે. જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ પડે છે, ત્યાં પાણીના સંકેત મળી રહ્યા છે. પાણીની ઉપલબ્ધતાની દિશામાં સ્પેસ વેધરિંગ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તે એક પ્રક્રિયા હોય છે જયારે સૌર હવાઓ ચંદ્રની સપાટી પર અથડાય છે. સાથે જ આ પ્રક્રિયાના કેટલાક અન્ય કારક પણ અલગ અલગ રાસાયણિક પરિવર્તન કરી પાણીની આશાને જન્મ આપે છે.
ડિરેક્ટર પ્રકાશ ચૌહાણ અનુસાર, પૂર્વમાં ચંદ્રયાન-1 મિશન દરમિયાન પણ પાણીના સંકેત મળ્યા હતા. જોકે, ત્યારે પાણીની વધારે ઉપલબ્ધતાનું અનુમાન ન હતું. વર્તમાન અભ્યાસ પરથી ખબર પડે છે કે, ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતા 800 થી 1000 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) મળી આવી છે. ઓર્બિટરના આઈઆઈઆરએસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલા આંકડાઓનું નિરંતર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આશા છે કે નજીકના ભવિષ્યમાં ચંદ્રના તમામ રહસ્યો પરથી પડદો ઉઠી જશે. તેમજ ચંદ્રયાન-3 મિશન આવતા વર્ષે લોન્ચ થવાની આશા છે. એવામાં નવા મિશન માટે પહેલાથી તમામ વાતો એવી હશે, જેના પર શોધને કેન્દ્રિત કરવામાં આવી શકે છે.
અધ્યયનમાં આ વૈજ્ઞાનિકો પણ શામેલ રહ્યા : મમતા ચૌહાણ, પ્રભાકર વર્મા, સુપ્રયા શર્મા, સતાદ્રુ ભટ્ટાચાર્ય, આદિત્ય કુમાર ડાયર, અમિતાભ, અભિષેક એન પાટિલ, અજય કુમાર પરાશર, અંકુશ કુમાર, નીલેશ દેસાઈ, રિતુ કરિધલ અને એએસ કિરન કુમાર.
આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.