જેમની પાસે LIC ની પોલિસી હોય તે આ રીતે તેની સાથે પાનકાર્ડ લિંક કરે, ના કર્યું તો સમસ્યા વધી શકે છે.
ઘણા દસ્તાવેજો સાથે PAN ને લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેના માટે આવકવેરા વિભાગે ઘણા સમય પહેલા સૂચનાઓ જાહેર કરી છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે અને આમ કરવામાં નિષ્ફળ જવાથી પાન બંધ થઈ શકે છે. આ જ નિયમ EPFO માટે પણ લાગુ છે. જો તમે PAN અને આધારને લિંક નહીં કરો તો કંપનીઓ તમારા PF ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેથી જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી, તો તેને પૂર્ણ કરો.
સરકારે પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ આવો જ નિયમ નક્કી કર્યો છે અને રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના PAN ને આધાર સાથે લિંક કરવા કહ્યું છે. આ આધાર પર LIC એ પણ PAN ને લિંક કરવાનું કહ્યું છે.
LIC એ કહ્યું છે કે, PAN ને પોલીસી સાથે જોડવાના ઘણા ફાયદા છે. તેના માટે તમારે મોબાઈલ નંબર આપવો પડશે અને તે જ નંબર પર OTP આવશે. તે OTP સાથે લિંકિંગ પૂર્ણ થશે. ફોર્મ સબમિટ કર્યા પછી, એક સંદેશ આવે છે જેમાં નોંધણી પુરી થવા વિશે માહિતી આપવામાં આવે છે. LIC પોર્ટલની મુલાકાત લઈને આ કામ સરળતાથી કરી શકાય છે. LIC એ આ માટે 3 સ્ટેપ્સ આપ્યા છે, જેની મદદથી LIC પોલિસીને PAN સાથે જોડવી સરળ બનશે.
આ છે તે ત્રણ સ્ટેપ :
LIC ની સાઈટ પર પોલિસી લિસ્ટ સાથે PAN ની વિગતો આપો.
તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો.
ફોર્મ સબમિટ કર્યા પછી તમને સફળ નોંધણીનો મેસેજ મળશે. તે જણાવશે કે તમારું PAN એલઆઈસીની પોલિસી સાથે જોડાઈ ગયું છે.
PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે : ઘણા સરકારી દસ્તાવેજોને પાન સાથે જોડવા ફરજિયાત કરવામાં આવ્યું છે. તેના માટે 30 સપ્ટેમ્બરની તારીખ છેલ્લી રાખવામાં આવી છે. આ પહેલા બંને દસ્તાવેજોને એકબીજા સાથે જોડવા ફરજિયાત છે, નહીંતર પછી PAN સંબંધિત ઘણી સમસ્યાઓ આવી શકે છે. આ લિંકિંગ કાર્ય ફોનના મેસેજથી પણ કરી શકાય છે. તેના માટે ફોનના મેસેજમાં UIDPAN લખો, પછી સ્પેસ છોડીને આધાર નંબર અને PAN લખો. તમારો મેસેજ 567678 અથવા 56161 પર મોકલો.
આ પછી આવકવેરા વિભાગ બંને દસ્તાવેજોને જોડવાની પ્રક્રિયા શરૂ કરશે. જ્યારે બંને દસ્તાવેજો લિંક થઇ જશે, ત્યારે તમને તમારા ફોન પર માહિતી મળશે. તેના માટે ફોન પર એક મેસેજ આવે છે. જો તમે ઇચ્છો તો, તમે તેની સ્થિતિ પણ ચકાસી શકો છો.
Link your PAN to your LIC policies now!
Log on to https://t.co/fA1vgvFfeK pic.twitter.com/4DUp0xSRdc— LIC India Forever (@LICIndiaForever) September 7, 2021
સ્ટેટસ આ રીતે ચેક કરી શકાય છે :
તેના માટે તમારે www.incometaxindiaefiling.gov. in/aadhaarstatus ની મુલાકાત લેવી પડશે.
અહીં તમારે PAN અને આધાર નંબર દાખલ કરવો પડશે.
હવે ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો
આગળની સ્ક્રીન પર તમે લિંકિંગ સ્ટેટસ જોઈ શકશો
કોઈ પુરાવાની જરૂર નથી : બંને દસ્તાવેજોને જોડવા માટે કોઈ પુરાવા આપવાની જરૂર નથી. તેના માટે માત્ર આધાર અને પાન આપવા પડશે. જો કે, બંને દસ્તાવેજોમાં આપવામાં આવેલી માહિતી એકબીજા સાથે મેળ ખાતી હોવી જોઈએ, તો જ લિંકિંગ સફળ થશે. જો આમાં કોઈ તફાવત છે, તો પછી લિંકિંગ કાર્ય પૂરું થશે નહીં.
કેટલીકવાર લિંકિંગ પર ‘આઇડેન્ટિટી ડેટા મિસમેચ’ નો મેસેજ આવે છે. તેનું એક ખાસ કારણ છે. તેનો અર્થ એ છે કે તમે જે ડેટા નાખ્યો છે અને આધાર અથવા પાનમાં આપેલી માહિતી વચ્ચે તફાવત છે. આ તફાવતને કારણે જ ‘આઇડેન્ટિટી ડેટા મિસમેચ’ નો મેસેજ દેખાય છે. તેને સુધારવા કરવા માટે, તમારી માહિતી મેચ કરો.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.