હવે લોકો વીપીએફ અને એનએસસીમાં રોકાણ કરી રહ્યા છે, જાણો તે શું છે અને તેનાથી શું ફાયદો થાય છે?
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાની આવકનો એક ભાગ બચત કરે અને તેમની બચત થોડા સમય પછી ડબલ થઇ જાય. આ બચતના પૈસા બમણા કરવા અને તેની ઉપર વધુમાં વધુ વ્યાજ પ્રાપ્ત કરવા માટે લોકો અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરે છે. જે લોકોનું પીએફમાં એકાઉન્ટ નથી, તે લોકો પીપીએફ દ્વારા પણ પૈસાનું રોકાણ કરે છે. તેનાથી ન માત્ર તેમના પૈસા સેફ રહે છે, પણ તેને યોગ્ય સમયે યોગ્ય રોકાણ પણ મળી જાય છે.
હવે લોકો પીપીએફ સાથે જ એનએસસી અને વીપીએફમાં પણ રોકાણ કરવા લાગી ગયા છે. હવે વીપીએફ અને એનએસસી દ્વારા પણ લોકો સારું રીટર્ન પ્રાપ્ત કરે છે. તો આવો જાણીએ કે એનએસસી અને વીપીએફ, પીપીએફથી કઈ રીતે અલગ છે અને તેના દ્વારા કેવી રીતે રીટર્ન પ્રાપ્ત કરી શકાય છે.
એનએસસી શું છે? નેશનલ સેવિંગ સર્ટીફીકેટ પણ પોસ્ટ ઓફીસની એક સેવિંગ સ્કીમ છે. તેમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને તેમાં રોકાણ વધારી શકાય છે. આ સ્કીમનો સમયગાળો 5 વર્ષનો હોય છે અને તેની વિશેષ વાત એ છે કે તેની સમય મર્યાદા વધારી નથી શકતા. પણ 5 વર્ષ પુરા થઇ ગયા પછી તમે તે વ્યાજ દર ઉપર નવા એનએસસી ખરીદી શકો છો. તેમાં લગભગ 6.8% સુધી વ્યાજ મળે છે. જો તમે ટૂંકા સમયગાળા માટે રોકાણ કરવા માંગો છો તો એનએસસી યોગ્ય વિકલ્પ છે અને તેમાં આવકવેરા માંથી છૂટ પણ મળે છે.
શું હોય છે વીપીએફ : તેને સ્વેચ્છિક ભવિષ્ય નિધિ કહે છે. તે ઇપીએફ સિવાયનું અને સ્વૈચ્છિક યોગદાન છે. માત્ર તે પગારદાર કર્મચારી, જે ઇપીએફઓના સભ્ય છે, તે જ વીપીએફમાં રોકાણ કરી શકે છે. જેમ કે માની લો કે તમારા પગાર માંથી પીએફના પૈસા કપાય છે અને તમે ઈચ્છો છો કે તમારા ઇપીએફમાં વધુ પૈસા કપાય જેથી વધુ બચત થાય, તો તમે એમ કરી શકો છો. આ ફંડને વીપીએફ કહે છે.
પીપીએફથી કેવી રીતે અલગ? પબ્લિક પ્રોવીડંડ ફંડ (પીપીએફ) નું રોકાણ ઓછા ટેક્સ સેવિંગ ઈંસ્ટુમેંટ કહેવામાં આવે છે. તેમાં સરકારની ગેરંટી છે. તેમાં રોકાણ કરવામાં આવેલી રકમ 15 વર્ષ સુધી લોક થઇ જાય છે. 15 વર્ષ પછી તમે 5 વર્ષ માટે તેને વધારી શકો છો. વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે માત્ર એક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં પણ સરકાર 7.1 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.