10 મિનીટમાં અબજોપતિમાંથી કંગાળ બની ગઈ છોકરી, જોત જોતામાં ખાતામાંથી ઉડી ગયા આટલા અબજ રૂપિયા.
દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે. કોઈને લોટરી લાગી જાય છે તો કોઈ અચાનક કોઈ પ્રકારનો કોઈ જેકપોટ જીતી જાય છે. ઘણા લોકોના જીવનમાં આ ખુશી થોડી મિનિટો સુધી જ રહી શકે છે. એવું જ કાંઈક બન્યું અમેરિકાના ડલાસમાં રહેતી રૂથ બેલુન (Ruth Balloon) સાથે.
રૂથના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો જયારે તેણે પોતાના મોબાઈલ ઉપર આવેલા મેસેજ પછી પોતાનું એકાઉન્ટ ચેક કર્યું. જે છોકરીના એકાઉન્ટમાં માત્ર થોડા હજાર રૂપિયા હતા, તેના એકાઉન્ટમાં 2 અબજ 80 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ જોઈ રૂથને એકદમ જ આશ્ચર્યચકિત થઇ ગઈ.
જાણકારી મુજબ ઘટનાના દિવસે રૂથ પોતાનું ઓફીસનું કામ પૂરું કરી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. એવામાં અચાનક તેના ફોનમાં બેંક માંથી મેસેજ આવ્યો. જયારે રુથે મેસેજ વાંચ્યો તો આશ્ચર્યચક્તિ થઇ ગઈ. તેણે તરત પોતાના બેંક એકાઉન્ટમાં લોગ ઇન કર્યું.
એકાઉન્ટ બેલેન્સ ચેક કરતા જ રૂથના હોશ ઉડી ગયા. તેના એકાઉન્ટમાં 2 અબજ 79 કરોડની આસપાસ પૈસા ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેના એકાઉન્ટમાં આટલું બેલેન્સ છે. ઘણી વખત રીફ્રેશ કરવા પર પણ તેને કરોડો રૂપિયા જોવા મળી રહ્યા હતા.
બેંક તરફથી કંફર્મનું સત્ય : પહેલા રૂથને લાગ્યું કે કદાચ કોઈએ તેને એ પૈસા ભેટમાં આપ્યા છે. તેણે તે વાપરવાનું પ્લાનીગ શરુ કર્યું. પણ એકાઉન્ટ માંથી પૈસા ઉપાડતા પહેલા એક વખત રુથે બેંક સાથે કંફર્મ કરવાનો નિર્ણય કર્યો. તેના માટે રુથે બેંકમાં કોલ લગાવ્યો અને તેમને પોતાની સ્થતિ વિષે જણાવ્યું. ત્યારે રૂથને ખબર પડી કે હકીકતમાં તે બેંકની ભૂલ હતી. બેંકે ભૂલથી તેના એકાઉન્ટમાં આટલા રૂપિયા ટ્રાંસફર કરી દીધા હતા.
બનાવી લીધું હતું આવું પ્લાનિંગ : પોતાની સાથે બનેલી આ ઘટના રુથે લોકલ મીડિયા સાથે શેર કરી. તેણે લોકલ ચેનલ KTVT ને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે મેં પૈસા વાપરવાનું પલાનીંગ કરી લીધું હતું. થોડા પૈસા ચેરીટીમાં આપવાનું પ્લાનિંગ હતું. તો થોડા તે સેવિંગ્સમાં નાખવાની હતી. પણ બેંકે પોતાની ભૂલ જણાવ્યા પછી તે બધા પૈસા પાછા લઇ લીધા. LegacyTexasBank એ પણ સ્ટેટમેંટ બહાર પાડી પોતાની ભૂલ સ્વીકારી અને પૈસા પાછા આપવા માટે રૂથનો આભાર માન્યો.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.