શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeતાજા સમાચારસાગનું ફર્નિચર છે એવું કહીને અમદાવાદી વેપારીએ ભૂસાવાળું ફર્નિચર પકડાવ્યું, કોર્ટે કહ્યું...

સાગનું ફર્નિચર છે એવું કહીને અમદાવાદી વેપારીએ ભૂસાવાળું ફર્નિચર પકડાવ્યું, કોર્ટે કહ્યું આટલા લાખ ચૂકવો.

જયારે લોકો નવું ઘર ખરીદે કે પછી જુના ઘરમાં જ થોડા ફેરફાર કરવા ઈચ્છે તો ઘણી નવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેમાંથી એક સામાન્ય વસ્તુ છે ફર્નિચર.

ફર્નિચર ઘરની સજાવટ માટે તેમજ અન્ય સમાનના સ્ટોરેજ તરીકે અને અન્ય કામો માટે વપરાય છે. આથી લોકો મજબૂત અને ટકાઉ ફર્નિચર ખરીદવાનું પસંદ કરે છે. તેના માટે તેઓ ઘણી જગ્યાઓ પર તપાસ કરતા હોય છે. ઘર અને ઓફિસના ફર્નિચર માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે.

પણ બીજી વસ્તુઓની ખરીદીની જેમ જ ફર્નિચરની ખરીદીમાં પણ લોકોને છેતરવામાં આવે છે. ઘણી વખત લાકડાની ગુણવત્તા સારી કહીને ખરાબ લાકડા વાળું ફર્નિચર આપીને લોકોને છેતરવામાં આવે છે.

હાલમાં અમદાવાદ શહેરમાંથી એક એવો જ કિસ્સો લોકો સમક્ષ આવ્યો છે જેમાં ફર્નિચરની ખરીદી કરવા આવેલ એક ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા. એક ફર્નિચરના શો રૂમના વેપારીએ પોતાને ત્યાં આવેલા એક ગ્રાહકને સાગના નામે ભુસાનું ફર્નિચર વેચવામાં આવ્યું હતું.

જયારે ગ્રાહકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે તો તેણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી દીધી. તેમનો કેસ ચાલ્યો અને કોર્ટે વેપારીને આદેશ આપ્યો કે તે ગ્રાહકને 25 ટકા ઘસારો બાદ કરી 8 ટકા વ્યાજ સાથેની રકમ પાછી આપે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ વર્ષ 2017 માં એસ.જી હાઇવે પરના એન્ટેક ઇલેક્ટ્રોનિક નામના શોરૂમ માંથી ફર્નિચર ખરીદ્યું હતું. તેમણે 2 લાખ 78 હજાર 690 રૂપિયા શોરૂમ વાળાને આપ્યા હતા.

જ્યારે તે વ્યક્તિ શોરૂમમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, આ ફર્નિચર સાગના લાકડાંનું છે અને એકદમ ટકાઉ અને મજબૂત છે.

પણ ફર્નિચર તેમના ઘરે પહોંચ્યું અને તેઓ તેનો ઉપયોગ કરવા લાગ્યા પછી ઘણા ઓછા સમયમાં ફર્નિચરમાંથી પાવડરનો ભુક્કો નીકળ્યો. પછી તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ તો લાકડાના ભૂસામાંથી તૈયાર થયેલું ફર્નિચર છે, ઓરીજીનલ સાગના લાકડામાંથી નથી બન્યું.

પછી જયારે ગ્રાહકે તે વેપારીને કહ્યું કે, તમારે ત્યાંથી લીધેલું ફર્નિચર મારે નથી જોઈતું મને સાગના લાકડાંનું ફર્નિચર આપો અથવા મારા પૈસા પાછા આપો.

આ બાબતમાં વેપારીએ કોઈ જવાબ આપ્યો નહિ એટલે તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં તે વેપારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોર્ટે તમામ રજૂઆત સાંભળીને ગ્રાહકની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટે તમામ રજૂઆત અને પુરાવાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

આ કેસમાં કોર્ટે એવો આદેશ આપ્યો છે કે, ફર્નિચર ખામીયુક્ત છે આથી વેપારીએ ફર્નિચર બદલી આપવું પડશે. અને જો વેપારી ફર્નિચર આપી શકે તેમ ન હોય, તો તેણે ફરિયાદ કરનાર ગ્રાહકને કુલ રકમમાંથી 25 ટકા ઘસારો કાપી બાકીની રકમ 2 લાખ 9 હજાર 17 રૂપિયા 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા પડશે.

એટલું જ નહિ સાથે સાથે ફરિયાદીના 5 હજાર રૂપિયા તેમને થયેલી માનસિક સમસ્યાના અને અરજીના ખર્ચના 3 હજાર રૂપિયા પણ ચૂકવવા પડશે. અને આ બધી રકમ તેણે 30 દિવસમાં ચૂકવવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular