રવિવાર, એપ્રિલ 2, 2023
HomeવિશેષSBI એ તમામ ગ્રાહકોને કર્યા એલર્ટ, આ ચાર એપથી દુર રહો નહી...

SBI એ તમામ ગ્રાહકોને કર્યા એલર્ટ, આ ચાર એપથી દુર રહો નહી તો ખાલી થઇ જશે તમારું ખાતું.


સ્ટેટ બેંકના ગ્રાહકો ભૂલથી પણ આ 4 એપ વાપરતા નહિ, એસબીઆઈએ દરેક એકાઉન્ટ હોલ્ડર્સની આપી ચેતવણી.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે ચાર એપથી દુર રહો, નહિ તો ખાતું ખાલી થઇ જશે. ચાર મહિનામાં સ્ટેટ બેંકના 150 ગ્રાહકોના 70 લાખથી વધુ રૂપિયા આ એપથી પચાવી લેવામાં આવ્યા છે. ફ્રોડ કરનારા વાતોમાં ફસાવીને એપ ડાઉનલોડ કરાવી લે છે અને ખાતું સાફ કરી દે છે.

વધતી ઘટનાઓને ધ્યાનમાં લઇને સ્ટેટ બેંકે પોતાના ખાટા ધારકોને જણાવ્યું છે કે, એનીડેસ્ક, ક્વિક સપોર્ટ, ટીમવ્યુઅર અને મિંગલવ્યુ એપને ભૂલથી પણ તમારા મોબાઈલ ઉપર ઇન્સ્ટોલ ન કરો. એસબીઆઈએ પોતાના ખાતા ધારકોને યુનીફાઈડ પેમેન્ટ સીસ્ટમને લઈને પણ સતર્ક કર્યા છે અને જણાવ્યું છે કે, કોઈ પણ અજાણ્યા સોર્સની યુપીઆઈ કલેક્ટ રીક્વેસ્ટ કે કયુઆર કોડ સ્વીકાર ન કરો.

અજાણી વેબસાઈટો પર હેલ્પલાઇન નંબર શોધવાની ભૂલ ન કરો, કેમ કે અડધો ડઝનથી વધુ બોગસ વેબસાઈટ એસબીઆઈના નામ ઉપર ચાલી રહી છે. કોઈ પણ સમાધાન માટે સત્તાવાર વેબસાઈટ ઉપર જ જાવ અને સારી રીતે ચેક કર્યા પછી જ તમારી માહિતીઓ શેર કરો.

ગ્રાહકોને બેંકે સલાહ આપી છે કે, દરેક ડીજીટલ લેવડ દેવડ પછી બેંક એસએમએસ મોકલે છે. જો તમે લેવડ દેવડ નથી કરી તો તરત ફરિયાદ કરો.

ફ્રોડનો શિ કાર બની ગયા છો તો અહિયાં કરો રીપોર્ટ :

કસ્ટમર કેયર નંબર – 1800111109, 9449112211, 080 26599990

155260 (નેશનલ સાઈબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular