કોણ છે Burj Khalifa ની ટોપ પર ઉભી રહીને એડ શૂટ કરવા વાળી મહિલા? વિડીયો જોઈને તમે ગભરાઈ જશો.
સંયુક્ત આરબ અમીરાતની એયરલાઈન કંપની Emirates દ્વારા બહાર પાડવામાં આવેલી એક જાહેરાત હાલના સમયમાં ઘણી ચર્ચામાં છે. આ જાહેરાતમાં દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા (Burj Khalifa) ની ટોપ ઉપર એક મહિલા ઉભેલી જોવા મળી છે. જમીનથી સેંકડો મીટરની ઉંચાઈ ઉપર ઉભી રહીને જાહેરાત શૂટ કરવા બદલ તે મહિલાની હિંમતની જોરદાર પ્રશંસા થઇ રહી છે. તે મહિલાનું નામ છે નિકોલ સ્મિથ લુડવિક. આવો જાણીએ તે કોણ છે નિકોલ સ્મિથ લુડવિક (Nicole Smith Ludvik)?
30 સેકંડની છે જાહેરાત : સોશિયલ મીડિયા ઉપર જોરદાર શેર થયેલી આ જાહેરાત 30 સેકંડની છે અને તેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. આ જાહેરાતમાં દેખાઈ રહેલી મહિલા નિકોલ સ્મિથ લુડવિક એમીરેટ્સના કેબીન ક્રૂ મેમ્બરના રૂપમાં દેખાઈ રહી છે.
હાથમાં મેસેજ બોર્ડ લઈને ઉભી છે બુર્જ ખલીફા ઉપર : નિકોલ Emirates નો યુનિફોર્મ પહેરીને પોતાના હાથમાં મેસેજ બોર્ડ લઈને ઉભી છે. તેમાં અલગ અલગ બોર્ડ પર લખ્યું છે, યુએઈને યુકે એમ્બર યાદીમાં લઇ જવું અમને દુનિયાની ઉંચાઈએ હોવાનો અનુભવ કરાવે છે. અમીરાત સાથે ઉડાન ભરો, ઉત્તમ ઉડાન ભરો.
828 મીટરની ઉંચાઈ ઉપર છે નિકોલ : નિકોલે આ જાહેરાત ધરતીથી 828 મીટરની ઉંચાઈ ઉપર બુર્જ ખલીફાના ટોપ ઉપર જઈને શૂટ કરી છે. આ જાહેરાતને ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરતા તેમણે લખ્યું છે, નિઃસંદેહ આ મારા દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી આશ્ચર્યજનક અને રોમાંચક સ્ટંટમાંથી એક છે. આ ક્રિએટીવ માર્કેટિંગ આઈડિયા માટે Emirates ને સલામ. આ ટીમની ભાગ બનીને આનંદ થયો.
Reconnect with your loved ones or take a fabulous vacation.
From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo— Emirates Airline (@emirates) August 5, 2021
સ્કાઈડ્રાઈવર છે નિકોલ : નિકોલ સ્મિથ લુડવિક ઘણા ક્ષેત્રોમાં સક્રિય છે. તે એક વર્લ્ડ ટ્રાવેલર છે, સ્કાઈડ્રાઈવર ટ્રેનર અને યોગા ટ્રેનર છે. તેને એડવેંચર વધુ ગમે છે.
ગ્રીન સ્કીન વગર જાહેરાત બનાવી છે : Emirates એ એક નાની એવી કલીપ બહાર પાડી છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે, આ જાહેરાતને કેવી રીતે દુનિયાના ટોપ ઉપર બનાવવામાં આવી છે. Emirates એ એ પણ જણાવ્યું છે કે, આ જાહેરાત કોઈ પણ ગ્રીન સ્ક્રીન કે સ્પેશ્યલ ઈફેક્ટ વગર ફિલ્માવવામાં આવી છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.