ભારતના રાષ્ટ્રપતિ તરીકે રતન ટાટાની પસંદગી કરવા શરૂ કરાયું અભિયાન, આ 17 લોકો બની ચુક્યા છે રાષ્ટ્રપતિ.
દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈ 2022 માં સમાપ્ત થઇ રહ્યો છે. તેવામાં આગામી રાષ્ટ્રપતિના નામો ઉપર ચર્ચા શરુ થઇ ગઈ છે. તેવામાં રતન ટાટાનું નામ પણ શામેલ છે. ઈંટરનેટ મીડિયા ઉપર કેમ્પેઈન ચલાવીને રતન ટાટાને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે.
ટ્વીટર હેશટેગ RatanTata4President અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તમિલ ફિલ્મોના સૌથી મોટા નિર્માતા નાગા બાબુએ પણ રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવાની વાતને સમર્થન આપ્યું છે. રતન ટાટા વિષે કહેવામાં આવી રહ્યું છે, કે તેમની છાપ ઘણી સારી છે, એટલા માટે તે આ હોદ્દા માટે યોગ્ય છે. હાલ રતન ટાટા તરફથી હજુ તેની ઉપર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ? દેશના આગામી રાષ્ટ્રપતિને લઈને વિપક્ષી દળોએ પણ તૈયારી શરુ કરી દીધી છે. આમ તો સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ સતત બે ટર્મ માટે આ હોદ્દા ઉપર નથી રહી શકતા, પણ દર પાંચ વર્ષ પછી નવા રાષ્ટ્રપતિ પસંદ કરવાની પરંપરા બની ગઈ છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને જ સતત બે વખત આ હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પછી કોઈ બીજાને આ સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું.
એક વાત બીજી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરથી વધુ ઉંમરના નેતાને હોદ્દો આપવાના પક્ષમાં નથી. તેથી રામનાથ કોવિંદને ફરી વખત પસંદ કરવા મુશ્કેલ લાગી રહ્યું છે. મહામહીમ કોવિંદ 1 ઓક્ટોબરના રોજ 76 વર્ષના થઇ જશે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએની સાથે જ યુપીએ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.
વિપક્ષ તરફથી સૌથી મોટું નામ શરદ પવારનું છે. જો કે પવારે અત્યાર સુધી તો ના કહી છે. તેમજ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુનું નામ પણ આ યાદીમાં છે. એનડીએ તરફથી એક બીજું નામ કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનનું છે. નીતીશ કુમારનું નામ પણ ચર્ચામાં છે, અને કહેવામાં આવી રહ્યું છે કે તેને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.
યુપી ચૂંટણી ભજવશે મહત્વની ભૂમિકા : દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તેનો નિર્ણય લેવામાં ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલની સ્થિતિમાં એનડીએ આગળ છે, પણ યુપીએ પણ વધુ પાછળ નથી. ચૂંટણી આયોગની વેબસાઈટ મુજબ, સાંસદો અને ધારાસભ્યોના હાલની મત ટકાવારી જોઈએ તો એનડીએ 49.9% ઉપર છે. યુપીએ પાસે 25.3% મત છે તો અન્યો પાસે 24% મત છે. હાલ ઈલેક્ટોરલ કોલેજના હિસાબે યુપીમાં સૌથી મોટો ભાગ ભાજપ પાસે છે. સૌથી મોટું રાજ્ય હોવાને કારણે યુપીના ધારાસભ્યોના કુલ મતની ટકાવારી દેશના સૌથી વધુ 15.26 ટકા છે.
ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ, જુવો આખું લીસ્ટ :
(1) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ : જાન્યુઆરી 26, 1950 – મે 13, 1962.
(2) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન : મે 13, 1962 – મે 13, 1967.
(3) ડૉ. જાકીર હુસેન : મે 13, 1967 – મે 03, 1969.
(4) વરાહગીરી વેંકટગીરી : મે 03, 1969 – જુલાઈ 20, 1969.
(5) ન્યાયમૂર્તિ મોહમ્મદ હિદાયતુલ્લાહ : જુલાઈ 20, 1969 – ઓગસ્ટ 24, 1969.
(6) વરાહગીરી વેંકટગીરી : ઓગસ્ટ 24, 1969 – ઓગસ્ટ 24, 1974.
(7) ફખરુદ્દીન અલી અહમદ : ઓગસ્ટ 24, 1974 – ઓગસ્ટ 11, 1977.
(8) બી.ડી. જત્તી : ફેબ્રુઆરી 11, 1977 – જુલાઈ 25, 1977.
(9) નીલમ સંજીવ રેડ્ડી : જુલાઈ 25, 1977 – જુલાઈ 25, 1982.
(10) જ્ઞાની જૈલ સિંહ : જુલાઈ 25, 1982 – જુલાઈ 25, 1987.
(11) આર. વેંકટરમણ : જુલાઈ 25, 1987 – જુલાઈ 25, 1992.
(12) ડૉ. શંકર દયાળ શર્મા : જુલાઈ 25, 1992 – જુલાઈ 25, 1997.
(13) કે. આર. નારાયણન : જુલાઈ 25, 1997 – જુલાઈ 25, 2002.
(14) ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામ : જુલાઈ 25, 2002 – જુલાઈ 25, 2007.
(15) પ્રતિભા પાટીલ : જુલાઈ 25, 2007 – જુલાઈ 25, 2012.
(16) પ્રણવ મુખર્જી : જુલાઈ 25, 2012 – જુલાઈ 25, 2017.
(17) રામનાથ કોવિંદ : જુલાઈ 25, 2017 થી અત્યાર સુધી.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.