જો તમે વર્ષ પહેલા આ કંપનીમાં રોકાણ કર્યું હોત તો આજે પૈસાની પથારી પર સુતા હોત, જાણો કઈ છે તે કંપની?
શેર બજારના સતત નવી ઉંચાઈઓ ઉપર પહોંચવાનો જોરદાર ફાયદો રોકાણકારોને થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરે 410 % નું રીટર્ન આપ્યું છે. જાણો શું તે હજુ પણ રોકાણ કરવા માટે સારો વિકલ્પ છે?
Hinduja Global Solution નું જોરદાર રીટર્ન :
Hinduja Global Solution (HGS) ના શેર છેલ્લા એક વર્ષમાં ઘણા ઊંચા આવ્યા છે. જુન 2020 માં કંપનીના શેર 670 રૂપિયા ઉપર હતા જે જુન 2021 માં વધીને 3,397.6 રૂપિયા ઉપર આવી ગયા છે. આ રીતે આ કંપનીના શેર ઉપર રોકાણકારોને લગભગ 410 ટકા રીટર્ન મળ્યું છે.
5 ના 25 લાખ :
Hinduja Global Solution ના શેરમાં રોકાણનું રીટર્ન એટલું સારું છે કે, જેમણે વર્ષ પહેલા તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે. તેમને હાલના સમયમાં 25.5 લાખ રૂપિયા મળશે. આ સમય દરમિયાન સંપૂર્ણ સેન્સેક્સનો ગ્રોથ માત્ર 42 % રહ્યો છે.
અપર સર્કીટમાં છે HGS નો શેર :
હવે જો વાત કરવામાં આવે કે હાલના સમયમાં Hinduja Global Solution ના શેર રોકાણનો ઉત્તમ વિકલ્પ છે કે નહિ? તો ગુરુવાર 12 ઓગસ્ટ 2021 ના રોજ પણ સતત બીજા સત્રના વેપારમાં કંપનીના શેર 5% અપર સર્કીટમાં જળવાઈ રહ્યા છે. ગયા 200 દિવસોથી લઈને 5 દિવસના સમયગાળા સુધીમાં કંપનીના શેર ગ્રીન ઝોનમાં રહ્યા છે.
HGS નું જોરદાર પ્રોફિટ :
જુન 2021 માં પુરા થયેલા ત્રિમાસિકમાં Hinduja Global Solution નું પ્રોફિટ 117.02 કરોડ રૂપિયા રહ્યું છે. જયારે તે સમયગાળામાં ગયા વર્ષે કંપનીનું પ્રોફિટ માત્ર 47.94 કરોડ રૂપિયા હતું. કંપનીની ઓપરેશનલ આવક પણ 25% વધીને 1,550.52 કરોડ રૂપિયા થઇ ગઈ છે, જે જુન 2020 ના રોજ પુરા થયેલા ત્રિમાસિકમાં 1,235.89 કરોડ રૂપિયા હતી.
HGS નું સરસ એમકેપ :
Hinduja Global Solution ના શેર થોડા દિવસ પહેલા 3,235.85 રૂપિયા ઉપર બંધ થયા. અને ગુરુવારના રોજ તે 5% ના વધારા સાથે 3,397.60 રૂપિયા ઉપર ખુલ્યો. તેનાથી કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન (M-Cap) જોરદાર રીતે વધી છે અને તે 7,094 કરોડ રૂપિયા છે.
રોકાણને લઈને શું કહે છે નિષ્ણાંત?
MarketsMojo ના હિસાબે Hinduja Global Solution ની બેલેંસ શીટ છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં પ્રોફિટમાં છે. તેથી કંપની હજુ તેજ ગતિ ઉપર છે. અને તેના શેર પણ સતત ઉંચી રેંજમાં છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.