સુંદરતાની બાબતમાં આ દેશોની મહિલાઓ હોય છે બીજાથી આગળ, એક દેશ પાસે તો સૌથી વધારે મિસ વર્લ્ડ છે.
મહિલાઓની સુંદરતા ઉપર ઘણી કવિતા-સ્ટોરીઓ લખવામાં આવી ચુકી છે. આમ તો દરેક મહિલા પોતાની રીતે અલગ ખાસિયત ધરાવે છે. પણ કેટલીક જગ્યાની મહિલાઓ પોતાની સુંદરતા માટે આખીદુનિયામાં ઓળખાય છે. આવો જાણીએ તે દેશો વિષે જ્યાંની મહિલાઓ પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે અને આખી દુનિયા તેમની સુંદરતાની ચાહક છે.
બ્રાઝીલ – બ્રાઝીલ તેની અનોખી ભૌગોલીક વિશેષતાઓ, કુદરતી સુંદરતા માટે ઓળખાય છે. અહિયાંની મહિલાઓ લોકો સાથે સંપર્ક વધારવા અને તેમની પરંપરા વિષે જાગૃતતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તે પોતાને સુંદર રાખવા માટે વધુ કાળજી રાખે છે. દેશમાં આયોજિત કોઈ પણ કાર્યક્રમમાં અહિયાંની મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવે છે.
ફ્રાંસ – ફ્રાંસ તેના અદ્દભુત મધ્યયુગના શહેરો, સુંદર ગામ, દરિયા કિનારા, પોતાની સંસ્કૃતિ, પકવાન અને વાઈન માટે પ્રસિદ્ધ છે. અહિયાંની મહિલાઓને તેમની કમાલની ફેશન સેંસ માટે ઓળખવામાં આવે છે. તે સ્વભાવથી ઘણી મિલનસાર હોય છે અને જીવનને ખુલીને જીવે છે. સુંદર હોવાની સાથે સાથે અહિયાંની મહિલાઓ સામાજિક બાબતમાં પણ આગળ વધીને ભાગ લે છે. તે પોતાની પર્સનાલીટીથી કોઈને પણ આકર્ષિત કરી શકે છે.
રશિયા – ટુંડ્રા જંગલો અને દરિયા કિનારાની જેમ અહિયાંની મહિલાઓ પણ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેમના ચહેરાની ચમક આગળ બધા ફિક્કા પડી જાય છે. ટેનીસ ખેલાડીઓથી લઈને જીમનાસ્ટ સુધી અને મોડલ્સથી લઈને એક્ટર્સ સુધી, અહિયાંની મહિલાઓ પોતાની આકર્ષક વાદળી આંખો અને તીખા નેણના આકારને કારણે જ કોઈને પણ દીવાના બનાવી દે છે.
સ્વીડન – સ્વીડનને જંગલ, તટીય દ્વીપ, ઝરણા અને ગ્લેશીયર માટે ઓળખવામાં આવે છે. અહિયાંની મહિલાઓની સુંદરતા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સ્વીડનની મહિલાઓ તેમની લંબાઈ અને વાદળી કે લીલી આંખો માટે ઓળખાય છે. એક બીજી બાબત જે સ્વીડનની મહિલાઓને દુનિયામાં સૌથી સુંદર બનાવે છે, તે છે તેમની બુદ્ધી અને સુંદરતાનું યોગ્ય મિશ્રણ. અહિયાં શિક્ષિત મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે.
અફઘાનિસ્તાન – અફઘાનિસ્તાનનો ઈતિહાસ શરુઆતથી નિરાશાજનક રહ્યો છે. તેમ છતાં પણ અહિયાંની મહિલાઓની સાદગી અને સુંદરતા આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ઘણી સુંદર અફગાન મહિલાઓ છે જે તેમના દેશમાંથી બહાર જઈને સફળ અભિનેત્રી, મોડલ અને સોંદર્ય સ્પર્ધાઓની વિજેતા બની કેમ કે દેશમાં રહીને તેમના માટે તે કરી શકવું શક્ય નથી.
ભારત – ભારતની વિવિધતાઓ અને અનોખી વિશેષતાઓ તેને સુંદર બનાવે છે. ભારતીય મહિલાઓના ચહેરાની આકર્ષક બનાવટ, સુંદર આંખો અને કાળા વાળ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહિયાંની મહિલાઓ સાડીમાં પણ એક મીઠા હાસ્યથી ઘણી સરળતાથી કોઈના પણ દિલ જીતી લે છે.
ઇટલી – સંસ્કૃતિ, ખાવાનો સ્વાદ અને પર્યટન માટે પ્રસિદ્ધ ઇટલી દેશનું પોતાનું આગવું આકર્ષણ છે. અહિયાંની મહિલાઓ તેમની સુંદરતાની સાથે તેમની અદ્દભુત ફેશન સેંસ માટે પણ ફેમસ છે. ઉત્તમ ફેશનના કારણે જ તેમના પ્રત્યે આકર્ષણ વધી જાય છે. આખી દુનિયામાં ઇટલીની મહિલાઓને સૌથી સુદંર મહિલાઓ માંથી એક માનવામાં આવે છે.
તુર્કી – જયારે પણ દુનિયાની સૌથી સુંદર મહિલાઓની વાત આવે છે તો તેમાં તુર્કીનું સ્થાન પણ આવે છે. અહિયાંનો પાયો ઐતિહાસિક સંસ્કૃતિઓ અને પ્રાચીન સામ્રાજ્યો સાથે જોડાયેલો છે. અહિયાંની મહિલાઓ તેમના સુંદર વાળ અને સુંદરતા માટે ઓળખાય છે. અહિયાંની મહિલાઓ આકર્ષણની સાથે પોતાની શાલીનતા માટે પણ પ્રસિદ્ધ છે. અહિયાંની સીરીયલોમાં તેની ખાસ ઝલક જોવા મળે છે.
વેનેજુએલા – દક્ષીણ આફ્રિકાના ઉત્તરી તટમાં આવેલા વેનેજુએલા પોતાના પર્યટન માટે ઓળખાય છે. અહીયાની મહિલાઓ ઘણી સુંદર અને આકર્ષક હોય છે. અત્યાર સુધી જેટલી પણ આંતરરાષ્ટ્રીય સોંદર્ય સ્પર્ધાઓ થઇ છે, તેમાંથી મોટાભાગના તાજ વેનેજુએલાની મહિલાઓને જ મળ્યા છે. ઘણી બધી મિસ યુનિવર્સલ અને મિસ વર્લ્ડ વિજેતા આ દેશની છે.
પાકિસ્તાન – પાકિસ્તાનમાં ઘણી એવી જગ્યા છે જે પર્યટન માટે ઘણી સુદંર છે. પાકિસ્તાની મહિલાઓની સુંદરતા ઘણી અલગ હોય છે. સ્કીન કલર, લાંબા કાળા વાળ અને રહસ્યમય વ્યક્તિત્વ વાળી પાકિસ્તાની મહિલાઓ તરફ કોઈ પણ સરળતાથી આકર્ષિત થઇ જાય છે.
બ્રિટેન – બ્રિટેનમાં તમને એ બધું મળશે જેની તમે અપેક્ષા કોઈ પણ સભ્ય અને સંસ્કૃતિક વાળા દેશ પાસે રાખો છો. તેની છાપ બ્રિટીશ મહિલાઓમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. અલગ અલગ સ્કીન ટોન તેમની સુંદરતા ઘણી વધારી દે છે. અહિયાંની મહિલાઓ સભ્ય, શિક્ષિત અને ગોર્જીયસ હોય છે. અહિયાંની અભિનેત્રીથી લઈને રાજકારણી અને ખેલાડીઓ સુધી દરેક મહિલા કમાલની દેખાય છે.
અમેરિકા – અમેરિકા વિષે ઘણું બધું એવું છે જે તમને એ દેશમાં જવા માટે ઉત્સાહિત કરી દે. અમેરિકાના લોકો આઝાદ વિચારો વાળા હોય છે અને જીવનને ખુલીને જીવવામાં વિશ્વાસ ધરાવે છે. અમેરિકાની મહિલાઓ સુંદરતાની સાથે પોતાની કારકિર્દીને પણ સારી રીતે જાળવે છે. અમેરિકાની મહિલાઓમાં તમે સુંદરતા અને બુદ્ધીનું અદ્દભુત મિશ્રણ જોઈ શકો છો.
યુક્રેન – પૂર્વી યુરોપનો આ મોટો દેશ પોતાના ચર્ચ, કાળી તટરેખા અને વૃક્ષોથી ઘેરાયેલા લીલાછમ પહાડો માટે ઓળખાય છે. અહિયાંની મહિલાઓ સુદંર હોવાની સાથે સાથે ઘણી બોલ્ડ પણ હોય છે. વ્હાલો ચહેરો અને અનોખા અંદાજ અહિયાંની મહિલાઓની ઓળખ છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.