બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeઅજબ-ગજબસુરતના આ "મિસ્ટર ચાય બાઇક" દુનિયાભરમાં ફેમશ થઈ ગયા…

સુરતના આ “મિસ્ટર ચાય બાઇક” દુનિયાભરમાં ફેમશ થઈ ગયા…

આ દુનિયામાં એવા અસંખ્ય લોકો હશે જે ચા ના દીવાના હશે. પણ ચા ની એ દીવાનગીને કારણે ચા ના એક કપમાં જ આખી ચા ની દુકાન ખોલી દેવામાં આવે તે તમને માત્ર સુરતમાં જ જોવા મળશે. થોડા સમયમાં આ ચા નો કપ એટલો ફેમસ થઈ ગયો કે રાત્રે 2 વાગ્યે પણ તમને અહીં લોકોની ભીડ જોવા મળશે.

તેનું નામ મિસ્ટર ચાઇ બાઈક (Mr. Chai Bike) છે. જણાવી દઈએ કે, મિસ્ટર ચાઇ બાઈક વાળાએ એક થ્રિ વ્હીલર ટેમ્પો સાથે એક ટ્રોલી જોડી દીધી છે. તે ટ્રોલી પર ચા ના કપના આકારની કેબીન બનાવવામાં આવી છે. તેમાં ચા અને નાસ્તો બનાવવામાં આવે છે અને લોકોને સર્વ કરવામાં આવે છે. દેખાવમાં તેમની કેબીન ઘણી આકર્ષક છે. અને દૂરથી જ લોકો તેને જોઈને તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ખાસ કરીને બાળકો આટલો મોટો ચા નો કપ જોઈને જલ્દી આકર્ષિત થાય છે.

અહીં અલગ અલગ ફ્લેવરની ચા મળે છે અને સાથે ન વિવિધ પ્રકારની નાસ્તાની આઈટમ પણ મળે છે. અહીં રેગ્યુલર, મસાલા, ફુદીના, જીંજર, એલાયચી, લેમન ગ્રાસ વગેરે ફ્લેવરની ચા મળે છે. તેમજ નાસ્તામાં પીઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ અને હોટ ચોકલેટ પણ મળે છે. સેન્ડવીચમાં વેજ ક્લબ સેન્ડવીચ અને નુડલ્સ પનીર સેન્ડવીચ મળે છે.

મિસ્ટર ચાઇ બાઈક એ સુરતનું સૌથી ફેમસ લેટનાઇટ સ્પોટ છે. રાત્રે બે વાગ્યા સુધી તે ખુલ્લું રહે છે. એવામાં જો તમારે સુરત જવાનું થાય અને મોડી રાત્રે ચા નાસ્તો કરવાનું મન થાય તો તમે મિસ્ટર ચાઇ બાઈક પર જઈ શકો છો. અહીંની ચા નો ટેસ્ટ જોરદાર છે અને નાસ્તો પણ ટેસ્ટી મળે છે.

અને આમ પણ જમવાની બાબતમાં સુરત સૌથી વધારે ફેમસ છે. સુરતમાં તમને દરેક ગલીમાં ખાવા શોખીન લોકોની ભીડ જોવા મળશે. સુરતના ખમણ, લોચો, આલુપૂરી, ખાવસા વગેરે વાનગીઓ ઘણી ફેમસ છે. સુપર હિટ વેબ સિરીઝ scam 1992 ના મુખ્ય કલાકાર એવા પ્રતીક ગાંધી પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે કે, સુરતનો લોચો બેસ્ટ વાનગી છે. તેને ખાવાની ખુબ મજા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular