ભોલેનાથને ધતુરા અને આંકડા જેવી વસ્તુ ચડાવવા પાછળ છુપાયેલા છે આ સંદેશ, સમજી લેશો તો જીવન સુખી થઈ જશે.
શ્રાવણ માસમાં ભગવાન શિવને તેમની પ્રિય વસ્તુ ચડાવવાની પરંપરા છે, જેમાં આંકડાના ફૂલ, બીલીપત્ર, ધતુરો વગેરે શામેલ છે. આ વસ્તુ બીજા કોઈ દેવતાને નથી ચડાવવામાં આવતી. ભગવાન શિવનો શૃંગાર પણ ઘણો જ રહસ્યમયી અને સૌથી અલગ છે. તેમાં નાગ, ભસ્મ, ઝેરીલા અને જંગલી ફૂલ અને પાંદડા શામેલ છે. મહાદેવનો શૃંગાર અને ચડાવવામાં આવતી વસ્તુ જોઈ એ સમજી શકાય છે કે, જેને સંસારે ત્યાગી દીધા, શિવે તેને સહર્ષ સ્વીકારી લીધા.
ભગવાન શિવનું રૂપ જેટલું વિચિત્ર છે, એટલી જ અનોખી તેમની પૂજામાં ચડાવવામાં આવતી સામગ્રી છે. જેમ કે ભસ્મ, આંકડો, ધતુરો, બીલીપત્ર વગેરે. ભગવાન શિવનો આવો શૃંગાર અને ચડાવવામાં આવતી વસ્તુ જણાવે છે કે ભગવાન શિવ તે બધાને અપનાવે છે, જેને લોકો પોતાનાથી દુર રાખી રહ્યા હોય છે. એટલે જે વસ્તુ કોઈ કામની નથી તે પણ ભગવાન શિવ પોતાની ઉપર ધારણ કરી લે છે.
જેનો લોકો ત્યાગ કરી દે છે તેને શિવ અપનાવે છે :
ભગવાન શિવ શૃંગાર તરીકે ધતુરો, આંકડાના ફૂલ અને બીલીપત્ર સ્વીકારે છે. શિવજીનું આ ઉદાર સ્વરૂપ એ વાત તરફ ઈશારો કરે છે કે સમાજ જેને તિરસ્કૃત કરી દે છે, શિવ તેને સ્વીકારી લે છે.
શિવ પૂજામાં ધતુરો અને આંકડા જેવી ઝેરીલી વસ્તુ ચડાવવા પાછળ પણ ભાવ એ છે કે, વ્યક્તિગત, કૌટૂંબિક અને સામાજિક જીવનમાં ખરાબ વર્તન અને કડવી વાતો બોલવાથી દુર રહો.
સ્વાર્થની ભાવના ન રાખીને બીજાના હિતના ભાવ રાખો. ત્યારે જ તમારી સાથે બીજાનું જીવન સુખી બની શકે છે.
ભગવાન શિવને આંકડો અને ધતુરો પ્રિય હોવાની વાતમાં પણ સંદેશ એ છે કે, શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તે વસ્તુ ચડાવીને મન અને વિચારોની કડવાશ કાઢી નાખવી અને મીઠાશને અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
આ છે ધાર્મિક મહત્વ :
ધાર્મિક દ્રષ્ટિએ તેનું કારણ દેવી ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથ મુજબ શિવજીએ જયારે સમુદ્ર મંથન માંથી નીકળેલા હળાહળ વિષને પી લીધું હતું તો તે વ્યાકુળ થવા લાગ્યા. ત્યારે અશ્વિની કુમારોએ ધતુરો, બીલીપત્ર જેવી ઔષધીઓથી શિવજીની વ્યાકુળતા દુર કરી. તે સમયથી જ શિવજીને ધતુરો, બીલીપત્ર પ્રિય છે. જે પણ ભક્ત શિવજીને ભાંગ ધતુરો અર્પણ કરે છે, શિવજી તેમની ઉપર પ્રસન્ન થાય છે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.