મહિન્દ્રા એંડ મહિન્દ્રા કંપનીનો લોગો 21 વર્ષ પછી બદલાવા જઈ રહ્યો છે. આવો જાણીએ શું છે તેની પાછળનું કારણ?
મહિન્દ્રા એંડ મહિન્દ્રાએ પોતાનો નવો લોગો બહાર પાડ્યો છે. આ લોકો સૌથી પહેલા કંપનીની આવનારી એસયુવી કાર XUV700 ઉપર દેખાશે. કંપની પોતાના નવા લોગો સાથે ઘણું બધું બદલવા જઈ રહી છે. મહિન્દ્રા એંડ મહિન્દ્રાનો જે હાલનો લોકો ‘Road Ahead’ છે, તેને કંપનીએ વર્ષ 2000 માં લોન્ચ કર્યો હતો. તે પહેલી વખત 2002 માં Scorpio ઉપર જોવા મળ્યો હતો. આ રીતે કંપનીનો લોગો હવે 21 વર્ષ પછી બદલાવા જઈ રહ્યો છે.
કાર બિઝનેસની બદલશે ઈમેજ :
કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, તેમનો નવો લોકો માત્ર સપોર્ટસ યુટીલીટી વ્હીકલ એટલે SUV માટે યુઝ થશે. એટલે કંપનીના ટ્રેક્ટર, ટ્રક અને બીજા કમર્શીયલ વ્હીકલ ઉપર જુના લોગો ચાલતા રહેશે. એવામાં તે કંપનીના કાર બિઝનેસને અલગ ઈમેજ આપશે. અને આ લોગો દર્શાવે છે કે, કંપનીનો ફોકસ SUV માર્કેટ ઉપર છે, જેના માટે કંપની નવી બ્રાંડ સ્ટ્રેટેજી અપનાવી રહી છે.
ચમકશે મહિન્દ્રાની બ્રાંડ ઈમેજ :
દેશભરના 832 શહેરોમાં મહિન્દ્રા એંડ મહિન્દ્રાના આઉટલેટ છે. હવે જયારે કંપની પોતાના કાર બિઝનેસનો લોકો ચેંજ કરશે તો તેના તમામ સ્ટોર, ડીલરશીપનો પણ મેકઓવર થશે. તેથી કંપનીએ માત્ર લોગો જ નથી બદલ્યો પણ તે પોતાની બ્રાંડ ઈમેજને પણ તે લોગોના માધ્યમથી રીફ્રેશ લુક આપશે. કંપનીની બ્રાંડ ફિલ્મ પણ એ વાત તરફ ઈશારો કરે છે કે, તેમનો સંપૂર્ણ ફોકસ એસયુવી સેગમેંટ ઉપર છે, તે પણ 4×4 ડ્રાઈવ મોડ ઉપર. કેમ કે બ્રાંડ ફિલ્મમાં કંપની લગભગ તમામ પ્રકારની ભૌગોલીક પરિસ્થિતિઓમાં મહિન્દ્રાને ઉભી દેખાડી છે.
મહિન્દ્રા બનાવશે પ્રીમીયમ કાર :
મહિન્દ્રા એંડ મહિન્દ્રાનો નવો લોગો ગ્રે-મેટેલીક કલરનો છે. તે ઘણો પ્રીમીયમ લુક આપે છે. એસયુવી સેગમેંટમાં મહિન્દ્રાની ટક્કર Kia Motors, MG Motors, Hyundai Motors જેવી ઇન્ટરનેશનલ બ્રાંડ સાથે છે. તેથી તે મેકઓવર તેને પ્રીમીયમ સેગમેંટમાં એસ્ટાબ્લીશમેન્ટ આપશે. મહિન્દ્રાએ પોતાના નવા લોગોને સૌથી પહેલા મહિન્દ્રા XUV700 ઉપર લોન્ચ કરવો એ પણ તેમની પ્રીમીયમ સેગમેંટની રણનીતિ દેખાડી છે. કંપનીએ અત્યાર સુધી પોતાની આ કારના જે ફીચર રીવીલ કર્યા છે, તેના હિસાબે તે પોતાના સેગમેંટમાં ઘણી પ્રીમીયમ કાર હશે.
પ્રતાપ બોસે લોગો ડીઝાઈન કર્યો છે :
પ્રતાપ બોસે મહિન્દ્રાના ચીફ ડીઝાઈન ઓફિસર તરીકે હાલમાં જોઈનીંગ કર્યું છે. આ પહેલા તે Tata Motors માં હતા. નવા લોગોને ડીઝાઈન કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે અને તેના વિષે તેમનું કહેવું છે કે, નવા લોગો પાછળનો આઈડિયા લોકોને એ વાતનો અનુભવ કરાવવાનો છે કે, તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે તે પણ પૂરી સ્ટાઇલ, કન્ટ્રોલ અને સિક્યુરીટી સાથે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.