ભારતમાં ઇ-સાઇકલની વધી ડિમાન્ડ માત્ર 10 દિવસમાં એટલી સાઇકલ બુક થઈ કે વિશ્વાસ નહીં થાય.
ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં ઇ-સાઇકલની પણ ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. દેશની પ્રમુખ ઇલેક્ટ્રિક સાઇકલ નિર્માતા કંપની નાહક મોટર્સે હાલમાં પોતાની બે નવી સાઇકલો રજુ કરી હતી અને તેની બુકીંગ પણ શરૂ કરી હતી. જેમાં ફક્ત 10 દિવસની અંદર જ આ કંપનીની સાઇકલોના લગભગ 1500 થી વધારે યુનિટનું બુકીંગ થઈ ગયું છે.
થોડા દિવસો પહેલા જ કંપનીએ પહેલા ફેઝનું બુકીંગ શરૂ કર્યું હતું અને બુકીંગનો આ આંકડો 2 જુલાઈથી લઈને 11 જુલાઈ વચ્ચેનો છે. કંપનીની આ ઇલેક્ટ્રોનિક સાઇકલોનું નિર્માણ ભારતમાં જ થયું છે, જેના નામ Garuda અને Zippy છે. કંપનીએ આ સાઇકલોના બુકિંગ સાથે એ વાતની જાહેરાત કરી હતી કે, તેની હોમ ડીલીવરી પણ જલ્દી જ શરુ કરી દેવામાં આવશે. જ્યાં સુધી કિંમતની વાત છે તો Garuda ની કિંમત 31,999 રૂપિયા અને Zippy મોડલની કિંમત 33,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કંપનીનો દાવો છે કે ભારતના પશ્ચિમી અને દક્ષિણી ભાગોમાં આ બંને મોડલોની સૌથી વધારે ડિમાન્ડ છે. આ સાઇકલોનું સૌથી વધારે બુકિંગ લગભગ 73 ટકા અહીંના ક્ષેત્રોમાંથી જ થયું છે. એટલું જ નહિ, ઘરેલું બજાર સિવાય વિદેશોમાં પણ આ સાઇકલોની ઘણી ડિમાન્ડ છે. કંપની દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર કુલ બુકિંગના લગભગ 9 % જર્મની, યુકે, કેનેડા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાંથી પ્રાપ્ત થયા છે.
કેવી છે આ ઇલેક્ટ્રિક સાઇકલ :
આ બંને ઇલેક્ટ્રિક સાઇકલ રીમુવેબલ લી-આયન બેટરી, LCD ડિસ્પ્લે અને પેડલ સેંસર તેકનીક સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક સાઇકલની બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. એક વાર ફૂલ ચાર્જ કરવા પર આ સાઇકલ 40 કિલોમીટર સૂચી ચાલી શકે છે. આ સાઇકલના નિર્માણમાં એલોય સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને હલકી રાખવાની સાથે મજબૂતી પણ આપે છે.
કંપની જલ્દી જ આ સાઇકલની ડીલીવરી શરુ કરશે. પહેલા તેને 15 ઓગસ્ટથી શરુ કરવાના હતા. પણ કંપની તેને આગામી 25 જુલાઈથી જ શરુ કરવા જઈ રહી છે. આ સાઇકલોને તમે કંપનીની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બુક કરી શકો છો. તેના માટે તમારે કેટલીક જરૂરી માહિતી ઓનલાઈન ભરવી પડશે, અને ફક્ત 2,999 રૂપિયા બુકિંગ એમાઉંટ જમા કરવી પડશે.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.