ગુરુવાર, જૂન 8, 2023
Homeટેકનોલોજીએયર કાર પછી હવે આવી ઉડતી બાઈક, કરોડોમાં છે કિંમત, જાણો તેની...

એયર કાર પછી હવે આવી ઉડતી બાઈક, કરોડોમાં છે કિંમત, જાણો તેની ખાસિયત.


હવામાં ઉડતી કારના ટેસ્ટીંગ પછી ઉડતી બાઈક પણ તૈયાર થઈ છે, પ્રોટોકોલનું સફળ ટેસ્ટીંગ થયું.

થોડા દિવસો પહેલા જ ઉડતી કારની સફળ ટેસ્ટીંગ કરવામાં આવી હતી. તેનું નામ એયર કાર છે અને હવામાં ઉડતા પહેલા તે કાર કોકપીટમાં પરિવર્તિત થઇ ગઈ હતી. અને તે કાર એક એયર પોર્ટથી બીજા એયરપોર્ટ સુધી 35 મિનીટ સુધી હવામાં ઉડી હતી. પણ માત્ર કાર જ નહિ પણ હવે એક ઉડતી બાઈક પણ ચર્ચામાં છે.

આ ઉડતી મોટરસાયકલનું નામ પી વન છે અને તેને સ્પીડર નામથી પણ ઓળખવામાં આવી રહી છે. આ એયર બાઈકની મદદથી વર્ટીકલ ટેક ઓફ અને લેન્ડિંગ પણ કરી શકાય છે. કંપનીનો એ પણ દાવો છે કે આ મોટરસાયકલને હવામાં 15 હજાર ફૂટની ઉંચાઈ સુધી લઇ જઈ શકાય છે અને એયર કારને 8200 ફૂટની ઉંચાઈ સુધી ઉડાડી શકાય છે.

જેકપેક એવીએશન મુજબ સ્પીડરના બે વેરીએંટસ લોન્ચ કરવામાં આવશે. એકનો ઉપયોગ સામાન્ય જીવનમાં થશે અને બીજા વેરીએંટનો મીલીટ્રી કે રાહત કાર્ય સાથે જોડાયેલા ઓપરેશન માટે કરવામાં આવશે. આ કંપનીએ પોતાની વેબસાઈટ ઉપર લખ્યું છે કે આ બાઈક સંપૂર્ણ રીતે સ્ટેબલાઈઝ હશે જેને લઈને તેમાં ઓછામાં ઓછી પાયલટ તાલીમની જરૂર રહેશે.

આ બાઈક વિષે કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેની ટોપ સ્પીડ 241 કી.મી. પ્રતિ કલાક સુધી જઈ શકે છે. મિલીટ્રી એયરબાઈક ત્રીસ મિનીટ સુધી હવામાં રહી શકે છે અને તે ઉપરાંત તે એયર બાઈકનું બીજું વેરીએંટ 10 થી 20 મિનીટ સુધી હવામાં રહી શકે છે.

આ બાઈકને હાલ જેટ ઇંધણ, ડીઝલ અને કેરોસીનથી ચલાવી શકાય છે પણ કંપનીનું કહેવું છે કે તે એક એયર બાઈકને લઈને કેટલીક એવી ટેકનીક ઉપર કામ કરી રહ્યા છે જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછુ નુકશાન પહોંચે.

એનબીસીના રીપોર્ટ મુજબ, જેકપેક એવીએશનને ટીમ ડ્રેપરનું પણ ઘણું સમર્થન મળ્યું છે. ટીમ આ પહેલા એલન મસ્કની કંપની ટેલ્સા અને સ્પેસ એક્સમાં રોકાણ કરી ચુક્યા છે. કંપની અત્યારથી જ P2 નામના નવા મોડલ ઉપર પણ કામ કરી રહી છે.

આ બાઈક જેટ ટર્બાઇનથી ચાલશે અને તેમાં બે લોકો બેસી શકશે. કંપનીએ આ પ્રોટોકોલનું સફળ ટેસ્ટીંગ કેલીફોર્નીયામાં કર્યું છે. જેકપેક એવીએશનના સીઈઓ મેમેનના જણાવ્યા મુજબ આ બાઈકની કિંમત 3 લાખ 80 હજાર ડોલર્સ એટલે લગભગ 2 કરોડ 83 લાખની આસપાસ હોઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular