બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeટેકનોલોજીઓલા Vs સિમ્પલ એનર્જી ઈ-સ્કુટર, કોણ આપે છે વધારે રેન્જ, જાણો તેમની...

ઓલા Vs સિમ્પલ એનર્જી ઈ-સ્કુટર, કોણ આપે છે વધારે રેન્જ, જાણો તેમની ડીઝાઈન, ફીચર્સ અને કિંમત વિષે.


ઓલા અને સિમ્પલ એનર્જીના ઇલેક્ટ્રિક સ્કુટરમાં કયું વધુ ઉત્તમ? અહીં જાણો તેની વિગતવાર માહિતી.

15 ઓગસ્ટ, 2021 થી દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ક્રાંતિ શરુ થઇ ચુકી છે. આ દિવસોમાં બે કંપનીઓએ પોતાના ઈ-સ્કુટર લોન્ચ કર્યા. તેમાં એક ઓલા અને બીજી સિમ્પલ એનર્જી છે. બંને ભારતીય કંપનીઓ છે. બંને સ્કુટરને પણ ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. ઓલાએ બે મોડલ S1 અને S1 Pro લોન્ચ કર્યા છે. અને સિમ્પલ એનર્જીના સ્કુટરનું નામ વન છે.

તમે તે બને માંથી કોઈ એક સ્કુટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે તેમાંથી બેસ્ટ ઓપ્શન કયું હોઈ શકે છે? તે જાણવા માટે બંને ઈ-સ્કુટરની ડીઝાઈન, કિંમત, ફીચર્સ અને સ્પેસીફીકેશન સમજીએ.

ઈ-સ્કુટરની મોટર, બેટરી અને રેંજ :

ઓલ – સિમ્પલ એનર્જી

8.5 કિલો વોટ – 7 કિલો વોટ

3.9 કિલો વોટ – 4.8 કિલો વોટ

115 km/h ટોપ સ્પીડ – 105 km/h ટોપ સ્પીડ

0-40 સ્પીડ (3 સેકંડ) – 0-40 સ્પીડ (2.9 સેકંડ)

181 Km રેંજ સિંગલ ચાર્જ – 236 Km રેંજ સિંગલ ચાર્જ

મોટર અને બેટરી : ઓલા એસ1 પ્રો માં 8.5 કિલોવોટની મોટર અને 3.9 કિલોવોટ બેટરી આપવામાં આવી છે. સ્કુટર લગભગ 3 સેકડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડી લે છે. બીજી તરફ, સિમ્પલ એનર્જી વનમાં 7 કિલોવોટની મોટર અને 4.8 કિલોવોટ બેટરી આપવામાં આવી છે. તે મોટર એટલી પાવરફૂલ છે કે સ્કુટર આશરે 2.95 સેકંડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડી લે છે.

ટોપ સ્પીડ અને રેંજ : ઓલા એસ1 ની ટોપ સ્પીડ 115 km/h છે. ફૂલ ચાર્જ થયા પછી સ્કુટરને 181 km સુધી દોડાવી શકાય છે. અને સિમ્પલ એનર્જી વનની ટોપ સ્પીડ 105 km/h છે. ફૂલ ચાર્જ થયા પછી સ્કુટરની રેંજ 236 km સુધી છે. એટલે ઓલાની સરખામણીમાં તે 55 km ની વધુ રેંજ આપે છે.

ચાર્જીંગ ટાઈમ : ઓલાનું ઈ-સ્કુટર કંપનીના જણાવ્યા મુજબ 6 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જશે. અને ઓલાના હાઈપર ચાર્જીંગ સ્ટેશન ઉપર તેને 18 મિનીટમાં 75 કી.મી. સુધી માટે ચાર્જ કરી શકાય છે. બીજી તરફ સિમ્પલ એનર્જીએ ચાર્જીંગ સમયની જાણકારી નથી આપી, પણ એક કપ ચા અને નાસ્તા દરમિયાન તે 50% સુધી ચાર્જ થઇ જશે એવું કહેવામાં આવી રહ્યું છે.

ઈ-સ્કુટરના ફીચર્સ અને સ્પેસીફીકેશન :

ઓલા Vs સિમ્પલ એનર્જી વન

7 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે – 7 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે

કોલ અને મ્યુઝીક – કોલ અને મ્યુઝીક

નેવીગેશન, વોઈસ કમાંડ – નેવીગેશન, વોઈસ કમાંડ

એપ કે સ્ક્રીનથી લોક – એપ કે સ્ક્રીનથી લોક

ટચસ્ક્રીન સ્પિડોમીટર : ઓલા અને સિમ્પલ એનર્જી બંને જ પોતાના ઈ-સ્કુટરમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી રહ્યા છે. આ સ્ક્રીન મલ્ટીટાસ્કીંગને સપોર્ટ કરે છે. એટલે તેની ઉપર સ્કુટરની રેંજ, સ્પીડ, બેટરી રીમાઈંડર, કોલ ડીટેલ, મ્યુઝીક ડીટેલ, નેવીગેશન જેવી ઘણી ડીટેલ જોવા મળશે.

એપ સપોર્ટ ફીચર્સ : બંને સ્કુટર એપથી કનેક્ટ થશે. એપથી પણ તેના ઘણા ફીચર્સને ઓપરેટ કરી શકાશે. ખાસ કરીને એપની મદદથી સ્કુટર લોક/અનલોક થશે. તેમાં જીયો ફેસિંગ સિક્યોરીટી પણ મળશે. જેનાથી તમે તમારા સ્કુટરને ટ્રેક કરી શકશો. મ્યુઝીક સાંભળવા માટે બંને સ્કુટરમાં સ્પીકર પણ આપવામાં આવ્યા છે.

ઈ-સ્કુટરના કલર્સ અને કિંમતો :

રાજ્ય – ઓલા એસ1 – ઓલા એસ1 પ્રો – સિમ્પલ એનર્જી વન

દિલ્હી – 85,099 – 1,10,149 – કિંમત જાહેર નથી કરી.

ગુજરાત – 79,999 – 1,09,999 – કિંમત જાહેર નથી કરી.

મહારાષ્ટ્ર – 94,999 – 1,24,999 – કિંમત જાહેર નથી કરી.

રાજસ્થાન – 89,968 – 1,19,138 – કિંમત જાહેર નથી કરી.

અન્ય – 99,999 – 1,29,999 – 1,09,999

ઓલાના એસ1 મોડલની શરુઆતની કિંમત 99,999 રૂપિયા અને ઓલા એસ1 પ્રોની શરુઆતની કિંમત 1,29,999 રૂપિયા છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સબસીડીને લીધે તેની કિંમત ઓછી થઇ જાય છે. બીજી તરફ સિમ્પલ એનર્જી વનની કિંમત 1,09,999 રૂપિયા છે.

ઓલા Vs સિમ્પલ એનર્જી

રેંજ : 181 કી.મી. – રેંજ : 236 કી.મી.

ટોપ સ્પીડ : 115 km/h – ટોપ સ્પીડ : 105 km/h

કિંમત : 1:29 લાખ – કિંમત : 1:10 લાખ

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular