શુક્રવાર, માર્ચ 31, 2023
Homeટેકનોલોજીજાણો કેટલા રૂપિયામાં ફૂલ ચાર્જ થાય છે ઇલેક્ટ્રિક કાર, એક યુનિટનો શું...

જાણો કેટલા રૂપિયામાં ફૂલ ચાર્જ થાય છે ઇલેક્ટ્રિક કાર, એક યુનિટનો શું છે ભાવ?


ઇલેક્ટ્રિક કાર ચાર્જીંગના ભાવ, ઇલેક્ટ્રિક કાર ઘરે લાવ્યા પછી તે કેટલા રૂપિયામાં ચાર્જ થશે અને કેટલા કિલોમીટર જશે.

હવે જમાનો ઇલેક્ટ્રિક વાહનોનો છે. હવે લોકો પેટ્રોલ ડીઝલવાળી ગાડીઓને બદલે ઇલેક્ટ્રિક ગાડીઓ તરફ આગળ વધી રહ્યા છે. ઇંધણની વધતી કિંમતોને કારણે પણ લોકો ઇલેક્ટ્રિક તરફ આગળ વધી રહ્યા છે, કેમ કે તે ઇંધણની સરખામણીમાં ઘણું સસ્તું છે. ભારતમાં પણ હવે ઘણા લોકોએ ઇલેક્ટ્રિક કાર ખરીદી લીધી છે અને સરકાર પણ પેટ્રોલ પંપની જેમ ઇલેક્ટ્રિક સ્ટેશન બનાવવા ઉપર ભાર આપી રહી છે.

જો તમે પણ ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમે પણ જાણવા માંગતા હશો કે ખરેખર ઇલેક્ટ્રિક કાર કેવી રીતે ચાર્જ કરાવવાની રહેશે અને ઇલેક્ટ્રિક સ્ટેશન ઉપર ચાર્જ માટે કેટલા રૂપિયા લાગે છે? ઇલેક્ટ્રિક ચાર્જીંગના પેટ્રોલની જેમ શું ભાવ હોય છે? અને જેમ પેટ્રોલથી ટાંકી ફૂલ થાય છે, તેમ રીતે બેટરી ફૂલ ચાર્જ કેવી રીતે થાય છે? સાથે જ જાણો કે ખરેખર તેની માઈલેજ કેટલી હોય છે અને તેની સંપૂર્ણ સીસ્ટમ શું છે.

તેના માટે વીજળીનો શું ભાવ છે? ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જીંગની વાત કરીએ તો મુંબઈમાં 15 રૂપિયા પર યુનિટ લેખે ગાડી ચાર્જ કરવામાં આવશે. અને દિલ્હીની વાત કરીએ તો 4.5 રૂપિયા પ્રતિ યુનિટ લૉ ટેન્શન ચાર્જીંગ માટે વસુલ કરવામાં આવે છે. 5 રૂપીયા પ્રતિ યુનિટ હાઈ ટેન્શન વાહનો માટે વસુલ કરવામાં આવે છે. એટલા માટે દિલ્હીમાં તે વીજળી ઘણી સસ્તી છે અને દિલ્હીમાં તો 120 થી 150 રૂપિયામાં ગાડી સંપૂર્ણ રીતે ચાર્જ કરાવી શકાય છે.

એક રીપોર્ટ મુજબ બીએમસીએ આ ભાવની જાણકારી આપી. ફયુલ ટેંકની જેમ વાત કરીએ તો 20 થી 30 યુનિટ પૂરી ગાડીને ચાર્જ કરવામાં લાગે છે અને તેનો અર્થ છે કે તમારે 200 થી 400 રૂપિયા ગાડી ચાર્જ કરવા માટે ખર્ચ કરવા પડે છે. એટલે તમે એક વખત ગાડીને 400 રૂપિયામાં ફૂલ ચાર્જ કરાવી શકો છો.

હવે આ વાત તો હતી કારની. તમે ઇલેક્ટ્રિક સ્કુટર પણ તેનાથી ચાર્જ કરી શકો છો અને સ્કુટર ચાર્જ કરવા માટે 3 યુનિટ વીજળી લાગે છે. એટલે માત્ર 50 રૂપિયામાં સ્કુટર ફૂલ ચાર્જ કરી શકાય છે. હવે ફૂલ ચાર્જમાં તમે કેટલા કિલો મીટર સુધી પ્રવાસ કરી શકો છો તે તો તમારી ગાડી ઉપર આધાર રાખે છે.

ચાર્જમાં કેટલો સમય લાગે છે? ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જીગ બે પ્રકારના હોય છે. તેમાં એક તો ફાસ્ટ ચાર્જીંગ હોય છે, જેમાં બેટરી ચાર્જ કરવામાં 60 થી 110 મિનીટ લાગે છે અને સ્લો ચાર્જીંગ થાય છે, જેમાં ગાડી ચાર્જ કરવામાં 6 થી 7 કલાક લાગે છે. તેને અલટરનેટ ચાર્જ પણ કહે છે.

એક વખત ચાર્જમાં કેટલા કી.મી. ચાલે છે? આમ તો કારની બેટરી અને મોટર પર આધાર રહે છે, પણ સામાન્ય રીતે એક 15 KMH બેટરીના ખર્ચ ઉપર 100 કી.મી. સુધી કાર ચલાવી શકાય છે. ઘણી કાર તેમાં ઓછી એવરેજ પણ આપે છે. પણ તે ચોક્કસ માપદંડ માનવામાં આવે છે. તેથી તમે ઇલેક્ટ્રિક કારની બેટરીના હિસાબે તેનો અંદાજ લગાવી શકો છો. અને ટેસ્લાની અમુક કારો એક વખત ચાર્જ થવા ઉપર 500 થી વધુ કી.મી. સુધી ચાલે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular