બુધવાર, જુલાઇ 6, 2022
Homeટેકનોલોજીજાણો ગુગલના CEO સુંદર પીચાઈને રાતોરાત કેવી રીતે આવ્યો Google Maps બનાવવાનો...

જાણો ગુગલના CEO સુંદર પીચાઈને રાતોરાત કેવી રીતે આવ્યો Google Maps બનાવવાનો આઈડિયા?


પત્ની રાહ જોતી રહી પણ સુંદર પીચાઈ સમયસર ના પહોંચી શક્યા, પછી થયેલા ઝગડાનું પરિણામ તમારા ફોનમાં છે.

આજના સમયમાં કોઈ ભલે ગમે તેટલું જાણકાર હોય, પરંતુ મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સની જરૂર પડે જ છે. ગૂગલ મેપ્સના આગમન સાથે, આપણા બધાની એક મોટી સમસ્યા ઉકેલાઈ ગઈ છે. તમે જ્યાં પણ આવો અને જાઓ, તમે નકશાની મદદથી તમારા મુકામ સુધી પહોંચી શકો છો. બરાબર ને?

આમ તો તમે ઘણી વખત ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે તેને બનાવવાનો વિચાર ક્યારે અને ક્યાંથી આવ્યો? ખરેખર, ગૂગલ મેપ બનાવવાની સ્ટોરી પણ કોઈ સિરિયલની સ્ટોરીથી ઓછી નથી. ચાલો આજે આ આર્ટીકલમાં ગૂગલ મેપ બનાવવાની સ્ટોરી જાણી લઇએ.

ગૂગલ મેપ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

સૌથી પહેલા ગૂગલ મેપ્સ બનાવવાનો વિચાર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને આવ્યો હતો. આ કિસ્સો 2004 નો છે. અમેરિકાના રહેવાસી સુંદર પિચાઈને પોતાની પત્ની સાથે ક્યાંક ડિનર પર જવાનું હતું. તેમની પત્ની ઘરેથી નીકળે તે પહેલા સુંદર પિચાઈએ તેમને ડાયરેક્ટ ડિનર પ્લેસ પર પહોંચવા માટે કહ્યું. અને એવું જણાવ્યું કે તે પોતે ઓફિસથી સીધા જ ડિનર પ્લેસ પર મળશે.

સુંદર પિચાઈની પત્ની અંજલી બરાબર 8 વાગ્યે ડિનર માટે પહોંચી ગઈ હતી. સુંદર પિચાઈ પણ ડિનર માટે સમયસર નીકળી ગયા હતા, પરંતુ તે વચ્ચે રસ્તો ભૂલી ગયા. એટલા માટે તેમને પહોંચતા પહોંચતા 10 વાગી ગયા. ત્યાં સુધીમાં તો તેમની પત્ની ત્યાંથી નીકળી ગઈ હતી.

પત્ની સાથે થયો ઝઘડો : સુંદર પિચાઇની પત્ની સમયસર ન પહોંચવાને કારણે તેમના પર ખૂબ ગુસ્સે હતી. એટલા માટે સુંદર પિચાઈના ઘરે પહોંચતાની સાથે જ બંનેનો ઝગડો થઈ ગયો. પત્ની સાથે ઝઘડો કર્યા પછી, તે ઓફિસે ગયા અને વિચારતા રહ્યા કે, એવું શું કરવું જોઈએ જેથી કોઈ વ્યક્તિ ક્યારેય રસ્તો ભટકી ન જાય?

આ વિચાર ટીમની સામે મૂકવામાં આવ્યો : આખી રાત ચિંતન કર્યા પછી, બીજા દિવસે સુંદર પિચાઈએ પોતાની ટીમ સાથે ‘Maps’ નો વિચાર શેર કર્યો. પહેલા ટીમે આ વિચાર પર કામ કરવાની ના પાડી દીધી હતી. જોકે, ઘણી સમજાવટ બાદ તેમણે ટીમને Maps બનાવવા માટે મનાવી લીધી. છેલ્લે 2005 માં તે દિવસ આવી ગયો જ્યારે અમેરિકામાં ગૂગલ મેપ્સ લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકા પછી, ગૂગલ મેપ 2008 માં ભારત પહોંચ્યુ અને હવે વિશ્વનો દરેક 7 મો વ્યક્તિ ગૂગલ મેપ દ્વારા મુસાફરી કરે છે.

કોઈએ સાચું કહ્યું કે વ્યક્તિ પત્ની અને પ્રેમ ખાતર દરેક અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. બાય ધ વે, સુંદર પિચાઈએ પત્ની માટે ગૂગલ મેપ બનાવ્યુ પણ તમે શું બનાવી શકો છો? એ કોમેન્ટમાં જણાવજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular