હવે કોઈ પણ પેટ્રોલ સ્કુટરને બદલો ઇલેક્ટ્રિક સ્કુટરમાં, થશે માત્ર આટલા રૂપિયા ખર્ચ.
વર્તમાન સમયમાં દેશમાં ઇલેક્ટ્રિક સ્કુટરની ધૂમ છે. ઇલેક્ટ્રિક સ્કુટરના એકથી એક ચડિયાતા નવા મોડલ લોન્ચ થઇ રહ્યા છે. તેવામાં બેંગલુરુના કેટલીક સ્ટાર્ટઅપ કંપનીએ પેટ્રોલથી ચાલતા કોઈ પણ જુના સ્કુટરને ઇલેક્ટ્રિક સ્કુટરમાં બદલાવવાની એક અનોખી પહેલ શરુ કરી છે. તેના માટે ખર્ચ પણ વધારે નથી. એટલું જ નહિ એક કંપની તો હાઈબ્રીડ સ્કુટર પણ બનાવીને આપી રહી છે.
બેંગલુરુમાં રાઈડ શેયરીંગની સેવાઓ આપવા વાળી સ્ટાર્ટઅપ કંપની Bounce એ એવી જ એક સ્કીમ શરુ કરી છે. કંપની કોઈ પણ જુના ઈંટર્નલ કંબશન એન્જીન (પેટ્રોલ વાળા) સ્કુટરમાં ઇલેક્ટ્રિક મોટર અને એક બેટરી લગાવીને તેને ઇલેક્ટ્રિક સ્કુટરમાં બદલાવી દે છે. તેના માટે કંપની માત્ર 20 હજાર રૂપિયા ચાર્જ લે છે.
વધી રહી છે માંગ : બ્લૂમબર્ગના રીપોર્ટ મુજબ કંપની જુના સ્કુટરમાં એક રેટ્રોફીટ કીટ લગાવે છે જેમાં ઇલેક્ટ્રિક મોટર, બેટરી હોય છે. બાઉંસના કો-ફાઉંડર વિવેકાનંદ હલ્લેકરે જણાવ્યું કે, કંપનીએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે જુના પરંપરાગત સ્કુટરને ઇલેક્ટ્રિક સ્કુટરમાં બદલાવવાનું શરુ કર્યું હતું. પણ ટૂંક સમયમાં જ તે આભાસ થઇ ગયો કે આ તો ઘણું મોટું બજાર સાબિત થઇ શકે છે.
આ કંપનીઓની પણ ઓફર : બાઉંસ પછી હવે ઘણી કંપનીઓ પોતાની કીટ લઈને આવી છે, જેમાં Etrio અને Meladath ઓટોકમ્પોનેંટ શામેલ છે. પેટ્રોલ દેશના ઘણા શહેરોમાં 100 રૂપિયે લીટરને પાર કરી ગયું છે, તેથી હવે ઘણા લોકો ઇલેક્ટ્રિક સ્કુટર તરફ વળી રહ્યા છે. હાલમાં ઓલા, હીરો, Simple Energy જેવી ઘણી કંપનીઓએ બજારમાં ઇલેક્ટ્રિક સ્કુટરના ઘણા ઉત્તમ મોડલ ઉતાર્યા છે.
બાઉંસ અત્યાર સુધીમાં એક હજારથી વધુ જુના સ્કુટરને ઇલેક્ટ્રિક સ્કુટરમાં બદલી ચુકી છે. હલ્લેકરે જણાવ્યું કે, કંપની આ સ્કુટર ઓનર્સ માટે સર્વિસ સેન્ટર પણ ખોલી રહી છે. આ સ્કુટરમાં જે બેટરી કીટ આવે છે તેને એક વખત ફૂલ ચાર્જ કરવાથી સ્કુટર 65 કી.મી. સુધી ચલાવી શકાય છે. તેમણે જણાવ્યું કે તે કીટ ઓટોમોટીવ રીસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત છે.
હાઈબ્રીડ સ્કુટર પણ બનાવી શકે છે : Meladath તો એવી Ezee Hybrid કીટ ઉતારવાની તૈયારી કરી રહી છે જેમાં કોઈ પણ જુના પેટ્રોલ સ્કુટરને સરળતાથી ઇલેક્ટ્રિક હાઈબ્રીડ સ્કુટરમાં બદલી શકાય છે. એટલે આ સ્કુટરને જરૂર પડ્યે પેટ્રોલ કે ઇલેક્ટ્રિક કોઈ પણ મોડમાં ચલાવી શકાય છે. પણ Meladath તે કન્વર્જન માટે 40 હજાર રૂપિયા ચાર્જ લેશે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.